Team Chabuk-Political Desk: રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ શહેરની એક સભાના સંબોધનમાં બોલેલું વાક્ય હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની પ્રચાર સભા દરમિયાન ‘મારા મતે અલ્લાહ અને મહાદેવ બંન્ને એક છે. હું સોમનાથ ભક્તો સાથે બસમાં જાઉં કે અજમેર મુસ્લિમ સાથે ટ્રેનમાં જાઉં, બંનેમાં સરખી ખુશી મળે છે. મારા મતે અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ છે. જ્યારે તેઓ અલ્લાહ હુ અકબર બોલે છે એ સમયે સામે લોકો ‘મહાદેવ હર બોલી રહ્યા છે’ ત્યારે હાલ એવું ચર્ચાઈ રહ્યું છે કે ધર્મના નામે રાજકારણ શરૂ થયું છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શનિવારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટ વિધાનસભા પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ ‘અલ્લાહ હુ અકબર’ બોલે છે જ્યારે સામે લોકો મહાદેવ હર બોલી રહ્યા છે. આ વીડિયોમાં તેઓએ પોતાના ભાષણની શરૂઆતમાં એવું કહ્યું હતું કે, ધર્મના નામે જે લોકો અલગ કરવા માંગે છે તે લોકોને ખબર પડે એટલે હું અલ્લાહ હુ અકબર બોલું તો તમે મહાદેવ બોલજો.
ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, હિન્દુ મુસ્લિમ નહીં જ્ઞાતિ અને સરનેમમાં પણ ભાગ પડવવાનું કામ ભાજપ કરે છે. મારા પર મહાદેવની દયા છે અને અલ્લાહની દયા છે. લોહી કાઢો ત્યારે બધું એક જ છે એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય. આ સાથે તેમણે જણાવ્યુ કે, હું સોમનાથ જાઉં ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેર જાઉં ત્યારે પણ એટલો જ આનંદ આવે છે.
આ સમગ્ર સભા વિવાદનું મૂળ બનતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એવી સ્પષ્ટતા કરી છે કે, મોરબીમાં જ્યારે પુલ તૂટ્યો ત્યારે બચાવવા પડેલા લોકોના કોઈએ એવી તપાસ ન હતી કરી કે એ વ્યક્તિ હિન્દુ છે કે મુસ્લિમ, કોઈ રક્તદાન કરે ત્યારે પણ એવી સ્પષ્ટતા કરવા નથી બેસતું કે હિન્દુનું રક્ત છે કે મુસ્લિમ. લોકો ધર્મના નામે ખોટી રાજનીતિ કરવાનો પ્રયત્ન કરે છે. મારી જે વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. એ ક્લિપમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે જ્યારે હું અલ્લા હુ અકબર બોલું છું ત્યારે સામે પાંચ હજાર લોકો હર હર મહાદેવનો નાદ કરે છે. એવું એક વખત નહીં હું અનેક વખત બોલી ચૂક્યો છું અને મારો હેતુ કોમી એકતાનો છે. ધર્મના નામે રાજનીતિ કરવાનો નહીં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત