હડબડી મચાવી રાખી હતી. કોરોનાની વેક્સિન ક્યારે આવશે ? ક્યારે આવશે? આવી ગઈ-પણ બ્રિટનમાં. આપણે અહીં નહીં. હડબડી તો મચાવી રાખી હતી વેબસાઈટ અને મીડિયેન્દ્રોએ પણ. વેક્સિનનું બ્રેકિંગ કોણ પહેલા મારે. વેક્સિન ભારતથી કેટલી દૂર છે મિત્રો. એટલી જ દૂર છે જેટલી ગણેશ ગાયતોંડેએ બંટીને કહ્યું હતું.

તો યુનાઈટેડ કિંગડમ અર્થાત્ યુકે અર્થાત્ બ્રિટન અર્થાત્ ગ્રેટ બ્રિટન જેવા વિવિધ તખલ્લુસો ધરાવતા ગ્રેટ બ્રિટનમાં રસી આવી ગઈ છે અને આવતા અઠવાડિયાથી ટીકારણની વિધિ શરૂ થઈ જશે. ચાલો 2020નો છેલ્લો મહિનો છે ત્યારે કોઈ જગ્યાએથી તો સારા સમાચાર આવ્યા. એક મિનિટ તો ગઈકાલ ગોવાબાપાએ લખ્યું કે, કિમ જોંગે ચીન પાસેથી મંગાવીને ઉતાવળે વેક્સિન લગાવી લીધી એ કઈ ?

યુનાઈટેડ કિંગડમે ફાઈઝર અને બાયોએનટેકની કોરોના વેક્સિન પર મંજૂરીની મહોર મારી દીધી છે. અમેરિકા અને યુરોપીય સંઘના નિર્ણય પહેલા ફાઈઝર અને બાયોએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી દેનાર યુનાઈટેડ કિંગડમ પશ્ચિમનો પ્રથમ દેશ બન્યો છે. હવે આ વેક્સિન આગામી અઠવાડિયે લોકોને આપવામાં આવશે.
થોડા સમય પહેલા જ ફાઈઝર કંપનીએ એવું નિવેદન પ્રસારીત કર્યું હતું કે લેબોરેટરીમાં અમે કોવિડ-19ની વેક્સિન બનાવવામાં સફળ થયા છીએ. આ સમયે બ્રિટનની લેબની અંદરનું એક્સક્લુઝિવ દૃશ્ય પણ અમે તમને બતાવીએ. નીચે જોઈ લો.

ફાઈઝરનો દાવો છે કે વેક્સિન 96 ટકા અસરદાર છે. હજુ ગઈકાલે જ જર્મનીની બાયોફાર્માસ્યૂટિકલ કંપની બાયોએનટેક અને તેની અમેરિકન ભાગીદારી ફાઈઝરે યૂરોપિય સંઘની સામે વેક્સિન રજીસ્ટર કરવા માટે ઔપચારિક આવેદન આપ્યું હતું.
બ્રિટનની મેડિસિન અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલારિટી એજન્સીએ ફાઈઝર અને બાયોએનટેક કોરોના વાઈરસ વેક્સીનના આકલનને મંજૂરી આપી દીધી છે. (સાચું કઉં આ બે લિટી મેં ગુજરાતીમાં લખી કે અંગ્રેજીમાં એ જ ખબર નથી પડતી) આ એજન્સી એ પણ નિર્ધારિત કરવાની સમગ્ર પ્રક્રિયામાં છે કે શું ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિન કઠોર સુરક્ષા માપદંડને પૂર્ણ કરે છે કે નહીં.
બ્રિટનના મંત્રી નાદિક જહાવી દ્વારા મીડિયા રિપોર્ટ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જ્યાં કહેવામાં આવ્યું કે, જો તમામ વસ્તુ યોજના મુજબ થાય છે. અને ફાઈઝર અને બાયોએનટેક દ્વારા વિકસિત વેક્સિનને મંજૂરી મળે છે તો તેના થોડા કલાકોમાં જ વેક્સિનનું ટીકાકરણ અને તેનું વિતરણ શરૂ કરી દેવામાં આવશે.
કંપનીએ દાવો કર્યો છે કે ત્રીજા ચરણમાં આ વેક્સિન 90 સફળ રહી છે. કંપની ફાઈઝરના અધ્યક્ષ અને સીઈઓ ડો. અલ્બર્ટ બોરેલાએ કહ્યું છે કે, વિજ્ઞાન અને માનવતા માટે આ મોટો દિવસ છે. ત્રીજા ચરણમાં વેક્સિનના ટ્રાયલનું સફળ થવું એ વાતની પુષ્ટી કરે છે કે કોરોના વાઈરસની સામે લડવા માટે અમારી વેક્સિન કારગત છે. અમે વેક્સિનની શોધમાં હવે નવા આયામો સ્થાપિત કરીશું. આ સમય એવો છે કે જ્યારે વિશ્વભરને કોરોના વેક્સિનની જરૂર છે.

કંપનીના જણાવ્યા અનુસાર ટ્રાયલમાં ફાઈઝરની વેક્સિન કોરોનાને રોકવા માટે 90 ટકા કરતા વધારે પ્રભાવી છે. ટ્રાયલ થકી કોરોનાના 94 કેસની પુષ્ટી કરવામાં આવી હતી. અભ્યાસમાં 43,538 લોકો સામેલ થયા હતા.
ચાલો જે થાય છે તે સારા માટે જ થાય છે. વેક્સિન કારગત નિવડે. કોરોનાને ડામી નાખે. બધાનું જીવન સુખાકારી બને. જરૂરિયાત એ શોધની જનની છે. ખબર છે ને ? ન ખબર હોય તો નીચેનો ફોટો આપના માટે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત