Team Chabuk-International Desk: દક્ષિણ કેલિફોર્નિંયાના હંટિંગટન દરિયા કાંઠે તેલ ઢોળાવાના કારણે કેટલીય માછલીઓ અને પક્ષીઓના મોત થઈ ચૂક્યા છે. આશરે 18 વર્ગ કિલોમીટરનું ક્ષેત્ર આ ઘટનાથી પ્રભાવિત થયું છે. કેલિફોર્નિંયા ડિપાર્ટમેન્ટ ઓફ ફિશ એન્ડ વાઈલ્ડલાઈફે પ્રભાવિત ક્ષેત્રમાં મત્સ્ય ઉછેર બંધ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે.
હંટિંગટન દરિયાકાંઠની ગોઝારી ઘટના બાદ મેયર કિમ કેરે કહ્યું કે, માછલીઓ અને પક્ષીઓના મોત બાદ દરિયા કાંઠાને અનિશ્ચિત કાળ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઘટના પર્યાવરણ માટે સૌથી મોટું નુકસાન છે. આ ઘટનાથી વન્યજીવોનું જીવન પણ સંકટમાં આવી ગયું છે. હાલ પ્રભાવિત ક્ષેત્રની સફાઈનું કામકાજ ચાલી રહ્યું છે.
કેલિફોર્નિયાની રાજ્ય અને સ્થાનીય એજન્સીઓ કોસ્ટ ગાર્ડની સાથે અસરગ્રસ્ત વિસ્તારની સફાઈ કરી રહી છે. સ્થાનિક સીનેટર મિશેલ સ્ટીલે અહીંનો પ્રવાસ કર્યા બાદ રાષ્ટ્રપતિ બાઈડેનને પત્ર લખીને જણાવ્યું છે કે, ઓરેન્જ કાઉન્ટીની આ ઘટના બાદ તેને આપદા ઘોષિત કરવામાં આવે.
ત્રણ મોટી અસર
- 3 હજાર બેરલ એટલે કે 126,000 ગેલન પ્રશાંત મહાસાગરના આશરે 13 વર્ગ મીલ સુધી તેલ ફેલાયેલું છે.
- દક્ષિણમાં આશરે 40 મીલ એટલે કે 65 કિલોમીટર સમુદ્ર તટના કિનારે વસેલા શહેરને નુકસાન પહોંચ્યું છે.
- મોટી સંખ્યામાં માછલીઓ અને પક્ષીઓ મૃત પામ્યા છે.
એમ્પલીફાઈ એનર્જીના સીઈઓ માર્ટિન વિલ્શરે કહ્યું કે, પાઈપલાઈન બંધ કરી દેવામાં આવી છે. અમે તપાસ કરવાની કોશિશ કરી રહ્યા છીએ કે, આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ શું છે?

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત