Team Chabuk-Political Desk: તમિલનાડુની ભારતીય જનતા પાર્ટી હાંસી પાત્ર બની છે. પાર્ટી માટે દક્ષિણની જમીનમાં કમળ ખીલાવવું આકરું છે. ગઠબંધન કર્યાં છતાં પાર્ટીને ફાયદો થતો નથી. સ્થાનિક અને લોકપ્રિય રાજકારણીઓની ફિલ્મો રિલીઝ કર્યાં છતાં ફાયદો થતો નથી! હાલમાં તમિલનાડુમાં ભાજપનો કાર્યકર્તા સોશિયલ મીડિયા પર મજાકનો વિષય બન્યો છે. ટ્વીટર પર આ અંગેના હેશટેગ પણ ચાલી રહ્યા છે. કેન્દ્રની આટલી મોટી પાર્ટીનો આ કાર્યકર્તા અને તમિલનાડુની સ્થાનિક ચૂંટણીના ઉમેદવારને માત્ર એક વોટ મળ્યો છે. કોયમ્બતુરના રહેવાસી એવા નેતાજીનું નામ કાર્તિક છે. ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચાના નેતા છે.

મજાકનો વિષય એટલા માટે બન્યો છે, કારણ કે આ વ્યક્તિના પરિવારમાં મતદાન કરી શકે તેવા પાંચ લોકો છે. આમ છતાં તેને એક જ વોટ મળ્યો છે. કાર્તિકે સોશિયલ મીડિયા પર તેને એક વોટને કારણે હાસ્યપ્રધાન બનાવવામાં આવ્યો તે વાતનો છેદ ઉડાવી દીધો છે. કાર્તિકે દાવો કર્યો છે કે, હું કુરુદમપલાયમ પંચાયતના વોર્ડ નંબર નવથી ચૂંટણી લડ્યો હતો. જ્યારે તેના પરિવારના વોટ વોર્ડ નંબર 4માં પડે છે. જેથી પરિવારના વોટ પણ તેને મળ્યા નથી એ સવાલ જ ઉભો નથી થતો. કાર્તિકે એમ પણ કહ્યું હતું કે, આવી ખોટી ખબરો ફેલાવનારાઓની વિરૂદ્ધ તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે.

એક વોટ મળવા પર કાર્તિકે કહ્યું હતું કે, ‘કોયમ્બતુરમાં બીજેપી યુથ વિંગનો ઉપાધ્યક્ષ છું. પારિવારિક સમસ્યાઓને કારણે હું મારા વોર્ડ નંબર નવમાં જોઈએ એવો પ્રચાર નથી કરી શક્યો. મને એક વોટ મળ્યો અને હું તેને જીતની રીતે જોઉં છું. આગામી સમયમાં હું વોર્ડ નંબર ચારમાંથી ચૂંટણી લડીશ. પાયાનું કામ કરીશ અને જીતીને પાર્ટીનું નામ રોશન કરીશ.’

તમિલનાડુની ભાજપ પાર્ટી પોતાના નેતા અને કાર્યકર્તા કાર્તિકની સાથે ઉભી છે. પ્રદેશના ભાજપના અધ્યક્ષ અન્નામલઈએ કહ્યું કે, તેઓ કાર્તિકની સાથે છે અને એમની સાથે વાત કરી છે. લોકોએ સમજવું જોઈએ કે તેઓ એક અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉભા હતા. કાર્તિકનું આ વખતનું ચૂંટણી ચિન્હ કાર હતું. આવનારા સમયમાં તેઓ કમળના ચિન્હ સાથે મેદાનમાં ઉતરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત