Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના બૈતૂલના આમલામાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. જેમાં રોષે ભરાયેલા પરિવારજનોએ યુવકને કુહાડીથી કાપી નાખ્યો હતો. છોકરીના પિતાએ એક યુવકની સાથે સ્કુટીની પાછળ પોતાની પુત્રીને બેસેલી જોતા પિત્તો ગુમાવ્યો હતો. નારાજ અને ગુસ્સે ભરાયેલા બાપે યુવકની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી. જેમાં તેનો પૂરો સાથે તેનો દીકરાએ પણ નિભાવ્યો હતો. આરોપીઓએ યુવકની હત્યા કરી તેનો મૃતદેહ ખેતરમાં ફેંકી દીધો હતો. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
18 જુલાઈના રોજ લાખાપુર ગામમાં ખેતરના નાળાની પાસે આમલાના રહેવાસી સૂરજ નામના યુવકની લોહીથી લથબથ લાશ મળી આવી હતી. એ હોટલમાં વેઈટરનું કામ કરતો હતો. યુવકની હત્યા ગામના 40 વર્ષીય પુરુષ કિશોરી ઉઈકે અને તેના દીકરા ઈમરત ઉઈકેએ કુહાડી દ્વારા કરી હતી. એ પછી લાશને ખેતરની નજીક આવેલ ગટરમાં ફેંકી દીધી હતી.
આ સમગ્ર વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પોલીસ અધિકારીઓ તપાસ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 17 જુલાઈની રાતે લાખાપુરામાં આમલાનો એક યુવક મિત્રની સાથે પોતાની પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો. છોકરી ઘરેથી નીકળી મંદિરની પાસે આવી હતી. સ્કૂટી પર બેસીને બંનેની વચ્ચે ઘણા સમય સુધી વાતચીત ચાલી હતી. છોકરીના પિતા કિશોરી ઉઈકે અને તેના દીકરાએ આ આખી ઘટના જોઈ લીધી હતી.
યુવક પ્રેમિકાને મળ્યા બાદ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે છોકરીના પિતા અને ભાઈએ તેને રોકવાની કોશિશ કરી હતી, પણ યુવક રોકાયો નહોતો. જેથી પિતા અને પુત્રએ સ્કૂટીને ધક્કો મારી પાડી દીધી હતી. યુવક જમીન પર ગબડી પડતા પિતા અને પુત્ર તેને ઢીંકા પાટાનો માર મારવા લાગ્યા હતા. તેનાથી મન ન ભરાતા બાપ અને દીકરાએ કુહાડીથી યુવક સૂરજનું કાસળ કાઢી નાખ્યું હતું. મારી નાખ્યા બાદ ગામની બહાર આવેલ નાળામાં યુવકના લોહીથી લથબથ મૃતદેહને ફેંકી ભાગી છૂટ્યા હતા.
ગ્રામીણોએ આપેલી સુચના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે આ બંને હત્યારા બાપ અને દીકરાને પકડ્યા હતા. જોકે બંને પહેલાથી પ્લાન ઘડીને આવ્યા હોય, વાતને ફેરવતા રહ્યા હતા. આખરે પોલીસે કડક શબ્દોમાં પૂછતાછ કરતા હત્યારાઓએ સત્ય હકીકત ઓકી નાખી હતી અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત