છેલ્લા કેટલાક દશકાઓમાં ચીનને ચંદ્ર પર પહોંચવાની તાલાવેલી લાગી છે. અત્યાર સુધીમાં ચીને પોતાના મિલિટ્રી રન અંતરિક્ષ કાર્યક્રમ પાછળ અરબો રૂપિયાનું આંધણ કરી નાખ્યું છે. ચીનને માનવ મિશન ચંદ્ર પર મોકલવું છે.
તાજેતરમાં ચીને ચંદ્ર પર પોતાનું યાન મોકલ્યું છે જે ત્યાંથી માટી લાવશે. ચંદ્રની સપાટી વિશે જાણવાનો પ્રયાસ કરશે. યાન જે નમૂનાઓ ચંદ્ર પરથી લઈને પરત ફરશે તે નમૂનાઓનો ચીની વૈજ્ઞાનિકો અભ્યાસ કરશે અને ચંદ્રની ઉત્પતિ, ચંદ્રની રચના કેવી રીતે થઈ તેમજ જ્વાળામુખી વિશે જાણવાનો પ્રયાસ કરશે.
ચીનનું ચંદ્ર મિશન ચંગ’ઈ-5 સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરી ગયું છે જેને ચીની વૈજ્ઞાનિકોએ મોટી સફળતા ગણાવી છે. સોવિયત યુનિયને 1976માં ચંદ્રના નમૂના એકઠા કર્યા હતા ત્યારબાદ વિશ્વમાં ચીનનું આ પહેલું મિશન છે જે સફળ થયું છે.
ચીનને ચંદ્ર પર પહોંચવાની ઉતાવળ કેમ છે ?
ચીન વિશ્વમાં અમેરિકા અને રશિયા જેવી અવકાશી શક્તિ બનાવવા ઈચ્છે છે. એટલે જ ચીનને ચંદ્ર પર જવાની તાલાવેલી લાગી છે. વિશ્વમાં અત્યાર સુધીમાં અમેરિકા અને રશિયા જ માત્ર એવા દેશ છે જેનું ચંદ્ર મિશન સફળ રહ્યું હોય અને ચંદ્રની સપાટી પરથી નમૂના એકઠાં કર્યા હોય. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2022 સુધીમાં ચંદ્ર પર સ્પેસ સ્ટેશન ‘ટીયાંગોંગ’ બનાવવા માગે છે. જેને તે ચીનનું સપનું ગણાવે છે.
ચીને 2011માં મિશન ટીયાંગોંગ -1 શરૂ કર્યું હતું. જો કે, યાન 2018માં ક્રેશ થઈ જતાં ચીનના સપનાઓ પર પાણી ફરી ગયું હતું. 2016માં ચીને ટિયાંગોંગ-2 નામથી એક સ્પેસ લેબ પણ લોન્ચ કરી હતી. 2019માં ચીન મિશનમાં ફરી સક્રીય થયું હતું. ચીન ઈચ્છે છે કે, આ મિશનથી ટિયાંગોંગ ફેઝ માટે સાધનો અને તેની પ્રક્રિયાનું પરિક્ષણ થઈ જાય.
મિશનને સમજો
ચીન જે મિશન ચાંગ’ઈ-5 પર કામ કરી રહ્યું છે. તેમાં એક લેન્ડર અને એક એસેન્ડર સામેલ છે. તે બાકીના ક્રાફ્ટથી અલગ થઈ ગયા છે. પૃથ્વી પરથી ચંદ્ર પર જે ડાઘ દેખાય છે ત્યાં જ ચીનનું મિશન છે. આ વિસ્તાર વિશે માનવામાં આવે છે કે છેલ્લે ચંદ્ર પર આ જ વિસ્તારમાં જ્વાળામુખી સક્રિય થયો હતો. અહીં ચીનનું મૂન મિશન ક્રાફ્ટ અંદાજે બે મિટરનો ખાડો ખોદશે. ત્યારબાદ માટી અને ચંદ્રની સપાટી પરના અંદાજે બે કિલોગ્રામ નમૂના એસેન્ડરમાં રાખશે અને પરત ફરશે. પૃથ્વીના વાતાવરણમાં આવ્યા બાદ ઉત્તરી ચીનના મંગોલિયા ક્ષેત્રમાં પેરાશૂટની મદદથી આ ક્રાફ્ટ જમીન પર ઉતરશે.
નમૂનાનું શું કરાશે ?
કોરોના વાયરસના જન્મદાતા ‘વુહાન’માં આવેલી જીયોસાયન્સ યુનિવર્સિટીના દાવા મુજબ, ચંદ્રની સપાટી પરથી ધૂળ વગેરેના નમૂના મળશે તેનાથી ચંદ્રનો ઈતિહાસ સમજવામાં મદદ મળશે. આ નમૂનાની મદદથી એ જાણી શકાશ કે ચંદ્ર પર 1થી 2 અરબ વર્ષ પહેલાં જે જ્વાળામુખી જેવી પ્રક્રિયા હતી તે હજુ છે ? જો છે તો તેનું સ્વરૂપ બદલાયું છે ?
અત્યાર સુધી ચંદ્ર વિશે વૈજ્ઞાનિકોએ શું-શું જાણ્યું ?
અત્યાર સુધીમાં ચંદ્ર વિશે જે સ્ટડી થઈ છે તેના સંદર્ભમાં નેચરના રિપોર્ટ પ્રમાણે 3.5 અરબ વર્ષ પહેલાં ચંદ્રની સપાટી પર જ્વાળામુખી જેવી પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. ચંદ્ર વિશે જાણવા માટે ચંદ્રની સપાટીની ધૂળને બહુ મહત્ત્વની માનવામાં આવે છે.
મિશનમાં આ વિઘ્નો છે
મિશનની ડિઝાઈન અને વિજ્ઞાનને ધ્યાને રાખીને અમેરિકી વૈજ્ઞાનિકોએ શક્યતા વ્યક્ત કરી છે કે,લેન્ડર ક્રેશ થઈ શકે છે અથવા તો જેવું લેન્ડર હલન-ચલન કરશે ત્યારે એકઠાં કરાયેલા નમૂના પડી શકે છે. જો આવું થાય તો ચીનનું મિશન ફરી નિષ્ફળ રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત