Homeગામનાં ચોરેસ્પેશિયલ ફ્લાઈટમાં ક્રૂ મેમ્બરે ડિસ્પોઝેબલ ડાયપર્સ પહેરવા જોઈએ

સ્પેશિયલ ફ્લાઈટમાં ક્રૂ મેમ્બરે ડિસ્પોઝેબલ ડાયપર્સ પહેરવા જોઈએ

વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત છે. લોકો કોરોના સાથે જીવતા શીખી રહ્યા છે. ગાઈડલાઈન્સના પાલન સાથે જીવન રાબેતા મુજબ થયું છે. બસ અને ટ્રેનના પૈડા પણ ફરી શરૂ થયા છે. તો ગાઈડલાઈનના પાલન સાથે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પણ શરૂ થઈ છે. એવામાં ચીને ક્રૂ મેમ્બર્સ માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે જેમાં કેટલાક મુદ્દા આશ્ચર્યજનક છે.

ચીનના એવિએશન રેગ્યુલેટરે કહ્યું કે, જે દેશોમાં કોરોનાનું સંક્રમણ વધુ છે ત્યાં જતી સ્પેશિયલ ફ્લાઈટમાં ક્રૂ મેમ્બરને ડિસ્પોઝેબલ ડાયપર્સ પહેરવા જોઈએ. જેનાથી બાથરૂમ જવામાં કાપ મુકી શકાય. તેણે એવો પણ તર્ક રજૂ કર્યો છે કે, આવું કરવાથી કોરોના વાયરસનું જોખમ ટળશે. ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જાહેર કરેલી ગાઈડલાઈન્સમાં ઉલ્લેખ કરાયો છે. એરલાઈન્સ, ફ્લાઈટ અને કેબિન ક્રૂ માટે આ સલાહ છે.

એરલાયન્સે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતા રોકવા માટે 38 પેજની ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં એરપોર્ટ્સ પર મહામારીને ફેલાતી રોકવા માટે અલગથી 11 પાનાંનો બીજો દિશાનિર્દેશ જાહેર કરાયો છે. આ દિશાનિર્દેશનો હેતું એરપોર્ટ પર કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવા, એરપોર્ટ સ્ટાફની માનસિક સ્થિતિનું નિરીક્ષણ કરવા તેમજ તેમની સારસંભાળ રાખવાનો છે. ગાઈડલાઈન્સમાં એવું પણ કહેવાયું છે કે, તેને સાઈકોલોજિકલ કાઉન્સિલિંગને સાથે તેમની સારી સુવિધાઓ આપવી પડશે.

CAACએ પોતાની વેબસાઈટ પર જાહેર કરેલી રજૂઆતમાં કહ્યું છે કે, ગાઈડલાઈન્સ એ ચાર્ટર ફ્લાઈટ પર લાગુ થશે જે એવા દેશમાંથી ચીન તરફ આવશે અથવા તો જશે જ્યાં કોરોનાનું સંક્રમણ વધુ છે. આ દેશમાં કોરોનાની સંખ્યાં પણ નક્કી કરાઈ છે. 10 લાખ લોકોમાંથી જો 500થી વધુ લોકો સંક્રમિત છે એવા દેશોને આ યાદીમાં સામેલ કરાયા છે. આ જ ગાઈડલાઈનમાં પર્સનલ ઈક્વિપમેન્ટ સેક્શનમાં ડાયપરની સલાહ પણ આપવામાં આવી છે. સાથે જ ટોયલેટનો ઓછો ઉપયોગ કરવાનું કહેવાયું છે. જો કે, વિશેષ પરિસ્થિતીમાં ક્રૂ મેમ્બર ટોયલેટનો ઉપયોગ કરી શકે તેવો ઉલ્લેખ પણ કરાયો છે.

કેબિન ક્રૂ મેમ્બર્સને તૈયાર પીપીઈ કીટ, મેડિકલ પ્રોટેક્ટિવ માસ્ક, ડબલ લેયરવાળા ડિસ્પોઝેબલ મેડિકલ રબડ ગ્લવ્સ, ગોગલ્સ, ડિસ્પોઝેબલ કૈપ્સ, ડિસ્પોઝેબલ પ્રોટેક્ટિવ કપડા અને સૂઝ માટે ડિસ્પોઝેબલ કવર્સ હોય છે.

દાવો કરાયો છે કે. ચીને મુસાફરોની યાત્રાને સુરક્ષિત બનાવવા માટે પણ આ નિર્ણય કર્યો છે. દાવો છે કે, ચીને એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે, કોકપીટમાં બેસેલા વ્યક્તિ સંક્રમિત ન થાય. કેબિન એરિયાને બફરઝોન બનાવવામાં આવે. તેને સ્વસ્થ રાખવા તેમજ પડદો રાખી તેને ક્વોરેન્ટાઈન એરિયામાં ફેરવવા માટે પણ કહેવાયું છે. પ્લેનની છેલ્લી ત્રણ સીટોને પણ પડદો લગાવી અલગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ ત્રણ સીટને પણ ઈમરજન્સી ક્વોરેન્ટાઈન એરિયામાં બદલવા કહેવાયું છે.

મહામારીથી ચીનના એવિએશન માર્કેટ પર અસર પડ્યો છે. વુહાનમાં સૌથી પહેલાં સંક્રમણ ફેલાયું હતું. જે બાદ દુનિયાના અલગ અલગ ખુણે કોરોના પહોંચ્યો છે. આ બાદ ચીનને મોટા પાયે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. હવે એરલાઈન્સે સાવધાની સાથે કેટલીક ફ્લાઈટ્સ શરૂ કરી છે. આ ફ્લાઈટ્સમાં હોસ્પિટલ ગ્રેડ એયર ફિલ્ટર્સ લગાવ્યા છે. જો કે, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા છતાં કેટલાક પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઈને હવે નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments