Homeગામનાં ચોરેતલાકની વાત પર પત્ની નારાજ થઈ, પતિની હત્યા કરી પ્રાઈવેટ પાર્ટ કાપી...

તલાકની વાત પર પત્ની નારાજ થઈ, પતિની હત્યા કરી પ્રાઈવેટ પાર્ટ કાપી તેલમાં તળી નાખ્યાનો આરોપ

Team Chabuk-International Desk: બ્રાઝિલમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક પત્ની પર પતિની હત્યાનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં આરોપ છે કે, હત્યા બાદ પતિના પ્રાઈવેટ પાર્ટને ગરમ તેલમાં નાખી દીધું. 33 વર્ષની ક્રિસ્ટિના રોડ્રિગેજ મશાડો નામની મહિલાએ આ અત્યંત ક્રૂર ઘટનાને અંજામ આપ્યો હોવાનો આરોપ છે. બનાવની જાણ થતાં જ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

આરોપી મહિલા બ્રાઝિલના સાઓ ગોનકાલોમાં પોતાના પતિ સાથે રહેતી હતી. મહિલાનો તેના પતિ સાથે અવારનવાર ઝઘડો થતો હોવાની વિગતો પણ સામે આવી છે. થોડા સમય પહેલાં પણ આવી રીતે કોઈ વાતે ઝઘડો શરૂ થયો હતો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મહિલાના પતિએ તેને તલાક આપવાની વાત કહી દીધી હતી. તલાકની વાતથી મહિલા પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શકી ન હતી અને વહેલી સવારે 4 વાગ્યે પતિની હત્યા કરી દીધી. 

પોલીસની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી તો તેઓ ચોંકી ઉઠ્યા હતા કારણ કે મૃતકના પ્રાઈવેટ પાર્ટને મહિલાએ ફ્રાઈંગ પેનમાં તેલ સાથે તળી નાખ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બંને વચ્ચે સંબોધો પૂરા કરવા બાબતે જ ઝખડો થયો હતો. બંને છેલ્લા દસ વર્ષથી સાથે રહેતા હતા. બે વર્ષ માટે બંને અલગ પણ થયા હતા જો કે, ફરી એક બીજા સાથે રહેવા લાગ્યા હતા. દંપતીને એક આઠ વર્ષનો દીકરો અને પાંચ વર્ષની દીકરી છે. પતિ-પત્ની એક પિઝા શોપ ચલાવતા હતા.

પોલીસે મહિલાના ઘરમાંથી એક ચાકુ જપ્ત કર્યું છે. આ મુદ્દે મહિલાના વકીલે પ્રતિક્રિયા આપી હતી કે, મહિલાએ સેલ્ફ ડિફેન્સમાં આ પગલું ઉઠાવ્યું છે. વકીલે આરોપ લગાવ્યો કે, ક્રિસ્ટિનાનો પતિ તેને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. વકીલે કહ્યું કે, ક્રિસ્ટિનાને તેણે જે કર્યું તેનો અફસોસ છે અને તેણે કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યા વગર પોલીસને આત્મસમર્પણ કરી દીધુ હતું.

હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે, આરોપી મહિલા માનસિક રીતે બીમાર છે કે કેમ. શું તેને કોઈ માનસિક રોગ હતો જેના કારણે તેણે આટલું ક્રૂર પગલું ભર્યું ?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments