Homeગામનાં ચોરેનોકરીમાંથી કાઢી મૂકાતા ખિજાયેલા કમ્પાઉન્ડરે મહિલા ડોક્ટરના સેંથામાં પરાણે સિંદૂર પૂરી દીધું

નોકરીમાંથી કાઢી મૂકાતા ખિજાયેલા કમ્પાઉન્ડરે મહિલા ડોક્ટરના સેંથામાં પરાણે સિંદૂર પૂરી દીધું

Team Chabuk-National Desk: એકતરફી પ્રેમમાં પાગલ બનેલા લોકો ગમે તે હદ સુધી જવા તૈયાર હોય છે. આવો જ એક કિસ્સો બિહારના સમસ્તીપુરમાં સામે આવ્યો છે. બિહારના સમસ્તીપુરના દલસિંહસરાયમાં એકતરફી પ્રેમમાં પાગલ કમ્પાઉન્ડરે મહિલા ડોક્ટરની ઓફિસમાં ઘુસીને સેંથામાં સિંદૂર ભરી દીધું હતું. મહિલા ડોક્ટરે આ કમ્પાઉન્ડરને પોતાના દવાખાનામાંથી થોડા સમય પહેલા જ કાઢી મૂક્યો હતો.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર બિહારના સમસ્તીપુર જિલ્લાના દલસિંહસરાયમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ મહિલા ડોક્ટરના સેંથામાં સિંદૂર પૂરી દીધું હતું અને સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. આરોપી ભોગ બનનાર મહિલા ડોક્ટરના દવાખાનામાં જ કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. બે મહિના પહેલા કમ્પાઉન્ડરના લક્ષણો બરાબર ન લાગતા મહિલા ડોક્ટરે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. જે વાતનો ખાર રાખી અને એકતરફી પ્રેમમાં પાગલ બનેલા આ શખ્સે મહિલા ડોક્ટર સાથે બદલો લેવાનું નક્કી કર્યું હતું.

આરોપી અચાનક મહિલા ડોક્ટરની ઓફિસમાં ઘૂસી ગયો હતો અને મહિલા ડોક્ટર કંઈ વિચારે તે પહેલાં જ સેંથામાં સિંદૂર પૂરી દીધું હતું. કમ્પાઉન્ડરે આ ઘટનાનો વીડિયો પણ ઉતારી લીધો હતો. બાદમાં કમ્પાઉન્ડરે તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધી હતી. જેથી મહિલા ડોક્ટરે આ શખ્સ સામે દલસિંહસરાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર મહિલા ડોક્ટર દલસિંહસરાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રભારી ચિકિત્સા પદાધિકારી પણ છે. તેઓ દલસિંહસરાયમાં એક ખાનગી હોસ્પિટલ પણ ચલાવે છે. જેમાં આરોપી સુમિત કુમાર કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. પરંતુ થોડા દિવસ પહેલા મહિલા ડોક્ટરને કમ્પાઉન્ડરનું આચરણ બરાબર ન લાગતા તેને હોસ્પિટલમાંથી કાઢી મૂક્યો હતો.

નોકરીમાંથી કાઢી મૂકવાનો ખાર રાખી બદલો લેવા માટે આ શખ્સ ઘણા સમયથી પ્લાન બનાવતો હતો. અચાનક એક દિવસ જ્યારે મહિલા ડોક્ટર હોસ્પિટલમાં પોતાની ઓફિસમાં હાજર હતા ત્યારે જ સુમિત કુમાર ત્યાં પહોંચી ગયો અને ઓફિસમાં ઘુસીને દરવાજો બંધ કરી દીધો. પછી કમ્પાઉન્ડરે મહિલા ડોક્ટરના સેંથામાં સિંદૂર પૂરી દીધું અને પોતાની સાથે મહિલા ડોક્ટરના સેંથામાં સિંદૂર પૂરેલી તસવીરો ખેંચી વીડિયો ઉતારી લીધો. બાદમાં આ તસવીરો સુમિતે સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધી.

મહિલા ડોક્ટરે દલસિંહસરાય પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટના પોલીસ સમક્ષ જણાવી. પોલીસે આ મામલે કેસ દાખલ કરીને આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. ઘટના બાદ આરોપી સુમિત ગામ છોડીને ભાગી ગયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments