Team Chabuk-Political Desk: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને તોડફોડ અને હુમલો કરવામાં આવ્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે અસામાજિક તત્વો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કરીને સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી બેરિયર પર તોડી નાખ્યા છે. ગેટ પર લાગેલા બૂમ બેરિયર પણ તોડી નાખવામાં આવ્યા છે.

મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે, ભાજપના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલના ઘરે તોડફોડ કરી છે. તેમણે કહ્યું કે, ભાજપની પોલીસ તેઓને રોકવાની જગ્યાએ દરવાજા સુધી લઈને આવી.
बीजेपी के गुंडे CM @ArvindKejriwal जी के घर पर तोड़फोड़ करते रहे. बीजेपी की पुलिस उन्हें रोकने की जगह उन्हें घर के दरवाज़े तक लेकर आई. https://t.co/oSFc2kWaDC
— Manish Sisodia (@msisodia) March 30, 2022
પોલીસના જણાવ્યા પ્રમાણે ભાજપ યુવા મોર્ચાના લગભગ 150-200 કાર્યકર્તાઓ સવારે 11-30 કલાકે મુખ્યમંત્રી નિવાસ સ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ પ્રદર્શન અરવિંદ કેજરીવાલના ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને વિધાનસભામાં આપવામાં આવેલા નિવેદનના વિરુદ્ધમાં હતું. લગભગ 1 વાગ્યાની આસપાસ કેટલાક વિરોધ કરી રહેલા લોકો બેરિકેડ તોડીને મુખ્યમંત્રી નિવલાસ સ્થાન સુધી પહોંચી ગયા. તેઓએ દરવાજા પર ભગવો કલર ફેંક્યો અને સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા. પોલીસે તુરંત જ પહોંચીને 70 લોકોને ઝડપી લીધા છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓ અને કાર્યકરોએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર ઉપર હુમલો કરીને તોડફોડ કરી છે. ભાજપનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલે કશ્મીરી પંડિતોના નરસંહારની મજાક ઉડાવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
