Homeગામનાં ચોરેઆવો દેખાડીએ તમને ‘રેતીની રોટલી’ જેવું બજેટ

આવો દેખાડીએ તમને ‘રેતીની રોટલી’ જેવું બજેટ

Team Chabuk-Budget Desk : એમ માની લો ભાઈ કે સરકારે આ બજેટમાં જે જે જાહેરાત કરી છે એ તમારા કામની તો ઓછી જ છે. આ બજેટને જીણી આંખો કરી જોશો તો કદાચ સાહિત્યકારો જે ક્ષિતિજ ક્ષિતિજની વાતો કરે એ દેખાઈ જશે પણ ફાયદા નહીં દેખાય. વિકાસના કામો માટે બજેટ ફાળવવામાં આવ્યું છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી થોડું થોડું બજેટ ફાળવવામાં આવ્યું છે. ઈન્ક્મ ટેક્સનો ફાયદો તમને મળશે જો તમે 75 વર્ષનાં હો તો. આજે નાણાંમંત્રી નિર્મલા સીતારામને કરેલી કેટલીક મહત્વની બજેટલક્ષી જાહેરાતો વાંચો. ને પછી તમે તમારી રીતે જ સરવાળો-બાદબાકી કરી નાખો.

સ્વાસ્થ્ય ક્ષેત્રે શું ?

સ્વાસ્થ્ય ક્ષેત્રે 2.38 લાખ કરોડનું બજેટ ફાળવાયું છે. હેલ્થ સેક્ટરમાં ગત વર્ષ કરતા 135 ટકાનો વધારો કરાયો છે. સ્વચ્છ ભારત મિશન માટે 1.41 લાખ કરોડ અપાયા છે. આત્મનિર્ભર સ્વાસ્થ્ય યોજના માટે 61 હજાર કરોડ, કોરોના વેક્સિનેશન માટે 35 હજાર કરોડ ફાળવાયા છે.  દેશમાં 17 નવા પબ્લિક હેલ્થ યૂનિટ ખોલાશે. PM આત્મનિર્ભર સ્વસ્થ યોજના માટે 64 હજાર કરોડની જાહેરાત કરાઈ છે. વધુ બજેટની જરૂર પડશે તો બજેટ વધારાશે

શિક્ષણ ક્ષેત્રે શું ?

ST-SC વિદ્યાર્થીઓ માટે 35 હજાર 200 કરોડની ફાળવણી કરાઈ છે. પછાતવર્ગના વિદ્યાર્થીઓ માટે આદિવાસી વિસ્તારમાં 758 એકલવ્ય સ્કૂલ બનાવાશે. આ ઉપરાંત 100થી વધુ સૈનિક સ્કૂલ ખોલવામાં આવશે. ઉચ્ચ શિક્ષા માટે કમિશન બનાવાશે. હાયર એજ્યુકેશન કમિશનની રચના કરવામાં આવશે. લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવાશે. ભારત-જાપાન વચ્ચે વ્યવસાયી ટ્રેનિંગની તૈયારી કરાઈ રહી છે. UAE સાથે પણ શૈક્ષણિક ભાગીદારી માટે પ્રયાસ થશે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન માટે 50 હજાર કરોડની જાહેરાત કરાઈ છે.

પરિવહન ક્ષેત્રે શું ?

પરિવહન મંત્રાલયને 1.18 લાખ કરોડની ફાળવણી કરાઈ છે. જેના થકી 8 હજાર 500 કિમી લાંબા રસ્તાનું નિર્માણ થશે. અસમ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં હાઇવેની જાહેરાત કરાઈ છે. બંગાળમાં 675  કિલોમીટરના સ્ટેટ હાઈવે માટે 25 હજાર કરોડનો ખર્ચ કરાશે. તો કેરળમાં 1100 કિમી નવો નેશનલ હાઇવે બનશે.

રેલવે માટે શું ?

મેટ્રોને લઇ બજેટમાં કેન્દ્ર સરકારે નવી યોજનાઓ જાહેર કરી છે. બે પ્રકારની મેટ્રોની જાહેરાત કરાઇ છે. જેમાં મેટ્રો લાઇટ અને મેટ્રો નિયોની જાહેરાત કરાઇ છે. મેટ્રો માટે 11 હજાર કરોડની ફાળવણી કરાઇ છે. જેમાં કોચ્ચિ, ચેન્નાઇ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરાશે. હાલ 702 કિલોમીટર સુધી મેટ્રો ચાલી રહી છે. 27 શહેરમાં કુલ 1 હજાર 16 કિલોમીટર રૂટ પર મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. અને ઓછા ખર્ચે મેટ્રો લાઇટ્સ અને મેટ્રો નિયો શરૂ કરાશે. કોચ્ચિ મેટ્રોમાં 1900 કરોડના ખર્ચે 11 કિમીનો રૂટ તૈયાર કરાશે. ચેન્નાઇમાં 63 હજાર કરોડના ખર્ચે 180 કિમી લાંબો રૂટ તૈયાર કરાશે. જ્યારે બેંગલુરુમાં 14 હજાર 788 કરોડના ખર્ચે 58 કિમી લાંબી મેટ્રો લાઇન બનશે. અને નાગપુરમાં 5 હજાર 976 કરોડ અને નાસિકમાં 2 હજાર 92 કરોડના ખર્ચે મેટ્રો બનશે.

કૃષિ માટે શું ?

ખેતપેદાશોની ખરીદીનું કામ ઝડપથી શરૂ થશે. MSP મામલે મૂળભૂત પરિવર્તન થશે. દોઢ ગણી વધુ MSP આપવાનો પ્રયાસ કરાશે. ખેડૂતોને 75 હજાર કરોડથી વધુ રકમની ફાળવણી કરાઈ છે. ઘઉં મામલે 2013-14માં 35,874 કરોડની ચૂકવણી કરાઈ હતી. 2021-22માં 46.3 લાખ ખેડૂતોને ફાયદો.

પ.બંગાળના ચાના શ્રમિકોને ફાયદો

પશ્ચિમ બંગાળના ચાના શ્રમિકો માટે 1 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાથે જ પશ્ચિમ બંગાળમાં નવા હાઇવે માટે 25 હજાર કરોડની ફાળવણી કરાઈ. કોલકાતા-સિલિગુડી રસ્તાને અપગ્રેડ કરાશે. કન્યાકુમારી કોરીડોર માટે 65 હજાર કરોડની ફાળવણી કરાઈ. તમિલનાડુમાં હાઇવે માટે એક લાખ કરોડની ફાળવણી કરાઈ.

વરિષ્ઠ નાગરિકોને ફાયદો

વરિષ્ઠ નાગરિકોને ટેક્સમાંથી મુક્તિ અપાઈ છે. 75  વર્ષથી વધુની ઉંમરના વ્યકિતને ટેક્સમાંથી છૂટ આપવામાં આવી છે. નાના કરદાતાઓનો બોજ ઓછો કરવાનો પ્રયાસ કરાયો છે. 2020માં 6.4 કરોડ લોકોએ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે.

બેંક સિક્યોરિટી મજબૂત કરાશે

સરકારી બેંક માટે 20 હજાર કરોડની જાહેરાત કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં LICનો IPO જાહેર થશે. લોકોના રૂપિયા સુરક્ષિત રહે તે માટે વ્યવસ્થા મજબૂત કરાશે. બેંક સિક્યોરિટી વધારીને 5 લાખ રૂપિયા કરાઈ છે. નાની કંપનીઓ માટે પેડઅપ કેપિટલ સીમા વધશે. આત્મનિર્ભર ભારતનું પેકેજ GDPનું 13 ટકા કરાયું છે. નાણાંકીય ખોટનું લક્ષ્ય 6.9 ટકાથી વધારીને 9.5 ટકા કરાયું છે. વીમા ક્ષેત્રમાં FDIને 49 ટકાથી વધારીને 74 ટકાને મંજૂરી અપાઈ છે. NPA માટે એસેટ મેનેજમેન્ટની જોગવાઈ કરાઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments