Team Chabuk-National Desk: ગત કેટલાક દિવસોથી બોલિવુડ અભિનેતા સોનુ સૂદ આવકવેરા વિભાગના દરોડાના કારણે ચર્ચામાં છે. આઈટીના અધિકારીઓએ તેમના પર વીસ કરોડની ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો છે. સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અભિનેતા અને તેમના સહયોગીઓની મિલકતની તપાસ કરતા વીસ કરોડ રૂપિયાની ટેક્સની ચોરી થઈ હોવાના પ્રમાણ હાથ લાગ્યા છે.
“सख्त राहों में भी आसान सफर लगता है,
— sonu sood (@SonuSood) September 20, 2021
हर हिंदुस्तानी की दुआओं का असर लगता है” 💕 pic.twitter.com/0HRhnpf0sY
એ પછી સોનુ સૂદે પ્રથમ વખત દરોડા મુદ્દે પોતાનો પક્ષ રાખ્યો છે. તેમણે ટ્વીટ કરતા હિન્દીની પંક્તિ લખી છે, અને જણાવ્યું છે કે, હું મારી ક્ષમતા અને ભારતના લોકોની ભલાઈ માટે કામ કરવાનો સંકલ્પ લઈ ચૂક્યો છું. હું પ્રતીક્ષા કરી રહ્યો છું કે મારા ફાઉન્ડેશનમાં જમા પૈસાઓની છેલ્લી રકમ થકી પણ કોઈ પણ રીતે જરૂરિયાતમંદ લોકોનો જીવ બચાવી શકું.
સોનુ સૂદે વધુમાં લખ્યું છે કે, મેં કેટલીય મોટી બ્રાન્ડને ફીના બદલે લોકોની ભલાઈનું કામ કરવાનું કહ્યું છે. મારો સફર કાર્યરત રહેશે. તેમણે અંતમાં હિન્દીની પંક્તિમાં લખ્યું છે કે, कर भला, हो भला और अंत भले का भला। તેમણે વધુમાં લખ્યું છે કે, મારા ઘરમાં આવેલા કેટલાક મહેમાનોના કારણે પાછલા ચાર દિવસોથી લોકોની સેવા નહોતો કરી શક્યો, પણ હવે હું પરત ફર્યો છું. कर भला हो भला, अंत भले का भला।
આવકવેરા વિભાગનું કહેવું છે કે, તેમની પાસે અભિનેતાની વિરૂદ્ધ પર્યાપ્ત પ્રમાણ છે. અધિકારીઓએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, અભિનેતાએ ખોટી સંસ્થાઓ પાસેથી અઢળક પૈસા જમા કરી રાખ્યા હતા. સીબીડીટીના જણાવ્યા અનુસાર અભિનેતાની મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી, ગુરૂગ્રામ સહિતના 28 સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી હતી.
વર્ષ 2020માં શરૂ થયેલી ભયાનક કોરોના મહામારીમાં લાગેલા લોકડાઉનમાં સોનુ સૂદે કેટલાય પ્રવાસી મજૂરોની મદદ કરી હતી. એ સમયથી આજ સુધી સોનુ સૂદ પોતાનાથી થઈ શકે તેટલી લોકોની સહાયતા કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સોનુ સૂદ પાસેથી મદદ માગવામાં આવે અને સોનુ જો હા પાડી દે તો ગણતરીની ક્ષણોમાં તેની પાસે સહાયતા પહોંચી જાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત