Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણી પહેલા સ્થિતિ ગરમા ગરમ છે. પોત પોતાના સમીકરણોને ગોઠવવા માટે ધક્કામુક્કી થઈ રહી છે. આ માત્ર વાત નથી સત્ય હકીકત છે. ઘટના બની છે ભાજપનું જ્યાં એક હથ્થુ શાસન છે એવા ઉત્તર પ્રદેશમાં. લખમીપુર ખીરીમાં એક ઉમેદવારનું ફોર્મ પરત લેવડાવવા માટે ભાજપના નેતા અંદરો અંદર ફાઈટિંગ કરવા લાગ્યા. આ બે નેતાઓમાંથી એક તો ધારાસભ્ય પદ પર આરુઢ છે.
લખમીપુર ખીરીમાં બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલ એટલે કે બીડીસીની ઉમેદવારી પરત લઈને ભાજપના ધારાસભ્ય યોગેશ વર્મા અનેં નકહાના પૂર્વ બ્લોકના પ્રમુખ પવન ગુપ્તાની વચ્ચે બે બે હાથ થઈ ગયા. આ સમયે પવન ગુપ્તાના નાના ભાઈ સુનીલ ગુપ્તાએ ધારાસભ્ય યોગેશ વર્માનો કાઠલો પકડી લીધો અને ધક્કા મુક્કી કરી. આ ઘટના એટલી આગળ વધી ગઈ કે બાદમાં સુરક્ષાકર્મીઓએ વચ્ચે પડી મામલો થાડે પાડવો પડ્યો. જોકે ત્યાં સુધીમાં તો સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો અને ભાજપ વિરોધીઓ મૌજમાં આવી ગયા હતા.
एक भाजपा नेता और एक माननीय ने पंचायत चुनाव में नाम वापसी को लेकर मर्यादाओं को रखा ताक पर,लखीमपुर सदर BJP विधायक योगेश और नकहा ब्लाक प्रमुख पवन गुप्ता के बीच झड़प के साथ हुई हाथापाई,खीरी के खण्ड विकास अधिकारी कार्यालय में आचार संहिता लागू होने के बावजूद निकले असलहो से मचा हड़कंप pic.twitter.com/pKF1aiStRO
— Gopal Singh Journalist (@gopalsinghrjpm) April 11, 2021
આ સમગ્ર વાત એક યુવકના બીડીસી ફોર્મની સાથે સંકળાયેલી છે. તેણે લખમીપુર ખીરીના સદર કોતવાલી ખાતે નકહા બ્લોકથી ઉમેદવારી નોંધાવી હતી. વીડિયોમાં ધારાસભ્ય યોગેશ વર્મા તેને ફોર્મ પરત ખેંચી લેવાનું કહી રહ્યા છે. આ વચ્ચે યોગેશ વર્માની પવન ગુપ્તાની સાથે અંટસ થઈ જાય છે. પવન ગુપ્તા કહી રહ્યા છે કે ઉમેદવારી તો કોઈ પણ સ્થિતિમાં પરત નહીં લે. સામસામે જીભાજોડી થવા લાગી. એકબીજામાંથી કોઈ નમવા તૈયાર ન હતું. આખરે વાત કાઠલા પકડવા સુધી આવી ગઈ.
આ વીડિયોમાં એક વ્યક્તિ ધારાસભ્યનો કાઠલો પકડીને તેને ખેંચવાનો પ્રયત્ન કરે છે. આ વચ્ચે પવન ગુપ્તાના નાના ભાઈ સુનીલ ગુપ્તા પોતાની લાઈસન્સ વાળી બંદૂક લઈ દેખાડે છે. એવામાં સુરક્ષાકર્મીઓ અને પોલીસ વચ્ચે આવી જાય છે. એક કલાક સુધી ચડસાચડસીનો માહોલ બરકરાર રહે છે.
સદરના ધારાસભ્ય યોગેશ વર્માનું કહેવું છે કે, તમામ પદાધિકારીઓએ એક મહિલા ઉમેદવારને બીડીસીની ચૂંટણી લ઼ડવા માટે ઊભી રાખવાનું નક્કી કર્યું હતું. જોકે પવન ગુપ્તા આ વાત માનવા તૈયાર નહોતા તેમણે એક નોખી લીટી તાણી હતી. જેમાં તેઓ બીજા એક યુવકને ઊભો રખાવી ચૂંટણી લડાવા માગતા હતા. આ કારણે જ એમણે વિરોધ કર્યો હતો.
આ સમગ્ર ઘટના બની ત્યારે કોઈએ વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. જિલ્લા પ્રશાસનમાં વીડિયો જોયા પછી ભૂકંપ આવી ગયો છે. સદરના એસડીએમ ડો અરુણ કુમાર સિંહ અને સીઓ સિટી અરવિંદ વર્મા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે બેઉં પક્ષોને સમજાવીને શાંત કર્યા હતા. બંને પક્ષો બ્લોક પરિસરમાંથી બહાર ચાલ્યા ગયા. આ વચ્ચે સૂચના મળતા ડીએમ શૈલેન્દ્ર કુમાર અને એસપી વિજય ઢુલ પણ ફોર્સ લઈને આવી પહોંચ્યા. જોતજોતામાં બ્લોક પરિસર છાવણીમાં તબ્દિલ થઈ ગયું. થોડી વાર બાદ બ્લોક પરિસરમાં સમગ્ર પ્રક્રિયા પુન:વેગવંતી બની અને વાતાવરણ સામાન્ય થયું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત