Homeગામનાં ચોરેVIDEO: ‘ઝીરો કોવિડ પોલીસી’ માટે ચીન તેના નાગરિકોનું ગળું રૂંધી રહ્યું છે

VIDEO: ‘ઝીરો કોવિડ પોલીસી’ માટે ચીન તેના નાગરિકોનું ગળું રૂંધી રહ્યું છે

Team Chabuk-International Desk: સોશિયલ મીડિયા પર ચીનના કેટલાક વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. જેમાં તે દર્દીઓની સાથે અમાનવીય વર્તન કરી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. કોરોના જ્યાંથી ફેલાયો તે ચીનમાં હવે ઝીરો કોવિડ પોલીસી દાખલ કરવામાં આવી છે અને તેમાં સામાન્ય જનતાનું ગળું રૂંધાઈ રહ્યું છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં લાખો લોકોને ક્વોરન્ટાઈન શિબીરોમાં રાખવામાં આવ્યા છે. કેટલાક સંક્રમિત દર્દીઓને મેટલ બોક્સમાં રાખવામાં આવ્યા છે. આગામી મહિનામાં ચીન વિન્ટર ઓલિમ્પિકની યજમાની કરવાનું છે ત્યારે કોઈ વિઘ્ન ન નડે એ પહેલા તેણે અગમચેતીના અમાનુષી પગલાં ભર્યાં છે.

સોશિયલ મીડિયામાં ચીનના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. વીડિયોથી ખ્યાલ આવે છે કે કડક પ્રતિબંધો વચ્ચે જનતાની સાથે કેવો વ્યવહાર થઈ રહ્યો છે. જેમાં ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને બાળકોનો પણ સમાવેશ થાય છે. જેમાંથી હજુ કેટલાય મેટલ બોક્સમાં પેક છે. જો જે તે વ્યક્તિ કોવિડ સંક્રમિત થાય છે તો તેને જેલના કેદીની માફક બે અઠવાડિયા સુધી મેટલ બોક્સમાં કેદ કરી રાખવામાં આવે છે. સુવિધાના રૂપે તેમાં લાકડીના પલંગ અને ટોયલેટ બનાવવામાં આવ્યા છે.

સમાચાર મળી રહ્યા છે કે જો કોઈ વિસ્તારમાં એક સંક્રમિત વ્યક્તિ પણ મળી જાય તો આખા વિસ્તારને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવે છે. તેમને બસમાં ઘેટા બકરાંની જેમ ભરી ભરીને કેમ્પમાં લઈ જવામાં આવે છે. જે વિસ્તારમાં કોઈ સંક્રમિત હોવાની પુષ્ટી થાય તો તેમને ઘર છોડી કેમ્પમાં આવવું પડશે તેવું કડક વલણ અપનાવવામાં આવે છે. દરેક વ્યક્તિના મોબાઈલમાં ટ્રેક એન્ડ એપ્સ રાખવી ફરજિયાત છે. આ એપ્લિકેશનથી જે વ્યક્તિ સંક્રમિત થયો હોય, તેના સંપર્કમાં આવેલા તમામ લોકોની ઓળખ મેળવી તેમને ક્વોરન્ટાઈન કેમ્પમાં મોકલી દેવામાં આવે છે.

તાજેતાજો ઘાણવો

  •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments