HomeસિનેમાવાદDrishyam 2 : અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ની કમાણી 100 કરોડને પાર,...

Drishyam 2 : અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ની કમાણી 100 કરોડને પાર, જાણો કુલ કલેક્શન

Team Chabuk-Entertainment Desk: બોલીવૂડ અભિનેતા અજય દેવગન અને તબુ સ્ટારર ફિલ્મ ‘દ્રશ્યમ 2’ (Drishyam 2) તેની રિલીઝના સાતમા દિવસે પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મે શાનદાર કમાણી કરતા 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પ્રથમ દિવસથી જ આ ફિલ્મ ખૂબ જ શાનદાર કમાણી કરી રહી છે. દર્શકોને બોક્સ ઓફિસ સુધી ખેંચી લાવવામાં આ ફિલ્મ ખૂબ જ સફળ રહી છે. ‘દ્રશ્યમ 2’ની રિલીઝ પહેલા જ ફિલ્મનું એડવાન્સ બુકિંગ થઈ ગયું હતું, એટલે જ પહેલા દિવસે ફિલ્મ જોવા માટે લોકોની ભારે ભીડ પહોંચી ગઈ હતી.

પહેલા દિવસની કમાણીની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 15.38 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે પણ ફિલ્મના કલેક્શનમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ફિલ્મે બીજા દિવસે 21.59 કરોડની રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. ત્રીજા દિવસની કમાણીની વાત કરીએ તો ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. એટલે કે ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી 61.97 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ચોથા દિવસે પણ ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ચોથા દિવસે ફિલ્મે 11 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જે બાદ કુલ કમાણી 76.01 કરોડ રૂપિયા થઈ ગઈ છે. પાંચમા દિવસની વાત કરીએ તો ફિલ્મે પાંચમા દિવસે 10.48 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે ફિલ્મની કુલ કમાણી 86.49 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફિલ્મે છઠ્ઠા દિવસે એટલે કે બુધવારે 9.55 કરોડની કમાણી કરી છે. જે બાદ કુલ કમાણી 96.04 કરોડ થઈ ગઈ છે. બીજી બાજુ, 7માં દિવસે, ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કર્યો અને 9 કરોડનું કલેક્શન કર્યું. હવે ફિલ્મની કુલ કમાણી 104 કરોડને પાર કરી ગઈ છે.

અજય દેવગનની ફિલ્મ ‘દૃશ્યમ 2’નું કલેક્શન વધતું જાય છે. વર્કિંગ ડે હોવા છતાંય સોમવાર, 21 નવેમ્બરના રોજ ફિલ્મે 11.87 કરોડનો વકરો કર્યો હતો. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સો.મીડિયામાં ફિલ્મના કલેક્શન અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘દૃશ્યમ 2’ શાનદાર રીતે કમાણી કરી રહી છે.

અભિષેક પાઠકના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અજય દેવગન, તબુ, શ્રિયા સરણ તથા અક્ષય ખન્ના લીડ રોલમાં છે. ફિલ્મના પહેલા ભાગને નિશિકાંત કામતે ડિરેક્ટ ક્યો હતો. જોકે, તેમનું અવસાન થતાં બીજા ભાગને કુમાર મંગત પાઠકના દીકરા અભિષેકે ફિલ્મને ડિરેક્ટ કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments