Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના મેરઠમાં લૂંટારી દુલ્હને શોર મચાવીને રાખ્યો છે. જેમાં એક વ્યક્તિ દુલ્હનના કારણે દેવાળીયો થઈ ગયો છે. લગ્ન બાદ વધુ કારમાં બેઠી અને નકદ રકમ, ઝવેરાત, દાગીના લઈ એક બે ત્રણ થઈ ગઈ. પીડિત વ્યક્તિએ લૂંટારી દુલ્હનની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મેરઠના પરતારપુર વિસ્તારમાં આ ઘટના બની હતી. જ્યાં મુઝફ્ફનગરમાં રહેનારો એક ખેડૂત વ્યક્તિ લૂંટારી દુલ્હનનો શિકાર બની ગયો. પીડિત લગ્નવાંચ્છુક હતો. આ માટે તેણે એક વચેટિયાની મદદ લીધી હતી. તેણે વચેટીયાને એક લાખ રૂપિયા આપ્યા હતા અને દુલ્હનનો બંદોબસ્ત કરાવ્યો હતો. વધુ આવી અને એકબીજાને ગમ્યાં. એ પછી દુલ્હને મંદિરમાં સાત ફેરા લીધા. એક લાખ નકદ ધનરાશિ અને દાગીના લઈને ભાગી ગઈ. આકાશ અને પાતાળ એક કર્યા બાદ પણ આ લૂંટેરી દુલ્હનનો કોઈ અતો પતો લાગ્યો નહીં.
મુઝફ્ફરનગરના બુઢાના ખાતેના રહેવાસી દેવેન્દ્રના કહ્યા અનુસાર તેનો સંપર્ક ગાઝિયાબાદના રાજ નગર એક્સટેન્શન નિવાસી સંદીપની સાથે થયો હતો. જેણે તેનો એક યુવતી સાથે પરિચય કરાવ્યો હતો અને લગ્નની વાત પણ નક્કી કરી લીધી હતી. રવિવારના રોજ યુવતી અને દેવેન્દ્રના પક્ષના લોકો પરતારપુર સ્થિત ગ્રામ ભૂડૂબરાલના શિવ મંદિરમાં આવ્યા હતા. જ્યાં હિન્દુ રિતિરિવાજની સાથે બંનેના વિવાહ કરવામાં આવ્યા હતા. એ પછી વચેટિયાને નક્કી કરવામાં આવેલ ધનરાશિ આપીને દેવેન્દ્ર વધુને લઈ મુઝફ્ફરનગર આવવા રવાના થયો હતો.
વર મનમાં સુહાગરાતની કલ્પનાઓ કરી રહ્યો હશે ત્યાં યુવતીએ હાઈવેની વચ્ચે કારને ઊભી રખાવી અને જમવું છે એમ કહ્યું. એ પછી દુલ્હન અને જેના પર આરોપ છે તે વચેટિયો સંદીપ પણ પોતાની કળા કરી ગયો. સંદીપ અને આ વધુ ફરાર થઈ ગયા.
પોતે ઠગાઈ ગયો છે તેની ખબર પડતા પીડિતે પરતાપુરમાં ન્યાય માગ્યો હતો. પીડિતે આપવીતી જણાવી એ આધાર પર પોલીસે કેસ ફાઈલ કર્યો હતો અને આરોપીઓની શોધ શરૂ કરી દીધી હતી. હાલ હોટલ અને મંદિરના આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે યુવતી અને યુવક બંનેને તાત્કાલિક શોધી લેવામાં આવશે અને પીડિતને ન્યાય અપાવવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત