Homeગામનાં ચોરે450 કિલોમીટરની કોચી-મેંગલુરુ ગેસ પાઈપલાઈનથી થનારા દસ ફાયદા

450 કિલોમીટરની કોચી-મેંગલુરુ ગેસ પાઈપલાઈનથી થનારા દસ ફાયદા

Team Chabuk-National Desk : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોચી-મેંગલુરૂ નેચરલ ગેસ-પાઈપલાઈનું ઈ-લૉકાર્પણ કર્યું છે. 450 કિલોમીટરની કોચી-મેંગલુરુ પાઈપલાઈનથી અનેક લોકોને ફાયદો થશે. આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળ અને કર્ણાટકના લોકો અને પ્રોજેક્ટના દરેક સ્ટેક હોલ્ડર્સને શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, 450 કિલોમીટરની કોચી-મેંગલુરુ પાઈપલાઈનના ઉદઘાટનથી ગર્વ અનુભવુ છું. હું કેરળ અને કર્ણાટકના લોકો અને પ્રોજેક્ટના દરેક સ્ટેક હોલ્ડર્સને શુભેચ્છા પાઠવું છું. પાઈપલાઈન એ વાતનું ઉદાહરણ છે કે દરેક લોકો સાથે મળીને કામ કરે તો કોઈ પણ લક્ષ્ય મુશ્કેલ નથી. એન્જિનિયરિંગના લોકો જાણે છે કે આ પ્રોજેક્ટને પૂરો કરવો કેટલો મુશ્કેલ હતો, પરંતુ ખેડૂતો, સરકાર, ટેકનિશિયનની મદદથી પ્રોજેક્ટ પુરો કરાયો.

પ્રધાનમંત્રીએ ગણાવ્યા 10 ફાયદા

  1. પહેલો ફાયદોઃ ઈઝ ઓફ લિવિંગ વધશે.
  2. બીજો ફાયદોઃ ગરીબ, મધ્યમ વર્ગના લોકોનો ખર્ચ ઘટશે.
  3. ત્રીજો ફાયદોઃ પાઈપલાઈન શહેરમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશનનું માધ્યમ બનશે.
  4. ચોથો ફાયદોઃ CNG આધારિત ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મજબૂત થશે.
  5. પાંચમો ફાયદોઃ મેંગલુરૂ કેમિકલ અને ફર્ટિલાઈઝર પ્લાન્ટને ઉર્જા આપશે, ઓછા ખર્ચે વધુ ખાતરના ઉત્પાદનમાં મદદ મળશે.
  6. છઠ્ઠો ફાયદોઃ મેંગલુરૂ રિફાઈનરી અને પેટ્રો કેમિકલને ઉર્જા મળશે. સવચ્છ ઈંધણ મળશે.
  7. સાતમો ફાયદોઃ બંને રાજ્યોમાં પ્રદૂષણ ઘટશે.
  8. આઠમો ફાયદોઃ પ્રદૂષણ ઓછું થવાથી સીધી પર્યાવરણ પર અસર થશે.
  9. નવમો ફાયદોઃ પર્યાવરણ સુધરશે તો લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે.
  10. દસમો ફાયદોઃ પ્રદૂષણ ઘટશે તો પ્રવાસનને પણ વેગ મળશે.

પાઈપલાઈન કેમ જરૂરી ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ પાઈપલાઈન કેમ જરૂરી છે એને તમે એ રીતે સમજી શકો છો કે એનાથી બંને રાજ્યોમાં ઈઝ ઓફ લિવિંગ વધશે. વેપારીઓનો ખર્ચ ઓછો થશે. આ પાઈપલાઈન અનેક શહેરોમાં CNG આધારિત સિસ્ટમને પ્રેરણા આપશે. ઓછા ભાવે ફર્ટિલાઈઝર બની શકશે. ખેડૂતોને મદદ મળશે. સ્વચ્છ ઊર્જા મળશે. કાર્બન એમિશન ઓછું થવાને કારણે પ્રદૂષણ ઘટશે, લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે, બીમારીઓનો ખર્ચ ઘટશે. શહેરમાં ગેસ આધારિત વ્યવસ્થા થશે, ટૂરિઝમ વધશે.

72 લાખ ઘરે પાઈપલાઈનથી ગેસ પહોંચી રહ્યો છે

પીએમએ કહ્યું કે, આ ગેસ પાઈપલાઈન કેરળ અને કર્ણાટકમાં 700 CNG સ્ટેશન ખોલવામાં મદદ કરશે. પહેલાં 25 લાખ ઘરમાં પાઈપલાઈનથી ગેસ પહોંચતો હતો હવે 72 લાખ ઘરમાં પાઈપલાઈનથી ગેસ પહોંચી રહ્યો છે. એટલે કે કોચ્ચી-મેગલુરૂ પાઈપલાઈનથી નવા 21 લાખ લોકોને લાભ મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ફર્ટિલાઈઝર, કેમિકલ, વીજળી જેવા ઉદ્યોગ વધશે. દરેકને એનાથી લાભ થશે અને રોજગાર વધશે. જ્યારે પાઈપલાઈન પૂરી ક્ષમતા સાથે કામ કરવા લાગશે ત્યારે વિદેશી મુદ્રાનો ખર્ચ ઘણો ઓછો થઈ જશે. સમગ્ર દુનિયાના એકસપર્ટનું કહેવું છે કે 21મી સદીમાં જે પણ દેશ કનેક્ટિવિટી અને ક્લીન એનર્જી પર ભાર આપશે તે ઝડપથી નવી ઊંચાઈ પર પહોંચશે.

પ્રધાનમંત્રીએ સ્પીડ, સ્કોપ અને સ્કેલની વાત કરતા કહ્યું કે, આજે હાઈવે, રેલવે, મેટ્રો, એર, વોટર, ડિજિટલ કનેક્ટિવિટીમાં જેટલું કામ ભારતમાં થઈ રહ્યું છે એ અત્યાર સુધી ક્યારેય નથી થયું. આપણું સૌભાગ્ય છે કે આપણે આ વિકાસ થતો જોઈ રહ્યા છીએ. આજનો યુવા ભારત ધીમે ના ચાલી શકે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશે સ્પીડ, સ્કોપ અને સ્કેલ વધાર્યાં છે.

પીએમ બોલ્યા કે, ભારતમાં ગેસ બેઝ્ડ ઈકોનોમીને લઈને જે કામ થઈ રહ્યું છે એમાં પણ ઘણાં તર્ક અને તથ્ય ખૂબ મહત્વના છે. આપણા દેશમાં ગેસ-પાઈપલાઈન 1987માં શરૂ થઈ હતી. ત્યાર પછી 2014 સુધીમાં એટલે કે 27 વર્ષમાં ભારતમાં 15 કિલોમીટર ગેસ પાઈપલાઈન બની છે. આજે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં 16 હજાર કિલોમીટર પાઈપલાઈન પર કામ ચાલી રહ્યું છે. થોડાં વર્ષોમાં આ કામ પૂરું થઈ જશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રીએ સરકારની સિદ્ધી ગણાવતા કહ્યું કે, જેટલું કામ 27 વર્ષોમાં થયું છે તેનાથી ઘણાં ઓછા સમયમાં અમે આ કામ કર્યું છે. 2014 સુધી 22 વર્ષમાં દેશમાં CNG સ્ટેશન 900થી વધારે નહતા. છેલ્લા 6 વર્ષમાં 1500 જેટલા સ્ટેશન શરૂ થયા છે.. અમે આ આંકડાને 10 હજાર સુધી પહોંચાડવા માંગીએ છીએ.

પ્રધાનમંત્રીએ યાદ કરાવ્યું કે, પેટ્રોલમાં 20% ઈથેનોલના ઉપયોગનું લક્ષ્યાંક આપણે ત્યાં કેરોસીનની લાંબી લાઈનો લાગતી હતી. તે વિશે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સતત ચિંતા રહેતી હતી. તેમણે કહ્યું કે, આજે જ્યારે ઘરે ઘરે ગેસ પહોંચી ગયો છે ત્યારે કેરોસીનની સમસ્યા પણ ઓછી થઈ ગઈ છે. ઘણાં રાજ્યો પોતાને કેરોસિન મુક્ત જાહેર કરી ચૂક્યા છે. આજે દેશમાં બાયો ફ્યૂલ પર મોટા પાયે કામ ચાલી રહ્યું છે. ઈથેનોલના નિર્માણ પર કામ કરાઈ રહ્યું છે. તેને પેટ્રોલમાં 20 ટકા સુધી રાખવાનો લક્ષ્યાંક છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, દરિયાઈ વિસ્તારોમાં બ્લૂ ઈકોનોમી પર કામ થઈ રહ્યું છે. કેરળ, કર્ણાટક અને દક્ષિણના દરિયાઈ વિસ્તારોમાં બ્લૂ ઈકોનોમી માટે કામ થઈ રહ્યું છે. પોર્ટ્સ, કોસ્ટલ રુટ્સને કનેક્ટ કરવામાં આવી રહી છે. દરિયા કિનારે રહેતા મોટા ભાગના લોકો ખેડૂતો અને માછીમારો છે. તેઓ દરિયાઈ વિસ્તારના સંરક્ષક પણ છે. માછીમારોને ડીપ-સી ફિશિંગમાં મદદ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, થોડા દિવસ પહેલાં જ મત્સ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments