Homeતાપણુંસનરાઈઝ ઓવર અયોધ્યા: જેમને રાજનીતિ કરવી છે તેમને કરવા દો, જેને પુસ્તક...

સનરાઈઝ ઓવર અયોધ્યા: જેમને રાજનીતિ કરવી છે તેમને કરવા દો, જેને પુસ્તક લખવું છે એ લખશે

Team Chabuk-Political Desk: સનરાઈઝ ઓવર અયોધ્યા પુસ્તકને લઈ છેલ્લા બે દિવસથી સલમાન ખુર્શીદ અને હિંદુવાદી સંગઠનોની વચ્ચે તકરાર ચાલી રહી છે. શુક્રવારના રોજ તેના લેખક અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે આ વાત પર સ્પષ્ટતા આપી હતી. મીડિયા સાથેની ચર્ચામાં ખુર્શીદે કહ્યું હતું કે, ‘મારું પુસ્તક હિંદુ-મુસ્લિમ એકતા માટે છે. અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લોકોને સમજાવવા માટે છે કે એ સારો નિર્ણય છે. આવો આપણે એકસાથે મળીએ અને જોડાઈએ.’

ખુર્શીદે કહ્યું, ‘જેમને રાજનીતિક કરવી છે તેમને કરવા દો, જેને પુસ્તક લખવું છે એ લખશે. મને લાગે છે કે તેમને ડર લાગી રહ્યો છે. જે લોકો પણ ધર્મનો દુરુપયોગ કરે છે તેને રિજેક્ટ કરી દો.’ પૂર્વ કેન્દ્રિય કાયદા મંત્રી ખુર્શીદે પોતાના નવા પુસ્તકમાં અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયેલા નિર્ણયને વિસ્તારપૂર્વક લખ્યો છે. તેમણે હિન્દુત્વની તુલના આતંકી સંગઠન જેવા કે આઈએસઆઈએસ અને બોકો હરમની સાથે કરી છે. જેને લઈ ભાજપ અને આરએસએસે તેમને ચારેબાજુથી ઘેરી લીધા છે. તેઓએ કરેલી તુલનાથી હિંદુવાદી સંગઠનો ગુસ્સામાં છે. ખુર્શીદ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

advertisement-1

બીજી બાજુ કોંગ્રેસે પહેલા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના નિવેદનના માધ્યમથી અને બાદમાં રાહુલ ગાંધી દ્વારા આ બુકને લઈ પાર્ટી તરફથી સ્પષ્ટતા આપી હતી. ગુલામ નબી આઝાદ અને રાહુલ ગાંધીએ પણ હિંદુત્વને ખારીજ કરતા સનાતન હિંદુ ધર્મને મહત્વ આપવા પર જોર આપ્યું હતું.

advertisement-1

ગોવાના મુખ્યમંત્રી અને ભાજપ નેતા પ્રમોદ સાવંતે શુક્રવારે કોંગ્રેસ પર હિંદુઓના પ્રત્યે ઘૃણા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમની ટીપ્પણી સલમાન ખુર્શીદના પુસ્તકમાં હિંદુત્વ સાથે સંલગ્ન વાત પર આવીને અટકી. સાવંતે ટ્વીટ કર્યું હતું કે, કોંગ્રેસ એક ખાસ વર્ગને ખુશ કરવા માટે કોઈ પણ સ્તર પર પડી શકે છે. વોટ સિવાય, આ હિંદુઓ પ્રત્યે તેમની નફરતમાંથી નીકળે છે. સલમાન ખુર્શીદનું પુસ્તક હિંદુ સમુદાયનું અપમાન છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments