Homeસાહિત્યવાર્તા વિશ્વ : જલાલુદ્દીન રૂમીની આંધળો, બહેરો અને નાગો

વાર્તા વિશ્વ : જલાલુદ્દીન રૂમીની આંધળો, બહેરો અને નાગો

જલાલુદ્દીન રૂમી : એક મોટા શહેરમાં ત્રણ માણસો રહેતા હતા. જે અનુભવવિહીન હોવા છતાં અનુભવી હતા. એક દૂરની વસ્તુઓ જોઈ શકતો હતો પણ આંખોથી આંધળો હતો. હજરત સુલેમાનના દર્શન કરવામાં તો તેની આંખો અસમર્થ હતી પણ કીડીના પગને જોઈ લેતો હતો. બીજો નાનામાં નાની વાતને પણ સાંભળી લેતો હતો. જોકે એ બિલકુલ બહેરો હતો. ત્રીજો નાગો. જાણે હરતું ફરતું મડદુ ન હોય. પણ તેના કપડાં ખૂબ જ લાંબા હતા.

આંધળાએ કહ્યું, ‘જુઓ એક ટોળું આવે છે. હું જોઈ રહ્યો છું કે એ કઈ જાતિના છે અને તેમાં કેટલા માણસો છે.’

બહેરાએ કહ્યું, ‘મેં પણ એમનો અવાજ સાંભળ્યો છે.’

નાગાએ કહ્યું, ‘ભાઈ મને તો ડર લાગી રહ્યો છે કે ક્યાંક એ મારા લાંબા લાંબા વસ્ત્રો ઉતારી ન લે.’

આંધળાએ કહ્યું, ‘જુઓ એ લોકો નજીક આવી રહ્યા છે. મારા મારી થાય અને કોઈ પીટાઈ જાય તે પહેલા ભાગી નીકળીએ.’

બહેરાએ કહ્યું, ‘એમના પગનો અવાજ હવે નજીક આવતો જાય છે.’

નાગો બોલ્યો, ‘મિત્રો સતર્ક થઈ જાઓ અને ભાગો. ક્યાંક એવું ન થાય કે એ મારા કપડાં ફાડી નાખે. હું તો સૌથી મોટા ખતરામાં છું.’

ત્રણે ત્યાંથી ભાગી ગયા અને શહેરમાંથી નીકળીને એક ગામમાં પહોંચી ગયા. આ ગામમાં તેમને શરીરથી હુષ્ટુપુષ્ટ મરઘો મળ્યો. પણ તે સાવ હાડકાઓના મારાનો બનેલો હતો. જરા પણ માંસ એના શરીરમાં વધેલું ન હતું.

આંધળાએ તેને જોયો, બહેરાએ તેનો અવાજ સાંભળ્યો અને નાગાએ તેને પકડીને પોતાના કપડામાં સંતાળી દીધો. એ મરઘો મરીને સુકાઈ ગયો હતો અને કાગડાએ તેમાં ચાંચ મારી હતી. ત્રણે ભેગા થઈને મોટું ટોપીયું લઈ આવ્યા, જેની ઉપર ઢાંકવાનું તો હતું જ નહીં પણ નીચેય તૂટેલું હતું. તેને ચૂલા ઉપર ચડાવ્યું. તાજા મુરઘાને નાખ્યો ટોપીયામાં. હળવે તાપે મુરઘાને પકાવવાનું શરૂ કર્યું અને મુરઘાના હાડકા ગળીને ચૂરો ચૂરો થઈ ગયા.

પછી જે રીતે સિંહ પોતાનો શિકાર ખાય છે. બસ એ રીતે જ મુરઘો ખાધો. ત્રણેયે હાથીની માફક તૃપ્ત થતા ભોજન લીધું અને હાથીની જેમ જ તાજામાજા થઈને ઓડકાર લેતા જાડા થઈ ગયા. તેમનું શરીર એટલું બધું વધી ગયું કે પૃથ્વીમાં સમાતા જ નહોતા. આટલા ઝાડા હોવા છતાં તેઓ દરવાજામાંથી તુરંત પસાર થઈ જતા હતા.

*******

બસ આ રીતે જ મનુષ્યને આ સંસારમાં તૃષ્ણાનો રોગ લાગુ પડી ગયો છે. તેઓ દુનિયાની પ્રત્યેક વસ્તુને, ભલે તે કેટલી પણ ગંદી કેમ ન હોય, પણ પ્રત્યક્ષ રુપમાં સુંદર હોય, તેને પોતાના પેટમાં ઉતારવા ઈચ્છે છે. પણ બીજી બાજુ એ હાલ છે કે, મૃત્યુના માર્ગ પર ચાલ્યા સિવાયનો કોઈ રસ્તો નથી અને તે અજીબ રસ્તો છે જે કોઈને દેખાતો નથી. જાનવરોના ટોળે ટોળા આ જ ભોણમાંથી પસાર થઈ જાય છે અને ભોણ કોઈને નજર નથી આવતું. જીવોનો આ સમૂહ આ જ દ્વાર પર છિદ્રમાં ઘુસી જાય છે અને છિદ્ર તો શું દરવાજો પણ દેખાતો નથી.

આ કથામાં બહેરાનું ઉદાહરણ એ છે કે અન્ય પ્રાણીઓનાં મૃત્યુના સમાચાર તો તે સાંભળે છે, પણ પોતાની મોતની ખબરથી તે અજાણ છે. તૃષ્ણાનું ઉદાહરણ એ આંધળામાંથી દેવામાં આવ્યું છે. જે અન્ય માણસોના થોડા થોડા દોષ તો જૂએ છે પણ પોતાનો દોષ તેને નજર જ નથી આવતો. નાગા માટે તો એ જ કહી શકાય કે તે નાગો જ આવ્યો હતો અને આ ધરતી પરથી નાગો જ ચાલ્યો જશે. વાસ્તવમાં તેનું પોતાનું કંઈ નથી. પણ આખી ઉંમર મિથ્યા ભ્રમમાં પડીને સમાજમાં પોતાની વસ્તુનાં ચોરીના ભયથી ભયભીત થતો રહે છે. મૃત્યુના સમયે તો આ પ્રકારનો મનુષ્ય કંઈક વધારે જ હેરાન થાય છે. પણ તેની આત્મા ખૂબ હસે છે કે જીવનકાળમાં હંમેશાં નાગો રહેલો માણસ કઈ વસ્તુની ચોરીના ભયથી ડરતો રહેતો હતો. આ સમયે અમીર માણસને તો એ ખબર જ હોય છે કે વાસ્તવમાં એ બિલકુલ ગરીબ છે. લોભીને એ ખબર પડે છે કે આખુ જીવન અજ્ઞાનતામાં નષ્ટ થઈ ગયું.

જેથી હે મનુષ્ય. તું પોતાના જીવનમાં એ વાતને સાચી રીતે સમજી જા કે પરલોકમાં તારું શું પરિણામ આવશે અને વિદ્યાઓ જાણવાથી વધારે તો તારા માટે એ સારું છે કે તું ખૂદના સ્વરૂપને ઓળખ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments