Team Chabuk-National Desk: કેન્દ્ર સરકાર હવે સોના (gold) પરની આયાત જકાત ઘટાડવાનું વિચારી રહી છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર, સોનાની ગેરકાયદેસર શિપમેન્ટ રોકાવા માટે સરકાર આયાત જકાત ઘટાડવા પર વિચાર કરી રહી છે. ભારત સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. એવામાં મોટા સ્તર પર ભારતમાં સોનું આયાત થાય છે. પરંતુ સોના પર આયાત જકાત વધવા પર ભારતમાં સોનાની દાણચોરીના કેસમાં વધારો થયો છે. તેને જોતા સરકાર સોના પર આયાત જકાત 12.5 ટકાથી ઘટાડીને 10 ટકા કરવા પર વિચાર કરી રહી છે.
એક મીડિયાના અહેવાલ મુજબ, જો કે, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે, સોના પર આયાત જકાત ઘટાડવાની ભલામણોને સ્વીકારવામાં આવશે કે નહિ. જો સોનાં પર આયાત જકાતમાં કપાતનો નિર્ણય લેવામાં આવે છે તો શક્ય છે કે, બજેટમાં સરકાર તેની જાહેરાત કરે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆકી 2023ના રોજ બજેટ રજૂ કરશે.
સોના પર આયાત જકાત ઘટાડવાનો નિર્ણય એટલા માટે મહત્વનો હશે કારણ કે, સરકાર વેપાર ખાદ્ય ઘટાડવા માટે સરકાર આયાત ઘટાડવા માંગે છે. પરંતુ આ વચ્ચે સોની દાણચોરીના કિસ્સાઓમાં વધારાથી સરકારની આવક પર પણ અસર પડે છે. સરકારે જુલાઈ 2022માં જ ટેરિફમાં વધારો કર્યો હતો, ત્યારબાદથી જ સોનાની આયાતમાં મહદંશે ઘટાડો આવ્યો છે. જો કે, નાણા મંત્રાલયની તરફથી હજુ સુધી આ વિશે કોઈ જાણકારી સામે આવી નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
