Homeગામનાં ચોરેકેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, સરકારે 3 ટકા ડીએ વધારવાની કરી જાહેરાત

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, સરકારે 3 ટકા ડીએ વધારવાની કરી જાહેરાત

Team Chabuk-National Desk: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે ડીએ (DA) વધારવાનો મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રની મોદી સરકારે દેશના લાખો કર્મચારીઓને નવું નાણાકીય વર્ષ શરૂ થાય તે પહેલાં સૌથી મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને વધારવાની જાહેરાત કરી દીધી છે. સરકારે 3 ટકા ડીએ વધારવાની જાહેરાત કરી દીધી છે.

1 જાન્યુઆરીથી મળશે કર્મચારીઓને લાભ

કેન્દ્ર સરકાર ડીએને 3 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. આ વખતે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ તમામ કેન્દ્રીય કર્મચારીઓને 1 જાન્યુઆરી 2022 થી મળશે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને અત્યાર સધી 31 ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું પરંતુ 3 ટકા ડીએના વધારા બાદ હવેથી આ મોંધવારી ભથ્થું 34 ટકા મળશે.

shreeji dhosa

સાતમાં પગાર પંચની ભલામણ મુજબ સરકાર વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં ડીએ રિવાઈઝ કરે છે. આ પહેલાં કેન્દ્ર સરકારે ગત ઓક્ટોબર મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ વધારીને 28 ટકાથી 31 ટકા કર્યું હતું. સરકારના ડીએ વધારાના નિર્ણયથી દેશભરના આશરે 50 લાખથી વધુ સરકારી કર્મચારીઓને ફાયદો થશે. જ્યારે 65 લાખ જેટલા પૂર્વ કર્મચારીઓને પેન્શન મળી રહ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments