Team Chabuk-National Desk: ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા ઘણા દિવસથી રાસાયણિક ખાતરના ભાવ વધારા મુદ્દે વાદ-વિવાદ ચાલી રહ્યો હતો તેનો આજે અંત આવ્યો છે. સરકારે રાસાયણિક ખાતર પર મળતી સબસિડીમાં વધારો કરી દીધો છે. જેથી ખેડૂતોને ખાતર પર વધુ કિંમત ચૂકવવી નહીં પડે. કેન્દ્ર સરકાર ખાતર પર આપવામાં આવતી સબસિડીની ટકાવારી વધારવાનો નિર્ણય લીધો છે. જેથી ખેડૂતો પણ હાશકારો અનુભવી રહ્યા છે.
કેન્દ્ર સરકારે ખાતર પર અપાતી સબસિડી વધારવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આતંરરાષ્ટ્રીય બજારમાં ખાતરની કિંમતોમાં વધારો થવાથી ખાતરના ભાવ વધારાની વાતો ચાલી રહી હતી. ખાતર બનાવતી કંપનીઓએ ખાતરની કિંમતમાં તોતિંગ 58 ટકા સુધીનો વધારો પણ ઝીંકી દીધો હતો. ખાતરમાં ભાવ વધવાથી ખેડૂતોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો હતો. ખેડૂતો આ ભાવ વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ ઘણા સમયથી માંગણી કરી રહ્યા હતા. જેથી અંતે સરકારે ખાતર પર અપાતી સબસિડીમાં વધારો કરીને ખેડૂતોને મોટી રાહત આપી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરની કિંમતોમાં વધારો થયો હોવા છતાં ખેડૂતોને ડીએપી ખાતરની થેલી 1200 રૂપિયામાં જૂના ભાવથી જ મળશે. ભાવ વધારાનો આ બોઝ કેન્દ્ર સરકાર ભોગવશે. હવેથી કેન્દ્ર સરકારે ખાતરની થેલી પર 140 ટકા સબસિડી વધારી છે. જેથી ખેડૂતોને 50 કિલોની ખાતરની થેલી 1200 રૂપિયામાં જ મળી રહેશે. પહેલાં ખેડૂતોને એક ખાતરની થેલી પર 500 રૂપિયા સબસિડી સરકાર તરફથી મળતી હતી. પરંતુ 140 ટકા સબસિડી વધારાતા હવે એક થેલી દીઠ 500 રૂપિયાના બદલે 1200 રૂપિયા સબસિડી મળશે. આમ ભાવ વધારા બાદ જે ડીએપી ખાતરની થેલી 2400 રૂપિયામાં ખેડૂતોને મળવાની હતી તે હવે 1200 રૂપિયામાં જ મળશે.
કેન્દ્ર સરકારે ખેડૂત હિતમાં નિર્ણય લઈને આ સબસિડીમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકાર આ સબસિડી પાછળ 14,775 કરોડનો બોજ પડશે.
किसान-हित में सरकार द्वारा खाद सब्सिडी बढ़ाने का ऐतिहासिक निर्णय लिया गया
— पीआईबी हिंदी (@PIBHindi) May 19, 2021
●DAP खाद पर सब्सिडी 140% बढ़ाई गई
●किसानों को DAP पर 500 रुपये प्रति बोरी से बढ़कर अब 1200 रुपये प्रति बोरी की सब्सिडी मिलेगी
विवरण: https://t.co/sezC33arij@AgriGoI @nstomar
આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધ્યા છે છતાં ખેડૂતોને જૂના ભાવથી ખાતર મળશે. ખેડૂતોનું કલ્યાણ સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા છે. સરકાર ખેડૂતોના જીવનને વધુ સારું બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેથી આતંરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધવા છતાં અમે ખેડૂતોને જૂના ભાવથી ખાતર આપવાનો નિર્ણય લીધો છે. આજના આ નિર્ણય પછી ડીએપી ખાતરની એક બેગ 2400 રૂપિયાની જગ્યાએ 1200 રૂપિયામાં જ મળશે.
सरकार किसानों के जीवन को बेहतर बनाने के लिए प्रतिबद्ध है। इसलिए अंतरराष्ट्रीय मूल्यों में बढ़ोतरी के बावजूद हमने उन्हें पुरानी दरों पर ही खाद मुहैया कराने का निर्णय लिया है। आज के फैसले के बाद DAP खाद का एक बैग 2400 रु की जगह 1200 रु में ही मिलेगा।https://t.co/cjJcqUsgEG
— Narendra Modi (@narendramodi) May 19, 2021
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, સરકાર દર વર્ષે રાસાયણિક ખાતરની સબસિડી પાછળ લગભગ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ આ વધારો અત્યાર સુધીનો સૌથી વધુ છે. ડીએપી ખાતરની થેલી પર આટલી સબસિડી પ્રથમ વખત વધારવામાં આવી છે.
DAP पर 1200 रूपए प्रति बैग, इतनी अधिक सब्सिडी पहली बार बढ़ाई गई है।
— Narendra Singh Tomar (@nstomar) May 19, 2021
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત