કોમરેડ જસ્મીન સુવાગિયા : ઉર્દૂએ આપણને ઘણા પ્રતિભાશાળી કવિઓ આપ્યા છે. માત્ર ફેસબુક પર 2 પંક્તિઓ પ્રાસમાં લખીને કવિ નથી બની જવાતું. કવિતાની સાધના કરે તે કવિ. જેના સર્જનમાં તમે જેટલા ઉંડા ઉતરો તેમ તેમ લાગ્યા કરે હજુ કશું આપણે ઉકેલી શક્યા નથી.
ભાવકે કવિતાને ખોલવી પડે અને ખોલ્યા પછી ખબર પડે કે એમાં તો કેટકેટલા પૂરજા છે. જોન એલિયાની કવિતામાં આ જાદુ આપણને જોવા મળે. તેમની કવિતાનું તત્વજ્ઞાન ન્યારું છે. ઉત્તર પ્રદેશના અમરોહામાં 14 ડિસેમ્બર 1931માં જોન એલિયાનો જન્મ થયો હતો. અમરોહાની ધરતી એ સાહિત્યની ધરતી રહી છે. આ ધરતીએ ઘણા મોટા ગજાના સાહિત્યકાર દેશને આપ્યા છે.
જોન એલિયાની શાયરી વાંચીને લાગે આ કવિ પોતાના દર્દને પ્રેમ કરી રહ્યાં છે. આપણને પણ વાંચતા-વાંચતા એ દર્દની સહાનુભૂતિ થાય એટલું મજબૂત છે તેમનું સર્જન જુઓ તેમનો આ શેર
मैं भी बहुत अजीब हूं इतना अजीब हूं कि बस
ख़ुद को तबाह कर लिया और मलाल भी नहीं
જોન એલિયા સમૃદ્ધ પરિવારમાંથી આવતા હતા, તેમના માતા-પિતા ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા, ધનિક પરિવારમાં જન્મ્યા હોવાથી તેઓ સારું એવું શિક્ષણ પણ મેળવી શક્યા હતા. ભાગલા બાદ જોન એલિયા પાકિસ્તાનમાં સ્થાયી થયા, પરંતુ તેમના દિલમાં હિન્દુસ્તાન પ્રત્યે અપાર પ્રેમ હતો જ. જોન એલિયા જેવા લાગણીશીલ કવિ પ્રેમમાં પણ પડ્યા અને ખરેખર પડ્યા. પાકિસ્તાનના બુદ્ધિજીવી શિક્ષીકા અને લેખિકા જાહીદા હિના સાથે તેમની પ્રીત પાંગરી અને તેમની સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ બંનેને ભાન થયું કે આ સંબંધ લાંબો સમય ચાલશે નહીં બાળકો થયા બાદ બંને દંપતી અલગ થઈ ગયા. પોતાની પત્ની છોડીને જતી રહી અને શાયર જોન એલિયા દુઃખના દરિયામાં પડી ગયા, આ દુઃખમાંથી નીકળી ઉમદા કવિતાઓ.
तुम मेरा दुःख बाँट रही हो मैं दिल में शर्मिंदा हूँ
अपने झूठे दुःख से तुमको कब तक दुःख पहचाऊँगा
તેમની શાયરીમાં એક ઉંડાણ છે. દુઃખ છે. પોતાના લોકોથી દૂર જવાની વેદના છે. પોતાની નિષ્ફળતાઓ છે. જોન એલિયાનો જાત સાથેનો સંઘર્ષ ચાલ્યા રાખ્યો અને એ સંઘર્ષમાંથી રચના થઈ ઉત્તમ સાહિત્યની, પ્રિયતમાના હોઠ પર ચૂંબનની વાત કરતી ગઝલના જમાનામાં આ શાયર લોહી થૂંકવાની વાત કરે છે
मेरे कमरे का क्या बया कि यहाँ
खून थूका गया शरारत में
જોન એલિયા ખૂબ જ લાગણીશીલ હતા, મૂશાયરામાં તેમનો અંદાજ અલગ રહેતો, ક્યારેક આનંદીત થઈ જતા તો ક્યારેક ગુસ્સામાં આવીને મુશાયરો છોડીને જતા રહેતા. તેમના સમયમાં તેમની શાયરી અને તેમના વ્યક્તિત્વની ટીકા પણ થઈ. તે સમયમાં આ શાયરની કદર થવી જોઈએ એટલી ન થઈ શકી.
2002માં કરાંચી ખાતે આ મહાકવિનું નિધન થયું અને તેમના ગયા પછી આ શાયરની કિંમત સમાજને સમજાઈ. આજે તેમની કવિતાને કોઈ સરહદ રોકી શકી નથી. પાકિસ્તાન અને ભારત બન્ને દેશમાં તેમની કવિતાઓએ એક આગવું સ્થાન મેળવ્યું છે. જોન એલિયાને સમજવા માટે આજે પણ આપણે એટલા જ અધુરા છીએ જેટલા દાયકાઓ પહેલા હતા. જોન વિશે વધુ કંઈ નથી લખવું, માણો તેમના કેટલાક શેર
जो गुज़ारी न जा सकी हम से
हम ने वो ज़िंदगी गुज़ारी है
कौन इस घर की देख-भाल करे
रोज़ इक चीज़ टूट जाती है
यूं जो तकता है आसमान को तू
कोई रहता है आसमान में क्या
कितने ऐश उड़ाते होंगे कितने इतराते होंगे
जाने कैसे लोग वो होंगे जो उस को भाते होंगे
मैं भी बहुत अजीब हूं इतना अजीब हूं कि बस
ख़ुद को तबाह कर लिया और मलाल भी नहीं
मैं रहा उम्र भर जुदा ख़ुद से
याद मैं ख़ुद को उम्र भर आया
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત