Team Chabuk-Entertainment Desk: શાહરુખ ખાનની ફિલ્મ પઠાનનો દેશમાં ઘણી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મને બોયકોટ કરવાની માગ લોકો કરી રહ્યા છે. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કર્યું કે શાહરુખ ખાને મને રાત્રે 2 વાગ્યે ફોન કર્યો હતો. ગુવાહાટીના નારેંગી હોલમાં યોજાનારી પઠાણની સ્ક્રીનિંગને લઈને તેઓ ચિંતિત હતા. મેં તેમને ખાતરી આપી કે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાજ્ય સરકારની ફરજ છે. અમે સુનિશ્ચિત કરીશું કે ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન કોઈ વિવાદ ન થાય. તેમણે ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં કહ્યું-કોણ છે શાહરુખ ખાન ? હું ફિલ્મ કે તેમના વિશે નથી જાણતો.
આ પહેલાં શનિવારે ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આસામના મુખ્યમંત્રીએ બોલીવૂડ અભિનેતા શાહરુખની ફિલ્મ પઠાણ જોવાની ના પાડી દીધી હતી. અહીં એક સવાલના જવાબમાં તેણે એમ પણ કહ્યું- કોણ છે શાહરુખ ખાન ? હું તેમના વિશે કે ફિલ્મ વિશે કંઈ જાણતો નથી. શાહરુખે મને ફોન કર્યો નથી, પરંતુ જો તે ફોન કરશે તો હું મામલાની તપાસ કરીશ.

આસામનાં ઘણાં શહેરોમાં ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આને લઈને મીડિયાકર્મીઓએ બજરંગ દળના કાર્યકર્તાઓના હિંસક વિરોધ પર સવાલ ઉઠાવ્યા હતા. શુક્રવારે ગુવાહાટીના નારેંગીમાં એક સિનેમાહોલમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હતી. આ દરમિયાન શાહરુખ ખાનનું એક પોસ્ટર સળગાવવામાં આવ્યું હતું. જ્યારે મીડિયાકર્મીઓએ તેમને કહ્યું કે શાહરુખ ખાન બોલિવૂડના સુપરસ્ટાર છે, આના પર CMએ કહ્યું કે રાજ્યના લોકોએ આસામી ફિલ્મને લઈને ચિંતા કરવી જોઈએ નહીં કે હિંદી ફિલ્મોને લઈને. તેમણે કહ્યું કે દિવંગત નિપોન ગોસ્વામીના ડાયરેક્શનમાં બનેલી આસામી ફિલ્મ ‘ડો.બેજબરુઆ-પાર્ટ 2’ જલદી રિલીઝ થવાની છે. લોકોએ તે જોવી જોઈએ.
પઠાણના ગીત ‘બેશરમ રંગ’માં દીપિકા પાદુકોણે કેસરી બિકિની પહેરી છે. વિરોધીઓનું કહેવું છે કે ભગવો રંગ હિંદુ ધર્મનું પ્રતીક છે અને દીપિકા આ રંગ પહેરીને બેશરમના ગીત પર ડાન્સ કરી રહી છે, જે એકદમ વાંધાજનક છે. બિકિની માટે કેસર જેવા પવિત્ર રંગનો ઉપયોગ સ્વીકારવામાં આવશે નહીં. જેને લઈને વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોએ ફિલ્મ પર પ્રતિબંધની માગ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત