Homeતાપણુંકંડક્ટર ભરતી કૌભાંડઃ ભાજપના જશુ ભીલે નોકરી અપાવવા રૂપિયા લીધા હોવાનો વીડિયો...

કંડક્ટર ભરતી કૌભાંડઃ ભાજપના જશુ ભીલે નોકરી અપાવવા રૂપિયા લીધા હોવાનો વીડિયો વાઈરલ થતાં પક્ષમાંથી સસ્પેન્ડ

Team Chabuk-Political Desk: રાજ્યમાં એક બાદ એક ભરતી કૌભાંડો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ભરતી કૌભાંડનો કથિત વીડિયો સામે આવ્યો છે. જેમાં ભાજપના પ્રદેશ એસટી મોરચાના ઉપાધ્યક્ષ ખુદ ભરતી માટે યુવાન પાસેથી રૂપિયા લીધા હોવાની વાતચીતનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ગુજરાત ભાજપના એસટી મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ જશુ ભીલનો કંડક્ટરની ભરતી માટે યુવાન પાસેથી રૂપિયા લીધા હોવાની વાતચીતનો વીડિયો વાઈરલ થતાં ભાજપ પ્રદેશ મોવડી મંડળ તુરંત એક્શનમાં આવ્યું છે અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના આદેશથી જશુ ભીલને શિસ્તભંગ બદલ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, જશુ ભીલ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનના ડિરેક્ટર પણ રહી ચુક્યા છે. જે તે સમયે એસટીમાં નોકરી માટે એક યુવાન પાસેથી 16 મે, 2018માં રૂપિયાનો વહીવટ થયો હોય તેવો 2 વર્ષ જુનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયો વાઈરલ થતાં જ રાજ્યમાં અને ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. વાઈરલ થયેલા વીડિયોમાં એસટી નિગમમાં નોકરી અર્થે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામના યુવાન સમદ મકરાણીએ 4 વર્ષ પહેલાં નાણાકીય લેવડ-દેવડ કરી હોવા છતાં નોકરી ન મળી હોવાની ચર્ચાઓ થઈ છે. વીડિયોમાં થયેલી ચર્ચા મુજબ યુવાને જશુ ભીલને પ્રશ્ન પૂછ્યો હતો કે, એસટી નિગમમાં નોકરી અર્થે 16 મે,2018માં આપેલા પેમેન્ટને 2 વર્ષ થઈ ગયા છતાં કશું થયું નથી. મેં તો વ્યાજે પૈસા લાવીને તમને આપ્યા હતા. જેના જવાબમાં જશુ ભીલ જણાવી રહ્યા છે કે, કોરોના આવી જતાં લોકડાઉન થઈ જતાં કશું થયું નથી. મેં પણ જેમને પૈસા આપ્યા હતા તેમની પાસેથી લઈ આવું. એસટી નિગમની ઓફિસો ખૂલે એટલે પૈસા લઈ આવીશ. તમે બધું ભાષણ કરશો તો હું કશું કરી શકું નહીં. 2 વર્ષ જૂનો આ વીડિયો હાલ વાઇરલ થતાં ફરી ભરતી કૌભાડનું ભૂત ધુણ્યું છે..

વીડિયોમાં જશુ ભીલ સાથે વાત કરતા યુવાન સમદ મકરાણીએ જણાવ્યું હતું કે, 2018ની કંડક્ટરની ભરતીમાં મેં ફોર્મ ભર્યું હતું. જેમાં જશુ ભીલને કંડક્ટરના ઓર્ડર માટે મેં 40 હજાર રૂપિયા આપ્યા હતા. મને ન્યાય મળ્યો નથી. હું 2020માં તેમને મળવા ગયો તેનો વીડિયો મે સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે. મારા 40 હજાર રૂપિયા મને પાછા મળે તેવી મારી માંગ છે. હું તો છેતરપિંડીનો ભોગ બન્યો છું, પણ કોઈ ગરબી વ્યક્તિ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સરકાર અમને ન્યાય અપાવે તેવી અમને આશા છે.

ભાજપના એસટી મોરચાના ભાજપ ઉપાધ્યક્ષ જશુ ભીલે આ મામલે જણાવ્યું હતું કે, મારી છાપ સારી છે એટલે મારી કારકિર્દીને દાગ લગાડવા કોઈ વિરોધીએ આ કર્યું છે. હું કોઈને ઓળખતો નથી અને મેં કોઈ પૈસા લીધા નથી. કોઈએ એડિટ કરી મારો વીડિયો બનાવ્યો હોય એવું લાગે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments