Homeગામનાં ચોરેટ્રેની પોલીસ જવાનોને લઈ જઈ રહેલી બસ ખીણમાં પડી, 12 જવાન ઘાયલ

ટ્રેની પોલીસ જવાનોને લઈ જઈ રહેલી બસ ખીણમાં પડી, 12 જવાન ઘાયલ

Team Chabuk-National Desk: છત્તીસગઢના મેનપાટમાં શનિવારની સવારે ટ્રેની પોલીસ જવાનોથી ભરાયેલી બસ રસ્તાના કિનારે 15 ફૂટી ઉંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 જવાન ઘાયલ થયા હતા. જેમાંથી ચાર જવાનોની સ્થિતિ ગંભીર છે. તેમને હાલ અંબિકાપુર મેડિકલ કોલેજમાં રેફર કરવામાં આવ્યા છે. આ તમામ જવાન મુંગેલીમાં થનારા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના કાર્યક્રમમાં ફરજ બજાવવા માટે જઈ રહ્યા હતા.

advertisement-1

પ્રાપ્ત વિગતો મુજબ, મેનપાટ સ્થિત પોલીસ ટ્રેનિંગ શાળામાંથી 38 ટ્રેની જવાનોને લઈને બસ મુંગેલી જઈ રહી હતી. આ સમયે જ અમગાંવની પાસે વળાંક આવતા બસ પલટી ગઈ અને રસ્તાના કિનારે આવેલી ખાઈમાં પડી ગઈ હતી. નીચે જઈ બસ વૃક્ષમાં ફસાઈ તે જવાનોના નસીબ. સ્થાનિકોએ દુર્ઘટના જોઈ હતી જેથી તેમણે પોલીસને જાણ કરી હતી. અહીંથી જવાનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

rps-baby-world-1

આ અંગે પોલીસનું કહેવું છે કે, ડ્રાઈવર બસને ઝડપથી ચલાવી રહ્યો હતો. આ કારણે રસ્તા પર બસ નિયંત્રણ ગુમાવી બેઠી હતી અને ચાલક તેને સંભાળી નહોતો શક્યો. આ દુર્ઘટનામાં જવાનોને વધારે ઈજા પહોંચી નથી. બીજી બાજુ બસ ડ્રાઈવર મુંગેલીલાલનું કહેવું છું કે, બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેથી તે બસ પર કાબૂ નહોતો મેળવી શક્યો. જોકે બસ ચાલક સુરક્ષિત છે. તેને કોઈ પણ ઈજા નથી પહોંચી. PTSના SP રવિ કુમારે પણ નિવેદન આપ્યું હતું કે, તમામ જવાનો સુરક્ષિત છે.

rps-baby-world-1

પોલીસ ટ્રેનિંગ શાળામાં 150 જવાનોને સીએમના કાર્યક્રમ માટે માગવામાં આવ્યા હતા. જે માટે મુંગેલીથી જ ચાર ખાનગી બસ મોકલવામાં આવી હતી. જેમાંથી બે બસ ગઈકાલ રાતે 70-80 જવાનોને લઈ ગઈ હતી. બે બસ શનિવારના રોજ સવારમાં લઈ નીકળી હતી. જેમાંથી પાછળ રહેલી બસ નિયંત્રણ ગુમાવી બેઠી હતી અને અકસ્માતનો ભોગ બની હતી.

advertisement-1

એસપીનું એમ પણ કહેવું છે કે, ડ્રાઈવર મેદાની વિસ્તારોમાં બસ ચલાવવાનું જાણે છે. પહાડી વિસ્તારમાં તે બસ પર નિયંત્રણ નહોતો રાખી શક્યો. એ મુંગેલીથી આખી રાત બસ ચલાવીને સવારે પીટીએસ પહોંચ્યો હતો. રસ્તામાં ઉંઘ આવી ગઈ હતી. બાકી ઘટનામાં કોઈ અન્ય કારણ છે કે નહીં તે માટે પોલીસ તપાસ કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments