Homeગામનાં ચોરેભાજપના અમિત માલવિયા મમતાને પાડી દેવા માગતા હતા ને પોતે જ પડી...

ભાજપના અમિત માલવિયા મમતાને પાડી દેવા માગતા હતા ને પોતે જ પડી ગયા

Team Chabuk-National Desk: બંગાળમાં બુલેટ ટ્રેનની સ્પીડે રાજનીતિ ચાલી રહી છે. ભાજપે આટલી કમર તો કોઈ રાજ્યમાં નહિં કસી હોય જેટલી બંગાળને જીતવા માટે કસી રહ્યું છે. એમાં આઈટી સેલને કેવી રીતે બાકાત રાખી શકાય જેના દમ વગર આજના જમાનામાં કોઈ પણ પક્ષ જીત મેળવી ન શકે. ભાજપના આઈટી સેલનાં અમિત માલવિયા બંગાળની ચૂંટણીમાં પણ એક્ટિવ મોડમાં છે. ટ્વીટર પર તેઓએ મમતા દીદીને પછાડવા માટે ટ્વીટ કરી અને થયું એવું કે પોતે જ પડી ગયા.

એમણે કહ્યું કે મમતા બેનર્જી તો દૂધ પર પોતાની યોજનાનું નામ લખાવીને પ્રચાર કરાવી રહ્યા છે. આચાર સંહિતા ચાલી રહી છે એવામાં સરકારની યોજનાના નામ ધરાવતા દૂધના પેકેટ વેચવામાં આવી રહ્યા છે. આ તો આચર સંહિતાનું ઘોર ઉલ્લંઘન છે. ટ્વીટમાં તેમણે લખ્યું કે, ‘‘મમતા સરકાર ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં પોતાની સફળ યોજના સ્વાસ્થ્ય સાથીનો પ્રચાર બંગાળમાં પ્રસિદ્ધ મધર ડેરીના પેકેટ દ્વારા કરાવી રહી છે. આ આદર્શ આચાર સંહિતાનું ઘોર ઉલ્લંઘન છે.’’

અમિત માલવિયાએ એ પછી ચૂંટણી આયોગ પર સીધા સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, શું ચૂંટણી આયોગ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ગડબડી પર ધ્યાન નથી આપી રહ્યું ?

હવે અમિત માલવિયાએ સૌથી મોટું બ્લન્ડર શું માર્યું એ જુઓ. સ્વાસ્થ્ય સાથી પશ્ચિમ બંગાળ સરકારની યોજનાનું નામ તો છે જ પણ સાથે સાથે ડેયરી પ્રોડક્ટ બનાવનારી મોટી પ્રોડક્ટ મધર ડેયરીની એક બ્રાન્ડનું નામ પણ છે.

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની કમ્પની IPACની સાથે કામ કરનારી મીડિયા એનાલિસ્ટ શ્રેયા ચેટર્જીએ ટ્વીટ કરીને આ વિશે આખી વાત સામે રાખી હતી.

તેમણે કહ્યું કે, સંજીવની, સ્વાસ્થ્ય સાથી, સુપ્રીમ, પ્રાણ સુધા મધર ડેયરીની તરફથી વેચવામાં આવતા દૂધની બ્રાન્ડ છે. મધર ડેયરી જે ડબલ ટોન્ડ દૂધ વેચે છે, તેનું નામ સ્વાસ્થ્ય સાથી છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પ્રશાંત કિશોર મમતા બેનર્જીની સાથે કામ કરી રહ્યા છે. દિલ્હીમાં કેજરીવાલની સરકારને જીતાવ્યા બાદ હવે તેઓ મમતા બેનર્જીની સરકારને જીત અપાવવા માટે વ્યૂહરચના ઘડી છે. જોઈએ પ્રશાંતની મહેનત રંગ લાવે છે કે પછી ભગવો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments