Homeગામનાં ચોરેએક હેડફોન બનાવવા મગરના ચામડા સહિત જાત જાતનું વાપર્યું છે...

એક હેડફોન બનાવવા મગરના ચામડા સહિત જાત જાતનું વાપર્યું છે…

Team Chabuk Tech Desk : રશિયાની ખ્યાતનામ ગેજેટ્સ કંપની કેવિયર હાલ ખુબ ચર્ચામાં છે. આ કંપની અવાર-નવાર અનોખા અને મોંઘાદાટ ગેઝેટ્સ બનાવતી રહે છે જેના કારણે વારંવાર તે ચર્ચાનો વિષય બની જ જાય છે. આ વખતે કંપનીએ એક હેડફોન રજૂ કર્યા છે જેની કિંમત 79 લાખ રૂપિયા છે. હા… 79 લાખ રૂપિયાના હેડફોન. કંપનીએ જાતે આ હેડફોનની ડિઝાઈન ન કરી હોવા છતાં હેડફોન આટલા મોંઘા છે. કંપનીએ એપલના ઈયરપોડ્સ મેક્સને મોડીફાઈ કરી આ નઝરાણું રજૂ કર્યું છે.

ઈયરપોડ્સ કેમ ખાસ છે ?

કેવિયરે આ ઈયરપોડ્સને સોનેથી મઢ્યા છે. ઈયરપોડ્સને ખાસ બનાવવા માટે કેવિયરે તેમાં 750 ગ્રામ સોનાનો ઉપયોગ કર્યો છે. એનાથી પણ વિશેષ ઈયરપોડ્સને મોડીફાય કરવામાં દુર્લભ મગરના ચામડાનો ઉપયોગ કર્યો છે. ઈયરપોડ્સના ઈયર કપ ગોલ્ડ-પ્લેટેડ છે. તેમા સોનાની પ્લેટ ચઢાવાઈ છે. જેથી ઈયરપોડ્સ ખુબ આકર્ષક લાગી રહ્યા છે. વ્હાઈડ અને ગોલ્ડન તેમજ બ્લેક અને ગોલ્ડન કલર ખુબ સુંદર લાગી રહ્યો છે.

કેવિયર કંપનીએ કોઈ ગેઝેટ્સને સોને મઢવાનું કામ પહેલીવાર નથી કર્યું. આ પહેલાં પણ કેવિયર આઈફોનને મોડીફાઈ કરી ચુકી છે. આ પહેલાં પણ કેવિયરે કેટલાય એવા સ્માર્ટ ફોન રજૂ કર્યા છે જે માત્ર સોનાથી જ નહીં હીરાથી પણ જડીત હોય.

Apple AirPods Max

જો હવે વાત એપલ અને ઈયરપોડ્સની જ નીકળી છે તો તેના વિશે પણ જાણી લો. ટેકનોલોજીની દિગ્ગજ કંપની એપલે પહેલીવાર પોતાના વાયરલેસ ઓવર ધ ઈયર હેડફોન લોન્ચ કર્યા છે. એપલના આ હેડફોનનું નામકરણ કરાયું છે Apple AirPods Max. જો કે, હેડફોનની ડિઝાઈન મુદ્દે સોશિયલ મીડિયામાં કેટલાક યુઝર્સે એપલને ટ્રોલ પણ કરી. જો કે, બીજી તરફ એ વાત પણ છે કે, ટેકનોલોજીની દુનિયામાં નવો ટ્રેન્ડ એપલ જ શરૂ કરી છે.

મૂળ હેડફોન 59 લાખ રૂપિયાના !

એપલે ઈયરપોડ્સ મેક્સને એક સાથે વૈશ્વિક સ્તરે લોન્ચ કર્યા છે. ભારતીય બજારમાં 15 ડિસેમ્બરથી એપલ ઈયરપોડ્સ મેક્સનું વેચાણ શરૂ થઈ ગયું છે. એપલ ઈયરપોડ્સ મેક્સ એપલના ઓનલાઈન સ્ટોર પર 59,900 રૂપિયામાં લિસ્ટેડ છે. આ હેડફોન્સ ઓનલાઈન ઉપરાંત ઓફલાઈન પણ ઉપલબ્ધ છે. હેડફોન સાથે એક સ્માર્ટ કેસ મળી રહ્યું છે જે ઉપરની બાજુ ખુલશે. આ કેસમાં ચાર્જિંગ માટે લાઈનિંગ યુએસબી સી પોર્ટ પણ આપવામાં આવ્યું છે.

Apple AirPods Maxમાં સેન્સર છે

એપલ તરફથી આ પ્રથમ વાયરલેસ હેડફોનમાં હાઈ ક્વાલિટી ઓડિયોનો દાવો કરાયો છે. ઈયરપોડ્સમાં એલ્યુમીનિયમના ઈયરકપ આપવામાં આવ્યા છે. જ્યારે બેંડમાં સ્ટેનલેસ સ્ટીલ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 40MMની કસ્ટમ ડાયનેમિક ડ્રાઈવરનો ઉપયોગ કરાયો છે જેની સાથે એપલની H1 ચીપ છે. એપલના આ હેડફોનમાં કુલ નવ માઈક્રોફોન આપવામાં આવ્યા છે જેમાંથી 8 એક્ટીવ નોઈઝ કેન્સલિંગ માટે છે. હેડફોનમાં એક જ બટન અપાયું છે.

આ હેડફોનમાં ડાયનેમિક હેડ ટ્રેકિંગની સુવિધા અપાઈ છે જે એક્સેલેરોમીટર અને ગાયરોસ્કોપની મદદથી કામ કરે છે. આ તમારી મુવમેન્ટ પ્રમાણે રિઅલ ટાઈમમાં ઓડિયોને ઓપ્ટીમાઈઝ કરે છે. આમાં ઓપ્ટીકલ પોઝિશન સેન્સર પણ છે. જેનો ફાયદો એ છે કે કાનમાંથી હેડફોન હટાવતા જ મ્યૂઝિક બંધ થઈ જશે. જ્યારે ફરી આનો ઉપયોગ કરો એટલે ફરી મ્યૂઝિક ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે.


તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments