Homeગામનાં ચોરેબ્રિટન: માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સમાં હવે જનતાની મરજી ચાલશે

બ્રિટન: માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સમાં હવે જનતાની મરજી ચાલશે

Team Chabuk-Gujarat Desk: બ્રિટનનાં નાગરિકોને જલ્દી જ માસ્કમાંથી મુક્તિ પ્રદાન થઈ શકે છે. કોરોના સંકટની વચ્ચે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અનિવાર્ય થઈ ગયું હતું પણ હવે વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપ મળવાથી યુકેમાં માસ્કથી છૂટકારો મળવાનો રસ્તો સાફ દેખાય રહ્યો છે. બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને સોમવારના રોજ આ નિવેદન જનતાની સામે રાખ્યું હતું.

બોરિસ જોનસનના જણાવ્યા પ્રમાણે, લોકોને કોરોના વાઈરસની સાથે રહેવાનું શીખવું પડશે, જોકે તેની સાથે અમે નિયંત્રણોને હળવા કરવાની દિશામાં પણ ડગલું માંડી રહ્યા છીએ. જલ્દી જ બ્રિટનમાં ઈન્ડોર અને જાહેર જગ્યાઓમાં વિચરણ કરતા લોકોને માસ્કમાંથી મુક્તિ મળી જશે. સાથે જ એક મીટરના સોશિયલ ડિસ્ટન્સ મુદ્દે પણ છૂટકારો મળવાની સંભાવના છે.

બોરિસ જોનસને આ વિશે જાહેરાત કરી કે, 19 જુલાઈથી કાયદાકીય રીતે આ પાબંધીઓ હટી શકે છે. જોકે હવે આને લોકો પર છોડી દેવામાં આવશે. જો કોઈ વ્યક્તિ માસ્ક પહેરવા ઈચ્છે છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માગે છે તો તે પાલન કરી શકે છે. આવું ન કરવા પર તેના પર કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે. જોકે આ અંગેનો અંતિમ નિર્ણય 12 જુલાઈનાં રોજ લેવામાં આવશે.

જણાવી દઈએ કે મહિનાઓ બાદ બ્રિટનને કોવીડ પ્રોટોકોલમાંથી છૂટકારો મળશે. યુનાઈટેડ કિંગડમમાં કોરોનાના કારણે આશરે સવા લાખ લોકોનાં મોત થયા છે. લાખોની સંખ્યામાં કોરોનાના કેસ સામે આવ્યા હતા. કોરોનાની બીજી અને ત્રીજી લહેર અને હવે ડેલ્ટા વેરિએન્ટે પણ તબાહી મચાવીને રાખી છે. હવે આ બધી તબાહીને પાછળ છોડી બ્રિટન વિધાઉટ માસ્ક પહેરવાની દિશામાં પગલું ભરી રહ્યું છે.

બ્રિટનનાં પબ્લિક હેલ્થ ઓફિશિયલ્સે કહ્યું કે દેશમાં ચાલી રહેલા વેક્સિનેશન પ્રોગ્રામના કારણે વાઈરસ નબળો પડ્યો છે. મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. આ કારણ જ છે કે અમે નિયમોમાં થોડી હળવાશ લાવી રહ્યા છીએ. હાલ યુનાઈટેડ કિંગડમમાં અડધી વસતિને વેક્સિનનો ડોઝ લાગી ચૂક્યો છે. આશરે 8 કરોડ લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ચાર કરોડ એવા લોકો છે જેમણે વેક્સિનનાં બંને ડોઝ લઈ લીધા છે. આ કારણ જ છે કે બ્રિટનમાં કોરોના ઘણી હદ સુધી કાબુમાં આવી ગયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments