Homeગામનાં ચોરેભાજપનું ઘોષણાપત્ર બંગાળમાં જે વાત જોર જોરથી કહી રહ્યું છે તે અસમમાં...

ભાજપનું ઘોષણાપત્ર બંગાળમાં જે વાત જોર જોરથી કહી રહ્યું છે તે અસમમાં કેમ નથી કહી રહ્યું ?

Team Chabuk-Political Desk: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે તાબડતોડ મહેનત કરી રહેલા રાજકીય પક્ષોની મહેનત કેવી રંગ લાવે છે એ તો ભવિષ્ય જ બતાવશે. ટૂંક સમયમાં જ પ્રથમ ચરણના મતદાનની શરૂઆત થવાની છે. આ વચ્ચે ભાજપના ઘોષણાપત્રને લઈ ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી છે. બે ઘોષણાપત્ર. એક બંગાળનું અને બીજું અસમનું. બેઉંમાં વિરોધાભાસ ઉડીને આંખે વળગે છે.

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે થોડા દિવસો પહેલા જ બંગાળનું ઘોષણાપત્ર જાહેર કર્યું. જેમાં બંગાળને સોનાર બાંગ્લા બનાવી દેવાની વાત ઉચ્ચારવામાં આવી હતી. મંગળવારના રોજ અસમ માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. બંગાળમાં ભાજપ જ્યાં જોરશોરથી CAA લાગુ કરવા માટે મચી પડી છે. તો અસમમાં તેનો ઉલ્લેખ કરવાથી બચી રહી છે. માની લો અસમ માટે તેણે બીજા શબ્દો વાપરવાની શરૂઆત કરી દીધી છે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સહિતના રાજકીય પક્ષોની નજર બંગાળ અને અસમ ઉપર છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવવા માગે છે. અસમમાં ભારતીય જનતા પાર્ટી સત્તા બચાવવા માગે છે. બેઉં રાજ્યો માટે ભાજપે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. હવે વાત એ આવે છે જેના કારણે ભાજપ 2019ના સમગ્ર વર્ષ દરમિયાન ચર્ચામાં રહ્યું. NRC અને CAA. નાગરિકતા સંશોધન એક્ટ અને નેશનલ રજિસ્ટર ફોર સિટીઝન. બંને રાજ્યમાં આ બંનેને લઈ ભાજપ ઉત્તર-દક્ષિણ જોવા મળી રહી છે. અમિત શાહે જ્યાં બંગાળના ઘોષણાપત્રમાં સીએએ લાગુ કરવાની વાત કરી છે તો અસમમાં મૌન છે. અહીં સાચો એનઆરસી લાગુ કરવાની વાત કરવામાં આવી રહી છે.

અસમમાં શું કહે છે ?

અસમમાં ભાજપ કહી રહી છે કે, ઘુસણખોરોને બહાર કાઢીશું. તેમણે પોતાના સંકલ્પ પત્રમાં સીએએનો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો, કારણ કે જ્યારે બીજેપીના મોઢેથી આ વાત નીકળી હતી ત્યારે આસામ ભડકે બળ્યું હતું. માંડ માંડ સ્થિતિ કાબુમાં આવી હતી. સંકલ્પ પત્રમાં એનઆરસી વિષે કહેવામાં આવ્યું છે કે, અસમના સંરક્ષણ માટે સાચા એનઆરસી પર કામ કરવામાં આવશે. જેથી વાસ્તવિક ભારતીય નાગરિકોની રક્ષા કરી શકાય. આ વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્રારા આપવામાં આવેલા દિશા નિર્દેશોનું પાલન કરવામાં આવશે.

બંગાળમાં બીજેપીએ શું કહ્યું હતું ?

નાગરિકતા સંશોધન મુદ્દે ભાજપે બંગાળમાં તો સાવ અલગ જ રસ્તો પકડી લીધો છે. સાફ સાફ શબ્દોમાં કહે છે કે બંગાળમાં ભાજપની સરકાર બને છે તો સૌ પ્રથમ કાયદાને કેબિનેટમાં પાસ કરી દેવામાં આવશે. ભાજપે સ્પષ્ટ કહી દીધું છે કે બંગાળમાં જો ભાજપની સરકાર બને છે તો ઘુસણખોરો માટે બંગાળના દરવાજા બંધ કરી દેવામાં આવશે.

બીજેપી નાગરિકતા સંશોધન એક્ટ પર બંગાળમાં આક્રામક મૂડમાં છે. જેવી સત્તા આવી એ ભેગુ લાગુ. સતત ટીએમસીને ઘેરી રહી છે. તો બીજી બાજુ મમતા બેનર્જી કહે છે કે એ બંગાળમાં NRC, CAA, NPR લાગુ નહીં થવા દે. આ બેઉં મુખ્ય મુદ્દાઓથી અલગ બંગાળમાં બીજેપી જ્યાં સરકારી નોકરી, મહિલાઓ માટે આરક્ષણ, કિસાન સમ્માન નિધિ, માછીમારોને આર્થિક મદદ, ઘુસણખોરી પર રોક સહિતના વાયદાઓ કર્યા છે. તો અસમમાં કુલ દસ વાયદાઓ કરવામાં આવ્યા છે. જેમાં ત્રીસ લાખ પરિવારોને આર્થિક મદદ, બાળકોને મફત શિક્ષણ અને છાત્રાઓને સાઈકલ આપવાની વાત કહી છે. ભાજપ માટે અસમ જરૂરી છે પણ બંગાળ જેટલું નહીં. બંગાળમાં તો કોઈ પણ મોટી ઘટના હોય ખૂદ ગૃહમંત્રી ત્યાં જાય છે. અસમની સ્થિતિ તેનાથી વિપરિત છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments