ગુરૂવારે દેશ માટે મહત્ત્વનો દિવસ બનીને રહ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનો પાયો નાખ્યો જે આધુનિકતાથી સુસજ્જ હશે. ભૂમિ પૂજન અને સર્વધર્મ પ્રાર્થના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે કહ્યું કે, આજનો દિવસ ઐતિહાસિક છે અને પાયાનો પથ્થર સાબિત થશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશમાં હવે ભારતીયતાના વિચારોની સાથે નવી સંસદ બનવા જઈ રહી છે. આપણે દેશવાસીઓ મળીને સંસદને બનાવીશું. જ્યારે ભારત પોતાની આઝાદીની 75મી વર્ષગાઠનો હર્ષઉલ્લાસથી જશ્ન મનાવશે ત્યારે સંસંદ એ તેની પ્રેરણા હશે. પીએમ મોદીએ કહ્યું કે, જો આપણા લોકતંત્રના ગુણગાન કરીશું તો એ દિવસ દૂર નથી જ્યારે દુનિયા કહેશે કે ઈન્ડિયા ઈઝ ધી મધર ઓફ ડેમોક્રેસી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણે ભારતના લોકો એ પ્રણ લઈએ કે આપણા માટે દેશની ચિંતા એ આપણી ચિંતા હશે. દેશનું સંવિધાન આપણા માટે સર્વશ્રેષ્ઠ હશે. દેશની અખંડતા સૌથી પ્રથમ હશે. પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે, દરેક પોતાના મનમાં 2047 સુધી સંકલ્પ કરે કે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે આપણે કેવો દેશ જોવા ઈચ્છીશું.
પીએમ મોદીએ કહ્યું કે એ ક્ષણ હું કોઈ દિવસ નહીં ભૂલી શકીશ જ્યારે 2014માં પ્રથમ વખત સંસદ ભવનમાં આવ્યો હતો ત્યારે મેં માથું નમાવીને નમન કર્યું હતું. હાલના સંસંદ ભવનમાં આઝાદીનું આંદોલન, સ્વતંત્ર ભારત, આઝાદ સરકારની પ્રથમ સરકાર, પ્રથમ સંસદ, સંવિધાન રચવામાં આવ્યું હતું.
સમયની જરૂર છે નવી સંસદ
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ભવનમાં બનેલો દરેક કાયદો, કહેવામાં આવેલી દરેક વાત આપણા લોકતંત્રની ધરોહર છે. પણ આપણે યથાર્થને સ્વીકારવું જરૂરી છે. જૂની ઈમારત સો વર્ષની થઈ રહી છે. પાછલા કેટલાય વર્ષોમાં જરૂરતો અનુસાર તેમાં બદલાવ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં લોકસભામાં બેસવાની જગ્યાઓ વધારવા માટે દીવાલોને પણ હટાવવામાં આવી છે. હવે સંસદ ભવન વિશ્રામ માગી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ટાંક્યું કે, 21મી સદીમાં ભારતને નવું સંસદ ભવન મળવું એ જરૂરી છે. નવા સંસદ ભવનમાં ઘણી સુવિધાઓ હશે. સાંસદોને સરળતા રહેશે. પીએમ મોદીએ કહ્યું કે જો સાંસદોના ક્ષેત્રના લોકો આવે છે. તો જૂના સંસદ ભવનમાં તેમના માટે જગ્યા નથી પણ નવા સંસદ ભવનમાં તેમના માટે સ્થાન છે.
આત્મનિર્ભર ભારત
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ આત્મનિર્ભરતાની વાત પણ લાવી હતી. જેમાં તેમણે કહ્યું કે, જૂના સંસદ ભવનમાં આઝાદી બાદ ભારતને દિશા આપી. નવું ભવન આત્મનિર્ભર ભારતનું સાક્ષી બનશે. આવનારી પેઢીઓ નવા સંસદ ભવન પર ગર્વ કરશે. સંસદ ભવનની ઉર્જાનો સ્ત્રોત આપણું લોકતંત્ર છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીના સમયે લોકતંત્રને લઈને કેટલીય શંકાઓ લગાવવામાં આવી હતી. પણ આપણા દેશે તમામને ખોટા સાબિત કરી દીધા.
ચૈન્નઈના ગામડાનું ઉદાહારણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બતાવ્યું કે, દેશમાં લોકતંત્ર શા માટે સફળ છે. દુનિયામાં 13મી સેન્ચુરીમાં મેગ્નાકાર્ટરથી પહેલા 12મા સૈકામાં ભગવાન બસેશ્વરે લોક સંસદની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે, દસમી સેન્ચુરીમાં તમિલનાડુના એક ગામડામાં પંચાયત વ્યવસ્થાનું વર્ણન છે. એ ગામમાં આજે પણ એવી જ રીતે મહાસભાનું આયોજન થાય છે. જે એક હજાર વર્ષથી અવિરત ચાલુ છે. પીએમ મોદીએ આ વિષય પર જણાવ્યું કે, એ સમયે પણ નિયમ હતો કે જો કોઈ પ્રતિનિધિ પોતાની સંપત્તિની જાણકારી નથી આપતું તો તેના સંબંધીઓ ચૂંટણી નહીં લડી શકે.
દુનિયાની સ્થિતિથી વિપરિત દેશ
પીએમ મોદી બોલ્યા હતા કે દુનિયામાં ચૂંટણી અને ચૂંટણીની પ્રક્રિયાને જ લોકતંત્ર સમજવામાં આવે છે. આપણા દેશમાં લોકતંત્ર એક સંસ્કાર છે. અને દરેકના જીવનનો અભિન્ન હિસ્સો છે. દેશના લોકતંત્રમાં જીવનમંત્ર, જીવનતંત્ર અને વ્યવસ્થાનો મંત્ર પણ છે. ભલે તેની પ્રક્રિયા બદલતી રહે છે. પણ આત્મા મજબૂત રહે છે. દુનિયામાં લોકતંત્રને લઈને ઘણી સ્થિતિ બની છે. પણ આપણા દેશમાં એવું નથી. દેશમાં મતદાનની સંખ્યા વધી રહી છે. મહિલાઓ અને યુવાઓ લોકતંત્રનો ભાગ બનવા ઈચ્છે છે.
દેશમાં અલગ અલગ વિચાર છે પણ મનભેદ નથી. આ લક્ષ્યની સાથે જ આપણું લોકતંત્ર આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ જણાવ્યું કે, સિખ ગુરૂ નાનક દેવે કહ્યું હતું કે, જ્યાર સુધી દુનિયા રહે, ત્યાર સુધી સંવાદ થતો રહેવો જોઈએ. લોકતંત્રમાં આશિર્વાદને જગ્યા આપવી એ આપણું દાયિત્વ છે.
દેશહિત સર્વોપરી
પીએમ મોદીએ કહ્યું કે, 1897માં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, 50 વર્ષ ભારત માતાની સેવા જ સર્વોપરી છે. હવે જ્યારે સંસદના નવા ભવનનો શિલાન્યાસ થઈ રહ્યો છે. તો દેશને એક નવો સંકલ્પ લેવો પડશે. પીએમ મોદીએ કહ્યું કે, સ્વામી વિવેકાનંદના એ સંકલ્પને યાદ કરતા આપણે સંકલ્પ લેવાનો છે કે ભારત સર્વોપરિ છે. તેમણે કહ્યું કે, આપણે દરેક નિર્ણય દેશહિતમાં વિચારવો જોઈએ. દરેક નિર્ણય દેશહિતના વિશે હોય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત