Team Chabuk-National Desk: રાજસ્થાનના ઉદયપુરની એક ખાનગી શાળામાં કામ કરનારી મહિલા શિક્ષિકાને રવિવારના રોજ પાકિસ્તાનની જીતની ઉજવણી કરવી ભારે પડી ગઈ છે. મહિલા શિક્ષિકાને પાકિસ્તાન સામે જીત મળ્યા બાદ ખુશી મનાવતા તેને નોકરી પરથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. શિક્ષિકા નફીસા અટારી રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી નીરજા મોદી શાળામાં ભણાવતી હતી. તેણે પાકિસ્તાન જીતતા વોટ્સએપ પર સ્ટેટસ રાખ્યું હતું.
નફીસાએ વોટ્સએપ સ્ટેટસમાં પાકિસ્તાની ખેલાડીઓની તસવીર રાખી લખ્યું હતું કે, ‘વી વોન.’ પાકિસ્તાનની જીતની ઉજવણીનું સ્ટેટસ જોઈ એક અભિભાવકે તેને સવાલ પૂછ્યો હતો કે, શું તે પાકિસ્તાનનું સમર્થન કરે છે? તો તેણીએ હામાં જવાબ આપ્યો હતો. એ પછી વોટ્સએપ સ્ટેટસ વાઈરલ થવા લાગ્યું હતું. વાઈરલ થયેલા આ સ્ક્રિનશોટ બાદ શાળા પ્રશાસને કડક એક્શન લેતા શિક્ષિકાને નોકરીમાંથી કાઢી મૂકી હતી. નોકરીમાંથી કાઢી મૂકી તેનું પ્રમાણ પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યું છે.
10 વિકેટથી પરાજય
ટી ટ્વેન્ટી વિશ્વકપ 2021માં પોતાના પ્રથમ મેચમાં ભારતને પાકિસ્તાનની વિરૂદ્ધ દસ વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને આ મેચમાં ભારતને 151 રન પર અટકાવ્યા બાદ એક પણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્યાંક પાર કરી લીધું હતું. પાકિસ્તાન માટે બોલિંગમાં શાહીન શાહ અફ્રિદી અને બેટીંગમાં બાબર-રિઝવાનની જોડીએ કમાલ કરી દીધો હતો. ત્રણ ખેલાડીઓની સહાયતાથી જ પાકિસ્તાને મેચ જીતી લીધી હતી. શાહીનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ પ્રથમ વખત છે કે ભારતીય ટીમ વિશ્વકપમાં પાકિસ્તાનની સામે હારી છે. ટી ટ્વેન્ટી ક્રિકેટમાં બીજી વખત ભારત પાકિસ્તાન સામે હાર્યું છે.
ઉજવણી ભારે પડી
ટી ટ્વેન્ટી વિશ્વકપમાં રવિવારની રાતે રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને દસ વિકેટથી પરાજય આપ્યો હતો. આ જીત બાદ પાકિસ્તાન ઉત્સાહમાં હતું અને ભરપૂર જશ્ન મનાવવામાં આવ્યો. ઉત્સાહના અતિરેકમાં પાકિસ્તાનની જનતા હોશ ગુમાવી બેઠી હતી અને ભડાકા પર ઉતરી આવી હતી. ઈસ્લામાબાદ, કરાંચી, રાવલપિંડી જેવા મોટા શહેરોમાં જનતાની ભીડ એકઠી થઈ હતી. જેમાં હવાઈ ફાઈરિંગ પણ કરવામાં આવી હતી. પાકિસ્તાનની રાજધાની કરાંચીમાં થયેલા ફાયરિંગ બાદ બાર લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ગોળી લાગવાના કારણે એક સબ ઈન્સ્પેક્ટર પણ ઈજાગ્રસ્ત થયો છે. કરાંચીના ઓરંગી ટાઉનના સેક્ટર-4માં અને 4K ચૌરાંગીમાં જીતની ઉજાણીના ભડાકાથી બે લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ગુલશન-એ-ઈકબાલમાં ફાયરિંગમાં સામેલ લોકોની વિરૂદ્ધ ઓપરેશન દરમ્યાન એક સબ ઈન્સ્પેક્ટરને પણ ગોળી વાગી ગઈ હતી. આ સિવાય સચલ ગોઠ, ઓરન્ગી ટાઉન, ન્યૂ કરાંચી, ગુલશન-એ-ઈકબાલ અને મલીરમાં પણ હવાઈ ભડાકા થયા છે. અહીં પણ લોકો ઘાયલ થયાના બનાવો સામે આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત