Team Chabuk-National Desk: ટ્રેનમાં બેઠા હો ત્યારે ઘણા બીડીઓનાં ઠુઠાને હોઠે લગાવતા ધુમાડા કાઢતા હોય છે. ગરીબને આ કારણે શ્વાસ રુંધાઈ છે અને ભણેલાઓને સફોકેશન થાય છે. હવે જો કોઈ ધુમાડા કાઢશે તો તેનું આવી બન્યું. રેલવે યાત્રીઓને હવે ટ્રેનમાં ધુમાડા કાઢવા ભારે પડી શકે છે. ભારતીય રેલવેએ ટ્રેનમાં સફર દરમિયાન રેલવે પરિસરમાં સ્મોકિંગ કરનારાઓ પર કડક કાર્યવાહી કરવા માટે બાંઈ ચડાવી લીધી છે.
આગની ઘટનાઓ પર કાબુ મેળવવા માટે રેલવે દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓ હેઠળ જો કોઈ ધુમાડાવીર ટ્રેનમાં સ્મોકિંગ કરતા ઝડપાયો તો તેને જેલ મોકલી દેવામાં આવશે. સાથે જ મસમોટી કિંમત પણ ચૂકવવી પડી શકે છે.
રેલવે એક્ટ હેઠળ ટ્રેનમાં ધુમ્રપાન કરવું એ અપરાધ છે. જોકે તેના માટે હાલમાં દંડ પેટે માત્ર 100 રૂપિયા વસૂલવામાં આવે છે. દંડની કિંમત આટલી ઓછી હોવાના કારણે જ ધુમ્રપાન કરનારાઓ ચૂકવણુ કરી દે છે અને છટકી જાય છે. 100 રૂપિયાના કારણે જ ધૂમ્રવીરો પર રોક નથી લાગી શકતી. હવે સરકારે લાલ આંખ કરતા ન માત્ર દંડને ડબલ કરવાની કાર્યવાહીમાં લાગેલી છે પણ ધૂમ્રપાન કરનારને જેલના સળિયા ગણાવવા પણ તૈયાર થઈ છે.
હાલમાં જ દહેરાદૂન શતાબ્દિ એક્સપ્રેસ અને લખનઉ શતાબ્દિ એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં દહેરાદૂન શતાબ્દિમાં આગ લાગવા પાછળનું એવું કારણ તપાસમાં સામે આવ્યું હતું કે કોઈએ બાથરૂમમાં સિગરેટ પીધા બાદ તેને ઠાર્યા વિના ડસ્ટબિનમાં પધરાવી દીધી હતી. જેના કારણે કોચ ભડભડ સળગવા લાગ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત