Homeતાપણુંગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, ‘કેરળમાં ભાજપ જ આવશે…’

ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, ‘કેરળમાં ભાજપ જ આવશે…’

Team Chabuk-National Desk: પાંચે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ પ્રચાર કરી રહી છે. એવામાં કેરળનું રાજ્ય ફતેહ કરવાની દિશામાં નીકળેલા ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના ત્રિપ્પુનિથુરામાં રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન કોંગ્રેસ પાર્ટી પર તેમણે શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસને કનફ્યૂઝન પાર્ટી તરીકે મૂલવી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અહીં કોમ્યુનિસ્ટ પાર્ટીની વિરૂદ્ધમાં ચૂંટણી લડી રહી છે અને બંગાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની સાથે ચૂંટણી લડી રહી છે.

શાહે કોંગ્રેસની કન્ફ્યુઝન પાર્ટી ગણાવતા આ વિષે કહ્યું કે, ખૂબ જ કન્ફ્યુઝન છે. તેમનું નેતૃત્વ પણ કન્ફ્યુઝન અને પાર્ટી પણ કન્ફ્યુઝન. તેમણે કહ્યું કે, કેરળની જનતા એલડીએફ અને યૂડીએફથી ચિંતિત છે. અહીંની જનતા ભાજપને એક વિકલ્પની રીતે જોઈ રહી છે. અને નિશ્ચિત રૂપથી કહી શકું છું કે અમે કેરળમાં જંગી બહુમતિથી જીતીશું.

કેરળના વિકાસ અને પર્યટન મોડલની સાથે સાથે ત્યાંની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, એક સમયે કેરળ વિકાસ અને પર્યટનનું મોડલ હતું. સૌથી શિક્ષિત અને શાંતિપ્રિય રાજ્ય તરીકે ઓળખાતું હતું. પણ એલડીએફ અને યૂડીએફની સરકારોએ કેરળને ભ્રષ્ટાચારનું મોડલ બનાવીને રાખ્યું છે.

અમિત શાહે કેરળના મુખ્યમંત્રીનું નામ લીધા વગર કહ્યું હતું કે, કેરળની જનતાને હું એમ કહેવા માગુ છું કે જે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય, એમના પ્રધાન સચિવ, પ્રધાન સચિવ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી મહિલા, તસ્કરીમાં સામેલ હોય એ જ મુખ્યમંત્રીને ફરીથી સત્તા સ્થાને ચૂંટવાનો શું અર્થ છે? કેન્દ્રિય ગૃહમંત્રીએ કહ્યું કે કેટલાક પત્રકારો એવું કહી રહ્યાં છે કે ઈડી ભેદભાવ રાખી તપાસ કરી રહી છે. શું ગોલ્ડ સ્કેમનો મુખ્ય આરોપી તમારા કાર્યકાળમાં કામ કરતો હતો કે નહીં ? શું તમારી સરકારે આરોપીને ત્રણ લાખ રૂપિયાનો માસિક પગાર આપ્યો હતો કે નહીં ?

શાહનો એલડીએફ પર આરોપ

એલડીએફ સરકારે સમગ્ર પ્રશાસનને પોતાની કેડરમાં બદલવાનું કામ કર્યું છે. પોતાની પાર્ટીના કેડરને સરકારી પદ અપાવવા માટે, પબ્લિક સર્વિસ કમિશનને રિમોટ કન્ટ્રોલથી આ લેફ્ટ પાર્ટીઓ ચલાવે છે. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, અમૃત યોજનાના માધ્યમ દ્વારા 1100 કરોડ રૂપિયાથી શહેરોને અપગ્રેડ કરવાનું કામ ચાલી રહ્યું છે. નેશનલ હાઈવે માટે 65,000 કરોડ રૂપિયા કેરળ માટે આપવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. કોચ્ચિ મેટ્રોના વિકાસ માટે 1957 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે મોકલ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments