Homeગામનાં ચોરેપ્રધાનમંત્રીની પાર્ટીના નેતાની ભીષ્મ પ્રતિજ્ઞા- જ્યાં સુધી દેશમાંથી કોરોના મહામારી નેસ્તાનાબુદ નથી...

પ્રધાનમંત્રીની પાર્ટીના નેતાની ભીષ્મ પ્રતિજ્ઞા- જ્યાં સુધી દેશમાંથી કોરોના મહામારી નેસ્તાનાબુદ નથી થઈ જતી ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરું

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના નગર વિકાસ રાજ્યમંત્રી મહેશ ગુપ્તાએ ભીષ્મ પ્રતીજ્ઞા લીધી છે કે જ્યાં સુધી દેશમાંથી કોરોના મહામારી નેસ્તાનાબુદ નથી થઈ જતી ત્યાં સુધી તેઓ અન્ન ગ્રહણ નહીં કરે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ પાછલા પાંચ વર્ષથી અન્ન ગ્રહણ નથી કરી રહ્યા. રાજ્યમંત્રી મહેશ ગુપ્તાએ કહ્યું હતું કે, મેં આતંકવાદના નાશ માટે અન્નગ્રહણ ના કરવાનું પ્રણ લીધું હતું. આજે એનું જ પરિણામ છે કે દેશમાં આતંકવાદ પોતાનો અંતિમ શ્વાસ લઈ રહ્યું છે અને તેની કમર ભાંગી ચૂકી છે.

રાજ્યમંત્રી મહેશ ગુપ્તાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રના નાયક જ નહીં, પણ વિશ્વના નાયક કહ્યા હતા. ગુપ્તાએ કહ્યું કે, મોદીએ બ્રાઝીલને સંજીવની આપી છે. અમેરિકા પણ પીએમ મોદીની નીતિઓ પર ઓળઘોળ થઈ જાય છે. બીજી લહેર ચાલતી હતી ત્યારે અમારા મુખ્યમંત્રીએ સતત પ્રદેશનો પ્રવાસ કર્યો છે. જેમાં તેઓ ખૂદ પણ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. તેમણે પોતાના જીવનની ચિંતા નહોતી કરી અને પ્રદેશની જનતાના પ્રાણોની રક્ષા માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું હતું.

મહેશ ગુપ્તાએ કહ્યું કે, આજે તેમના જ આકરા તપનું ફળ છે કે ઉત્તર પ્રદેશ વિકરાળ થઈ ચૂકેલી કોરોના મહામારીની સામે ખૂદને સ્થિર રાખી શક્યું છે. કોરોનાની ત્રીજી સંભવિત લહેરને જોતા પ્રદેશ સંપૂર્ણ રીતે તૈયાર છે. બાળકો માટે અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જરૂરી મશીનરી લગાવી દેવામાં આવી છે.

રાજ્યમંત્રી ગુપ્તાએ કહ્યું કે, બીજા દેશોની તુલનામાં જોવામાં આવે તો પીએમ મોદી અને સીએમ યોગીએ વૈશ્વિક મહામારીને સંપૂર્ણ રીતે કાબુમાં કરી લીધી છે. જોકે હવે ત્રીજી લહેરની વાતો સામે આવી રહી છે. જે માટે સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. હું પ્રાર્થના કરું છું કે ત્રીજી લહેર ભારત અને ઉત્તર પ્રદેશમાં આવે જ નહીં. જેથી મેં ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે કે કોરોના નામનો શત્રુ મારા પ્રિય ભારતમાંથી, સમગ્ર વિશ્વમાંથી જ્યાં સુધી નાબુદ ન થઈ જાય ત્યાં સુધી હું અન્ન ગ્રહણ નહીં કરું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments