Team Chabuk-National Desk: ઓરિસ્સાના કેન્દ્રપાડામાં રવિવારની સવારે એક મહિલાએ ખાનગી નર્સિંગ હોમમાં એક એવી બાળકીને જન્મ આપ્યો હતો જેના બે મોઢા અને ત્રણ હાથ છે. આ એક દુર્લભ મેડિકલ કન્ડિશન છે. જન્મેલી બાળકીને જોયા બાદ ડોક્ટરો પણ વિસ્મયમાં ગરકાવ થઈ ગયા હતા.
આ મહિલા બીજી વખત માતા બની છે. બાળકીના બંને ચહેરાના નાક અને મોઢું સંપૂર્ણ રીતે વિકસિત છે. બંને મોઢાથી બાળકીને આહાર આપવામાં આવી રહ્યો છે. બંને નાક વડે બાળકી શ્વાસ પણ લઈ રહી છે.
કેન્દ્રપાડાની ખાનગી હોસ્પિટલમાં સિઝેરિયન દ્વારા ઓપરેશન કરી રવિવારે આ બાળકીનો જન્મ કરાવવામાં આવ્યો હતો. બાદમાં માતા અને બાળકીને કેન્દ્રપાડાની ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. એ પછી તેની ખાસ કાળજી રાખવા માટે કટકના સરદાર વલ્લભભાઈ પટેલ પીજી ઈન્સસ્ટિટ્યુટ ઓફ પેડિયાટ્રિક્સ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
હાલ બાળકીની તબિયત સ્થિર જણાવવામાં આવી રહી છે. કેન્દ્રપાડાના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટ્સ હોસ્પિટલના ડોક્ટરોએ પુષ્ટી કરી છે કે આ સિયામીજ ટ્વિન્સનો કેસ છે. બાળકીના માતા પિતા રાજનગર વિસ્તારના કાની ગામના છે. DHH કેન્દ્રપાડાના પેડિયાટ્રિક કન્સલટન્ટ ડો. દેવાશીષ સાહુએ કહ્યું કે, જોડાયેલા જોડીયા બાળકોની જન્મજાત દુર્લભ પરિસ્થિતિ હોય છે. જે છાતી અને પેટ સાથે જોડાયેલા હોય છે. આ સ્થિતિને ફ્યૂઝનના કારણે એમ્બ્રિયો જેનેસિસ કહેવામાં આવે છે. ડો.સાહુના જણાવ્યા અનુસાર આ મેડિકલ વિસંગતિના વિષે વિસ્તારથી જાણી શકાય છે.
ડો.સાહુના જણાવ્યા અનુસાર આ પ્રકારની અસામાન્ય જન્મની ઘટનાઓ હવે ખૂબ ઓછી થઈ ચૂકી છે, કારણ કે હવે લોકો જાગૃત થવા લાગ્યા છે. જોકે હજુ પણ કેટલાક ગ્રામીણ ક્ષેત્રો છે જ્યાં ગર્ભવતી મહિલાઓ સમયસર દવાઓ લેવાનું ધ્યાન નથી રાખતી. જે ફોલિક એસિડની દવાઓ લેવાનું છોડી દે છે અને બાદના સ્ટેજમાં અલ્ટ્રાસાઉન્ડ પણ નથી કરાવતી જેનાથી વિસંગતિની ખબર પડી શકે.
આદિવાસી બહુલ સુંદરગઢના જિલ્લા પ્રશાસને માતૃજ્યોતિ નામથી ગર્ભવતી મહિલાઓની સારસંભાળ માટેના કાર્યક્રમની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ નિયમિત સ્વાસ્થ્ય ચેકઅપ કરાવવામાં આવે છે. માતૃજ્યોતિ કાર્યક્રમ હેઠળ મફતમાં ચાર અલ્ટ્રાસાઉન્ડ ચેકઅપ અને અન્ય એન્ટી નેટલ ટેસ્ટ કરવામાં આવે છે. જેથી મહિલા અને તેના ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યની સુરક્ષા કરી શકાય.
હાલ બાળકીના પિતાએ ઓરિસ્સા સરકાર પાસે બાળકીની સારવારની મદદ માગી છે. આ પહેલા ખભાથી જોડાયેલા બાળકોને અલગ કરવાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એમ્સ દિલ્હીમાં થયેલા આ ઓપરેશનનો તમામ ખર્ચ પણ ઓરિસ્સાની સરકારે ઉઠાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત