Team Chabuk-National Desk: શિક્ષકની જેટલી પણ વ્યાખ્યાઓ આપો ઓછી છે. સરસ્વતીનો સાધક પણ તેને જ કહેવાય અને દેશનું ભવિષ્ય પણ તેના જ હાથમાં હોય છે. જોકે કેટલાક એવા શિક્ષકો પણ હોય છે જે અન્યોને પણ બદનામ કરી નાખે. શિક્ષક શબ્દને શર્મશાર અને કલંકિત કરી નાખે. દેશમાં આવો જ એક કિસ્સો બન્યો છે. જેણે શિક્ષકના નામ પર કામ શૈતાનને પણ શરમાવે એવું કર્યું છે.
થોડા સમય પહેલા ચૈન્નઈના એક શિક્ષક પર વિદ્યાર્થિનીઓએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. જે વારદાતમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સ્કૂલ પ્રશાસન દ્વારા તેને નિલંબિત કરી દેવામાં આવ્યો હતો. આવી જ વધુ એક ઘટના એ જ શહેરમાંથી સામે આવી છે. આરોપી શિક્ષક કોમર્સનો વિષય ભણાવે છે. વિદ્યાર્થીઓએ તેના પર ડરાવવા-ધમકાવવા અને યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. ફરિયાદી વિદ્યાર્થીઓની સાથે સાથે પાસ આઉટ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે જેણે આ શિક્ષક પર આરોપ લગાવ્યો છે.
સ્કૂલ એલ્યુમિનાઈ એસોસિએશનનું કહેવું છે કે, અલગ અલગ વિદ્યાર્થીઓ તરફથી તેમને 500થી વધારે સંદેશાઓ મળી રહ્યા છે. સોશિયલ મિડિયા અને સ્કૂલ એલ્યુમિનાઈ એસોસિએશન તરફથી ઈમેઈલ મારફતે ફરિયાદો મળતા શાળા પ્રશાસને આરોપી ટીચરને સસ્પેન્ડ કરી દીધો છે.
આ અંગે મેનેજમેન્ટ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, ‘‘અમે આરોપ પર ધ્યાન આપ્યું છે. તપાસ ઈન્ટરનલ કમિટિને મોકલી રહ્યા છીએ. તપાસ એકદમ નિષ્પક્ષ અને પારદર્શી રહેશે. તમામ ફરિયાદો અને આરોપોની તપાસ સમિતિ કરશે. અમે ભાવનાઓને સમજી રહ્યા છીએ. છાત્ર ચિંતામુક્ત રહે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ આરોપી વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તપાસ થતાં સુધીમાં ટીચરને તેના પદ પરથી નિલંબિત કરી દેવામાં આવ્યો છે. આ સિવાય આરોપી શિક્ષકને કોઈ પણ વિદ્યાર્થી સાથે કોન્ટેક ન કરવાની સૂચના આપવામાં આવી છે. બાળકોની સેફ્ટી સૌથી પહેલા છે. અમે અમારા વિદ્યાર્થીઓની વિરૂદ્ધ કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર અથવા તો ઉત્પીડન સહન કરી શકીશું નહીં.’’
શાળા એલ્યુમિનાઈ એસોસિએશનના ઈમેલમાં શું છે?
સ્કૂલ એલ્યુમિનાઈ એસોસિએશને શાળા મેનેજમેન્ટને ઈમેઈલ કરીને જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તૂણકના કારણે અગાઉ પણ શિક્ષકને એક શાળામાંથી ખદેડી મૂકવામાં આવ્યા હતા. એ ખૂદને પિતા સમાન કહી છોકરીઓને તેમના ખોળામાં બેસાડવા મજબૂર કરતા હતા. એ સાથે તેમને કિસ પણ કરતો હતો. સ્કૂલ એલ્યુમિનાઈ એસોસિએશનનું કહેવું છે કે જો આ પહેલાની શાળાએ જ તેની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હોત અથવા તો વર્તમાન સ્કૂલ મેનેજમેન્ટે જ તેને નોકરી પર રાખતા પહેલા તેના ઈતિહાસની ચકાસણી કરી હોત તો આ સ્થિતિ ન આવત.
નાપાસ કરવાની ધમકી
ઈમેઈલમાં સ્કૂલ એલ્યુમિનાઈ એસોસિએશને જણાવ્યું કે, જ્યારે વિદ્યાર્થીઓએ આ અંગે જણાવવાનું કહ્યું, તો એમનું મોઢું બંધ કરી દેવામાં આવ્યું. આરોપીએ તેમને પરીક્ષામાં ફેલ કરી દેવા સુધીની ધમકી ઉચ્ચારી. આ સિવાય એ શિક્ષકે એ વિદ્યાર્થીઓની સમગ્ર ક્લાસની સામે ઈનસલ્ટ પણ કરી હતી. ભૂતપૂર્વ છાત્રસંઘના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિનીઓને હેરાન કરવા સિવાય, શિક્ષકે છોકરાઓને માર્યા. એમને આખા ક્લાસની સામે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી શર્મશાર પણ કર્યા હતા.
ઈમેઈલ મારફતે મેનેજમેન્ટને એ પણ જણાવવામાં આવ્યું છે કે, આરોપી ક્લાસ ટીચર હોવાના કારણે તેની પાસે શાળાના તમામ વિદ્યાર્થીઓની ડિટેલ્સ પણ હતી. ફોન નંબર, માતા પિતાની કોન્ટેક ડિટેલ્સ અને ત્યાં સુધી કે ઘરનું સરનામું પણ હતું. તો બીજી બાજુ વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો કે, શિક્ષકે ઘણી છોકરીઓને મેસેજ કર્યા હતા અને જ્યારે એમણે જવાબ આપવાની ના પાડી તો ધમકાવવા લાગ્યા હતા.
શાળાસંઘનું કહેવું છે કે, શાળામાં શિક્ષકની આ પ્રકારની વર્તુણક શાળા પ્રશાસનની લાપરવાહીનું પરિણામ છે. આરોપ તો એવો પણ લાગ્યો છે કે શિક્ષક પોતાની બાઈકમાં ત્રણથી વધારે વિદ્યાર્થિનીઓને મંદિરના દર્શન કરવા માટે લઈ જતો હતો. અને આવું હંમેશાં શાળાના સમયે કે સાંજના સમયે કરતો હતો. જ્યારે વિદ્યાર્થિનીઓ ના પાડતી હતી ત્યારે તેમને ક્લાસમેટની સામે ચરિત્રહીન કહી શરમજનક સ્થિતિમાં મૂકી દેતો હતો.
એક વિદ્યાર્થિનીને થયેલો કડવો અનુભવ
સ્કૂલ એલ્યુમિનાઈ એસોસિએશને એક ઈમેઈલ દ્વારા મેનેજમેન્ટ સામે એક વિદ્યાર્થિનીનો અનુભવ રાખ્યો છે. આ વિદ્યાર્થિનીને આરોપી શિક્ષકે એક મેસેજ કર્યો હતો કે વર્ગંખંડમાં સાડા સાતની જગ્યાએ સાત વાગ્યે આવવું. જ્યારે તે વર્ગખંડમાં નિયત સમય પર પહોંચી તો જોયું કે ત્યાં માત્ર શિક્ષક જ ઉપસ્થિત હતા. ટીચરે તેને જબરદસ્તી કિસ કરી. તેની સાથે છેડછાડ કરી. જ્યારે વિદ્યાર્થિની ફરિયાદ કરવા માટે પહોંચી તો તેને ખોટા આરોપમાં ફસાવી દીધી. સાથે જ તેને 11માં ધોરણમાં જ અટકાવી દેવામાં આવી. ખરી વાર્તા હવે શરૂ થાય છે કે એ શિક્ષકે આ વિદ્યાર્થિનીનું બાદમાં અગણિત વખત શોષણ કર્યું.
સ્કૂલ એલ્યુમિનાઈ એસોસિએશને આરોપ લગાવ્યો કે, આરોપી શિક્ષક ઓછા ગુણવાળા વિદ્યાર્થિનીઓને ગમે તે ભોગે શાળા પૂર્ણ થઈ ગયા પછી પણ રોકતો હતો અને એક્સ્ટ્રા ક્લાસના બહાને વિદ્યાર્થિનીઓ સાથે જબરદસ્તી કરતો હતો. ક્યારેક કોચિંગના બહાને ઘરે પણ બોલાવતો હતો અને શોષણ પણ કરતો હતો. શાળા એલ્યુમિનાઈ એસોસિએશને શાળા પ્રશાસન આગળ એવી માગ કરી છે કે આરોપી શિક્ષકને POCSO એક્ટ અને IPCની કલમ હેઠળ દુષ્કર્મ, યૌન ઉત્પીડન, અપરાધીક ધમકી સહિતની ફરિયાદો દાખલ કરવામાં આવે. જેથી આવી હરકત બીજી વખત ન થાય.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ