Homeગામનાં ચોરેઅરરર... કોરોનાના મૃતદેહોને કચરા ગાડીમાં લઈ જવામાં આવ્યા

અરરર… કોરોનાના મૃતદેહોને કચરા ગાડીમાં લઈ જવામાં આવ્યા

Team Chabuk-National Desk: સુરતમાં વેન્ટીલેટર મ્યુનિસિપાલિટીની કચરાની ગાડીમાં લઈ ગયા હતા. અહીં સુધી તો ઠીક હતું પણ છત્તીસગઢમાં જે થયું તે તો બિહામણું છે. અહીં કોરોનાના મૃતદેહને કચરા ભરવાની ગાડીમાં લઈ જવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની કેટલીક તસવીરો વાઈરલ થઈ છે. તસવીરો વાઈરલ થયા બાદ પ્રશાસન પર જનતા ફિટકારની લાગણી વરસાવી રહી છે. તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે PPE કિટ પહેરેલા લોકો મૃતદેહોને સ્મશાનઘાટ પર ઉતારે છે. આ સમગ્ર ઘટના છત્તીસગઢના રાજનાંદગામ જિલ્લાની છે.

રાજનાંદગામ જિલ્લા મુખ્યાલયથી 25 કિલોમીટર દૂર સ્થિત ડોરગરગામમાં કોરોના પીડિત બે સગ્ગી બહેનો સહિતના ત્રણ લોકોનું મોત થઈ ગયું હતું. આ ત્રણ મોત સિવાય ડોરગર ગામની સરકારી હોસ્પિટલમાં કોરોના પીડિત વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારીએ પુષ્ટી કરી છે કે કોવિડના દર્દીઓનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું હતું. જેથી તેમનું મૃત્યુ થઈ ગયું.

નગર પંચાયતના કચરા ફેંકવાના વાહનથી આ મૃતદેહોને સ્મશાનમાં લાવવામાં આવ્યા. જ્યારે આ વિશે CMOને પૂછવામાં આવ્યું ત્યારે તેમનો જવાબ હતો કે મૃતદેહોને લઈ જવા માટે ગાડીની વ્યવસ્થા કરવાનું કામ નગર પંચાયતનું છે.

ડોંગર ગામના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રની બીએમઓએ આ ઘટના સામે આવ્યા પછી ખૂદને ઘરમાં આઈસોલેટ કરી દીધી છે અને જવાબદારીમાંથી ભાગી ગઈ છે. જ્યારે કે તેની કોરોના રિપોર્ટ નેગેટિવ આવી છે.

રાયપુરમાં માલવાહક ટ્રકોને મૃતદેહનું વહન કરવા માટેના વાહન બનાવીને રાખી દીધા છે. રાયપુરના મેકાહારાથી આ રીતે જ મૃતદેહો અંતિમ સંસ્કાર માટે શહેરના વિભિન્ન ભાગમાં લઈ જવામાં આવે છે. ઈલાજના અભાવ અથવા તો મોડો ઈલાજ થવાના કારણે લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે. તેમના મૃતદેહોની પણ લાપરવાહીથી ભરેલી તસવીરો સામે આવી રહી છે. રાયપુરમાં કેટલાય દિવસોથી મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવી રહ્યા છે. જેમાંથી ઘણા મૃતદેહોમાં કીડા પડી ગયા છે.

છત્તીસગઢમાં કોરોનાની ભયાનક સ્થિતિ છે. રાયપુર જિલ્લો સૌથી વધારે પ્રભાવિત છે. 100ની તપાસ કરવામાં આવે તો 50 દર્દીઓ પોઝિટિવ મળી રહ્યા છે. રાજ્યના 18 જિલ્લાઓમાં નિયંત્રણો બાદ પણ પ્રદેશનો સંક્રમણ દર સતત વધી રહ્યો છે. 24 કલાકમાં 46, 528 ટેસ્ટ થયા છે. જેમાંથી 14,250 દર્દીઓની રિપોર્ટ સામે આવી છે. અર્થાત્ પ્રત્યેક 100 લોકોના ટેસ્ટિંગ પર 30.62 લોકો પોઝિટિવ મળ્યા છે.

છત્તીસગઢના રાજ્યપાલ અનુસુઈયા ઉઈકેએ પીએમ મોદીને સેન્ટ્રલ પેરા મિલિટ્રી ફોર્સનો મેડિકલ સ્ટાફ મોકલવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, પ્રદેશની સ્થિતિ ખૂબ જ ભયાવહ છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ સર્વદળીય બેઠક બોલાવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments