Team Chabuk-International Desk: ઈઝરાયલમાં ખોદકામ દરમ્યાન 1000 વર્ષ જૂનું મુરઘીનું ઈંડુ મળ્યું હતું. નિષ્ણાતોનો દાવો છે કે આ વિશ્વનું સૌથી પ્રાચીન ઈંડાઓમાંથી એક છે. આશ્ચર્યની વાત એ છે કે આ ઈંડુ બિલકુલ સુરક્ષિત હતું પણ સફાઈ દરમિયાન એ તૂટી ગયું. ઈઝરાયલ આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટે આ અવિશ્વસનીય શોધ વિશે ફેસબુક પર પોસ્ટ લખી વિસ્તારપૂર્વક જણાવ્યું હતું.
ફેસબુકમાં શેયર કરેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘‘એક અદભુત ખોજ. આશરે 1000 વર્ષ પહેલાનું મુરઘીનું ઈંડુ યવનમાં પુરાતાત્વિક ખોદકામ દરમ્યાન મળ્યું.’’ જણાવી દઈએ કે આ ઈંડુ દસમી સદીનું માનવામાં આવે છે. મધ્ય ઈઝરાયલનાં યવન શહેરી વિકાસ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેમાં ખોદકામ દરમ્યાન આ ઈંડુ મળ્યું છે.
ઈઝરાયલ આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટનાં નિષ્ણાત ડોક્ટર લી પેરી ગાલે જણાવ્યું હતું કે, ઈઝરાયલ અને સમગ્ર દુનિયા માટે આ ખૂબ જ મોટી ખોજ છે. ઈંડાનું કવચ ખોદકામમાં મળવું એ સામાન્ય બાબત છે. જોકે એક આખું ઈંડુ જે કોઈ જગ્યાએથી તૂટેલું ન હોય તે મળવું દુર્લભ ખોજ છે. આ અંગે તેમણે વધુમાં કહ્યું કે, ઈઝરાયલમાં પ્રાચીન ઈંડાના છિલકાઓ યરુશલમના શહેર સિટી ઓફ ડેવિડમાં અસંખ્ય વખત મળી ચૂક્યા છે.
આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની તરફથી જણાવવામાં આવ્યું કે આ ઈંડુ દસમી શતાબ્દિનું છે. આ પુરાસ્થળની અંદર પુરાતત્વવિદોને ઈસ્લામિક કાળનું મળકુંડ પણ મળ્યું છે. આ મળકુંડમાં ખોદકામ દરમિયાન આ ઈંડુ હાથ લાગ્યું હતું.
ઈઝરાયલના પુરાતત્વવિદ અલ્લા નાગોરસ્કીએ કહ્યું કે, આ ઈંડુ સંપૂર્ણ રીતે બચેલું એટલા માટે હતું કે એક ખાસ સ્થિતિમાં એક હજાર વર્ષ સુધી માણસોના મળની વચ્ચે પડેલું રહ્યું અને આ વચ્ચે સુરક્ષિત રહી શક્યું.
પુરાતત્વવિદ નાગોરસ્કીએ વધુમાં કહ્યું કે, આજે પણ ઈંડાઓ લાંબા સમય સુધી સુપરમાર્કેટનાં કાર્ટુનમાં સુરક્ષિત નથી રહી શકતાં. એ વિચારીને જ ખૂબ જ સુખની ભ્રાન્તિ થાય છે કે આ ઈંડુ એક હજાર વર્ષનું આયુષ્ય ધરાવતું છે. તેમણે કહ્યું કે, ઈંડુ તો તૂટી ગયું છે અને તેની અંદરનો તમામ માલ બહાર આવી ગયો છે. છતાં કેટલોક હિસ્સો બાકી છે. ઈંડાને સંલગ્ન નવી તપાસ ભવિષ્યમાં કરી શકાશે એ જ આનન્દની વાત છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત