Team Chabuk-Political Desk : ગુજરાતમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મતગણના ચાલી રહી છે. 81 નગર નિગમ, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે થયેલી ચૂંટણીમાં રવિવારે 60 ટકાથી વધારે મતદાન થયું હતું. નગર નિગમોમાં 58.82 ટકા મતદાન થયું હતું. ત્યાં જિલ્લા પંચાયતમાં 65.80 ટકા અને તાલુકા પંચાયતોમાં 66.60 ટકા મતદાન થયું હતું. કુલ 8,235 સીટ પર થયેલી ચૂંટણીમાં ભાજપના 8,161, કોંગ્રેસના 7,778 અને આમ આદમી પાર્ટીના 2,090 ઉમેદવારો મેદાને હતા.
ગીર સોમનાથમાં એક વોટથી વિજય
ગુજરાતના ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકા પંચાયતમાં ભાજપનો ઉમેદવાર એક વોટથી જીત્યો હતો. અમરેલીના ધારીમાં ભાડેલ સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને બે વોટથી વિજય મળ્યો હતો.
દેશમાં નહીં ચાલે વિભાજનની રાજનીતિ
ભાજપ નેતા સંબિત પાત્રાએ ગુજરાતના ચૂટણી પરિણામોને લઈ કહ્યું હતું કે, આજ ગુજરાતમાં જે પ્રકારે લોકલ બોડી ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. તેનાથી સિદ્ધ થાય છે કે દેશમાં વિભાજનની રાજનીતિ નહીં પણ માત્ર વિકાસની રાજનીતિ ચાલશે. આ માટે ગુજરાતની જનતા, ગુજરાતની ભાજપ સરકારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમામ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન.
ભયજનક પ્રદર્શન
બપોરે એક વાગ્યા સુધીમાં ભાજપ બેઠકો પર આગળ હતી જ્યારે બીજી બાજુ કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત ખરાબ દેખાય રહ્યું છે. કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓનાં આંગણે પણ તેમના જ ઉમેદવારો પરાજીત થયા છે.
આમ આદમી પાર્ટી 46 સીટો પર મળી જીત
ગુજરાતના નગર નિગમની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. બપોરના 11-30 વાગ્યા સુધીમાં આમ આદમી પાર્ટીને 46 સીટો પર જીત મળી ચૂકી હતી.
ભાજપનો દબદબો યથાવત્
231 તાલુકા પંચાયતોમાંથી 73માં ભાજપ, 11માં કોંગ્રેસ અને અપક્ષની ત્રણ પર આગળ છે. 31 જિલ્લા પંચાયતોમાંથી 28 પર ભાજપ આગળ ચાલી રહી છે. તો બીજી તરફ 81 નગરપાલિકાઓમાં ભાજપ 60થી આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ 6 અને અન્ય એક પર આગળ ચાલી રહી છે.
શહેર બાદ ગામડામાં પણ નુકસાન
ગુજરાતના શહેરો બાદ હવે કોંગ્રેસને ગામડાઓમાં પણ મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે. સાબરકાંઠામાં કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલનો પુત્ર યશ કોટવાલ તાલુકા પંચાયતની ચૂંટણી હારી ગયો છે. રાજ્યના 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ 20 પર આગળ ચાલી રહી છે.
બે જગ્યાએ ભાજપ તો એક જગ્યાએ કોંગ્રેસની જીત
તાલુકા અને પંચાયત ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. ભરૂચના અમોડ નગરપાલિકાના વોર્ડ નંબર 1, મહેસાણાના ઉંજા નગરપાલિકા વોર્ડ નંબર 1 અને મોરબી નગરપાલિકામાં ભાજપની પેનલની જ્યારે મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-1માં કોંગ્રેસની પેનલની જીત થઈ છે.
જામનગરમાં આમ આદમી પાર્ટીની જીત
મહેસાણા, કચ્છ સહિત 10 જિલ્લાઓમાં ભાજપના ઉમેદવાર આગળ વધી રહ્યા છે. ત્યાં જામનગર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીત મળી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત