Team Chabuk-National Desk: લખીમપુર ખીરીના ભાજપના નેતાઓને અંદેશો આવી જ ગયો હતો કે રવિવાર ઉપમુખ્યમંત્રીના કાર્યક્રમમાં કયામત આવવાની છે. આ જ કારણ માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના કેટલાય પદાધિકારીઓ અને નેતાઓની કાર્યક્રમમાં ગેરહાજરી ઉડીને આંખે વળગતી રહી હતી. હિન્દીની અમર ઉઝાલા વેબસાઈટે આ અંગે જિલ્લા ભાજપના એક પદાધિકારી સમક્ષ વાત કરી હતી, જેમાં તેમણે પાર્ટીના અન્ય લોકોને પણ અવગત કર્યા હોવાની માહિતી આપી હતી.
ભાજપની સાથે જોડાયેલા એક મોટા નેતાએ જ્યારે ખેડૂતોએ ગૃહ રાજ્યમંત્રીને કાળા ઝંડા દેખાડ્યા હતા અને તે પછી અલગ અલગ કારણોથી ઝંડા દેખાડનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી, એ પછી માહોલ તણાવગ્રસ્ત થઈ ગયો હતો. ભાજપના આ નેતાએ જણાવ્યું હતું કે, એ પછી ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના કાર્યક્રમની નક્કી કરવામાં આવેલી તારીખના એક દિવસ પૂર્વે તિકુનિયામાં વિરોધ પ્રદર્શન થવા લાગ્યું હતું. તેની જાણકારી કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રને પણ આપવામાં આવી હતી. જોકે રાજ્ય મંત્રી અને પોલીસે આ વાતને ગંભીરતાથી લીધી નહોતી.
લખીમપુર જિલ્લા ભાજપના નેતા જણાવે છે કે કોઈ પણ સ્તર પર થનારી ચકમકને લઈ, સુનાવણી ન થવાથી હાલ તો તેમણે અને તેમના કાર્યકર્તાઓએ કાર્યક્રમ સ્થળ પર જવાના કાર્યક્રમને જ રદ્દ કરી નાખ્યો હતો. કારણ કે એમને ખબર હતી કે સ્થિતિ વણસી શકે છે. અને એવું થયું પણ.
પાલિયાના રહેવાસી સરદાર હુકમ સિંહ જણાવે છે કે, તેમના કેટલાય સંબંધીઓની વિરૂદ્ધ કોવિડ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાની એફઆઈઆર નોંધવામાં આવી છે. તેઓ કહે છે કે, આ દરમ્યાન કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીને અમે ખેડૂતોએ કાળા ઝંડા બતાવ્યા હતા. તેમનું કહેવું છે કે, શું વિરોધ પ્રદર્શન કરવા અમે નેતાઓને કાળા ઝંડા પણ ન દેખાડી શકીએ. જોકે મંત્રીજીએ ખુલ્લેઆમ ધમકી આપી હતી. પણ તેમની વિરૂદ્ધ કોઈ એફઆઈઆર ન થઈ.
જિલ્લાના ભાજપની સાથે જોડાયેલા કેટલાક સુત્રોના જણાવ્યા પ્રમાણે માત્ર મંત્રીના હઠાગ્રહને ચાલતા આ કાર્યક્રમ થયો, નહીં તો કાર્યક્રમમાં ભડકો થવાની જાણકારી તો સૌને હતી. નામ ન છાપવાની શરતથી ભાજપના નેતાએ કહ્યું કે, સંગઠનની આંતરિક મનમાનીના કારણે આવી વિષય પરિસ્થિતિઓ ઊભી થઈ. કોઈ મોટી ઘટનાની આશંકાને લઈ એલઆઈયૂએ પણ ઈનટપૂટ આપ્યા હતા. જોકે તમામ વાતોને અવગણવામાં આવી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત