Homeગામનાં ચોરેહવે કોરોના ટેસ્ટ તમે ઘરે જ કરી શકશો, ICMRએ ટેસ્ટિંગ કિટને આપી...

હવે કોરોના ટેસ્ટ તમે ઘરે જ કરી શકશો, ICMRએ ટેસ્ટિંગ કિટને આપી મંજૂરી

Team Chabuk-National Desk: કોરોના મહામારીમાં લોકોને હવે આરોગ્ય કેન્દ્ર કે ટેસ્ટિંગ બુથ સુધી લાંબા નહીં થવું પડે, કેમકે હવે તમે જાતે કોવિડ-19 ટેસ્ટ ઘરે કરી શકશો. ICMRએ કોવિડ-19નો ટેસ્ટ ઘરે કરી શકાય તે માટેની ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી દીધી છે. આ એક હોમ બેઝ્ડ રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ કિટ છે. આ કિટનો ઉપયોગ કોરોનાના સામાન્ય લક્ષણો અથવા કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકો કરી શકશે. આ કિટથી લોકો નાકમાંથી સેમ્પલ લઈને જાતે જ ટેસ્ટ કરી શકશે.

ઘરે કોરોના ટેસ્ટ કરી શકાય તે માટેની આ કિટને વધુ પરીક્ષણ માટેની સલાહ આપવામાં નથી આવી. ICMR ઉપરાંત ડીસીજીઆઈએ પણ હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટને બજારમાં વેચાણ માટેની મંજૂરી આપી દીધી છે. જો કે આ ટેસ્ટિંગ કિટ તુરંત બજારમાં નહીં મળે, તમામ જગ્યાએ આ કિટ મળવામાં થોડો સમય લાગી શકે છે.

ICMRએ કોવિડ-19 માટેની ઘરે ટેસ્ટિંગ કરી શકાય તે માટેની કિટને મંજૂરી આપ્યા બાદ હવે કોરોનાની તપાસ સરળ થઈ જશે. હાલમાં ભારતમાં માત્ર એક કંપનીને જ આ કિટ મંજૂરી આપવામાં આવી છે. Mylab Discovery Solutions Ltd (માયલેબ ડિસ્કવરી સોલ્યૂશન્સ લિમિટેડ) નામની કંપનીને હાલમાં મંજૂરી અપાઈ છે.

હોમ ટેસ્ટિંગ મોબાઈલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. જેને તમે ડાઉનલોડ કરી શકો છો. આ એપ મારફતે તમને ટેસ્ટિંગ માટેની તમામ જાણકારી મળી રહેશે. એપ મારફતે તમને પોઝિટિવ અથવા નેગેટિવ રિપોર્ટ પણ આપવામાં આવશે. આ એપનું નામ Mylab Covisself છે. જેને તમે પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરીને તમારા મોબાઈલમાં રાખી શકો છો.

આ રીતે તમે કરી શકશો ટેસ્ટ

આ કિટ દ્વારા લોકોનો નેસલ સ્વેબ લેવાનું રહેશે. હોમ ટેસ્ટિંગ કરનારા લોકોએ સ્ટ્રિપનો ફોટો લેવાનો રહેશે. આ ફોટો એ ફોનથી લેવાનો રહેશે, જેના પર મોબાઈલ એપ ડાઉનલોડ કરી હોય. મોબાઈલ ફોનનો ડેટા સીધો ICMRના ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર થઈ જશે. આ ટેસ્ટ દ્વારા જેમનો રિપોર્ટ પોઝિટિવ આવશે, તેમને સંક્રમિત માનવામાં આવશે, તેમને અન્ય કોઈ ટેસ્ટની જરૂર નહીં પડે. જે લોકો પોઝિટિવ હશે તેમણે આઈસોલેશન અંગે ICMR અને આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ માનવાની રહેશે. લક્ષણવાળા જે દર્દીઓનું રિઝલ્ટ નેગેટિવ આવશે, તેમણે RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. તમામ રેપિટ એન્ટિજન નેગેટિવ સિમ્પ્ટોમેટિક લોકોને શંકાસ્પદ કોવિડ કેસ માનવામાં આવશે. આવા લોકોએ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આવે ત્યાં સુધી હોમ આઈસોલેશનમાં રહેવું પડશે. આ સમગ્ર પ્રક્રિયામાં દર્દીની ગોપનીયતા યથાવત્ રહેશે.

મહત્વનું છે કે હાલ કોરોના ટેસ્ટિંગ માટે એન્ટીજન અને આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવે છે. એન્ટીજન ટેસ્ટનો રિપોર્ટ તુરંત મળી જાય છે. જ્યારે આરટીપીસીઆર રિપોર્ટ 24 કલાકે આવે છે. પરંતુ હવે ઘરે જ ટેસ્ટ કરી શકાય તેવી ટેસ્ટિંગ કીટને મંજૂરી મળી ગઈ છે. તેથી કોરોના તપાસમાં ઝડપ આવશે, સાથે જ લોકોને ટેસ્ટ કરાવવા માટે ઘરની બહાર નહીં જવું પડે ઘરે જ તપાસ થઈ જશે.

ICMRએ એમ પણ કહ્યું છે કે એન્ટીજન ટેસ્ટમાં નેગેટિવ આવનારને હવે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી. આ પહેલા લોકો એન્ટીજન ટેસ્ટ પછી આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments