Team Chabuk-Entertainment Desk: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ અને બોલીવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી 23 જાન્યુઆરીએ લગ્ન કરવાના છે. લગ્નની વિધિઓ 21 જાન્યુઆરીથી શરૂ થઈ છે. 22 જાન્યુઆરી એટલે કે આજે હલ્દી સેરેમની યોજાશે. સુનીલ શેટ્ટીએ દીકરીના લગ્ન પહેલાં મીડિયા સાથે વાત કરી હતી. અભિનેતાએ કહ્યું લગ્ન બાદ તે પૂરા પરિવાર સાથે મીડિયાને મળશે. આટલો પ્રેમ આપવા બદલ તમામનો આભાર. લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં થશે. 23 જાન્યુઆરીએ દક્ષિણ ભારતીય રીત રિવાજથી લગ્ન થશે. લગ્નમાં આવનાર મહેમાનોને કડક નિયમોનું પાલન કરવું પડશે. મહેમાનો લગ્ન દરમિયાન એક પણ તસવીર ક્લિક કરી શકશે નહીં. લગ્નમાં એન્ટ્રી ગેટ આગળ મહેમાનોએ ફોન જમા કરાવવો પડશે.
અથિયા તથા કેએલ રાહુલના લગ્નમાં માત્ર 100 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 100 મહેમાનોમાં બંને પરિવારના મેમ્બર્સ તથા નિકટના મિત્રો સામેલ છે. લગ્નની તસવીરો લીક ના થાય તે માટે મીડિયાને વેન્યૂથી ઘણું જ દૂર રાખવામાં આવ્યું છે.
સેલેબ્લ મોટાભાગે પોતાના લગ્નને પ્રાઇવેટ રાખવા માગતા હોય છે. દીપિકા-રણવીર, આલિયા-રણબીર, વિકી-કેટરીનાએ પોતાના લગ્નને પ્રાઇવેટ રાખ્યા હતા. તેમણે પણ પોતાના લગ્નમાં સામેલ થનારા મહેમાનોને ફોન લઈને આવવાની પરવાનગી આપી નહોતી. સૂત્રોના મતે, અથિયાએ લગ્નમાં બોલિવૂડમાંથી કોઈને આમંત્રણ આપ્યું નથી.
રાહુલ તથા અથિયા ચાર વર્ષથી રિલેશનશિપમાં છે. રાહુલ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર પ્લેયર છે. અથિયા એક્ટર સુનીલ શેટ્ટી તથા માના શેટ્ટીની દીકરી છે. બંને પરિવાર કર્ણાટકના છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત