HomeતાપણુંVIDEO: ‘ચૂંટણી જીતીશ તો ટોપલામાં દારુ વેચાવડાવીશ’ BJP ઉમેદવારનો વીડિયો વાયરલ

VIDEO: ‘ચૂંટણી જીતીશ તો ટોપલામાં દારુ વેચાવડાવીશ’ BJP ઉમેદવારનો વીડિયો વાયરલ

Team Chabuk-Political Desk: ગુજરાતમાં દારુ બંધી માત્ર કાગળ પર છે તે બધા લોકો જાણે છે. દરેક જિલ્લામાં દારુ મળે છે. રાજ્યમાં હાલમાં વિધાનસભા ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયોછે. સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવાર પોતે જીત્યા પછી ટોપલામાં દારુ વેચાવડાવીશ તેવી જાહેરાત કરતા જોવા મળ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાજ્યમાં દારુબંધી અને તેની અમલવારીની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

બનાસકાંઠાના દાંતા વિધાસનભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર લાલુ પારઘીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નેતાજી વાયરલ એટલે થવા લાગ્યા છે કે તેમનું ભાષણ દારુબંધીના લીરેલીરા ઉડાવી રહ્યું છે. તેઓ મતદારોને આકર્ષવા કહે છે કે દેશી દારુ અને વિદેશી દારુ બંને મામલે કહે છે કે મારી બેન સંતાડીને દારુ વેચે છે. કેટલાક અંગ્રેજી દારુ ખુલ્લામાં વેચે છે. પણ ચિંતા ન કરો, હું જીતી જઈશ તો ટોપલામાં દારુ વેચાવડાવીશ.

ઉલ્લેખનીય છે કે નેતા અને પ્રજા વચ્ચે હાલ જ્યાં શિક્ષણ, આરોગ્ય, મોરબીની ઘટના, કોરોના, ડ્રગ્સ, મોંઘવારી, વિકાસ વગેરે મુદ્દાઓને લઈને વાતો કરી રહ્યા છે. હમણા જ કોંગ્રેસના એક તાલાલાના ઉમેદવારે પોતે ચૂંટણી જીતશે તો ધારાસભ્યને મળતો પગાર નહીં લે, આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ચૂંટણી જીતશે તો પક્ષ પલટો નહીં કરે વગેરે જેવી જાહેરાતો કહી છે ત્યાં ભાજપના આ નેતાએ તો ચૂંટણી જીત્યા પછી ખુલ્લેઆમ દારુ વેચાવશે તેવો વાયદો કરી નાખ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments