Team Chabuk-Political Desk: રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા તમામ રાજકીય પક્ષો પ્રચાર-પ્રસારમાં મેદાને પડ્યા છે. ત્યારે આજ રોજ રાહુલ ગાંધીએ અમદાવાદમાં જનસભાને સંબોધન કરીને ચૂંટણી પ્રચારનો શ્રીગણેશ કર્યા છે. કોંગ્રેસ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ બુથ સ્તરના કાર્યકરોને સંબોધ્યા હતા. ત્યારબાદ તેમણે કાર્યકરોને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ પણ આમ આદમી પાર્ટીની માફક વચનોની લ્હાણી કરી છે.
કોંગ્રેસની ગેરંટી
- સૌપ્રથમ ખેડૂતોનું 3 લાખનું દેવુ માફ કરવામાં આવશે.
- કોરોનાકાળમાં ગુજરાતમાં 3 લાખ લોકોના મોત થયા. મોતને ભેટેલા લોકોને 4 લાખનું વળતર ચૂકવીશું.
- ખેડૂતોનું વીજળી બિલ માફ કરીશું. 300 યુનિટ સામાન્ય ગ્રાહકોને આપીશું.
- દીકરીઓ માટે મફત શિક્ષણ આપીશું.
- હજારો શાળાઓને ભાજપે બંધ કરાવી છે. 3000 અંગ્રેજી માધ્યમની શાળા ખોલીશું.
- દૂધ ઉત્પાદકોને 5 રૂપિયાની સબસિડી અને ગેસ સિલિન્ડર 1000 ના બદલે 500 રૂપિયામાં આપીશું. જે યુપીએ સરકારમાં 400 રૂપિયામાં મળતો હતો.
- 10 લાખ યુવાઓને રોજગારી આપીશું
રાહુલ ગાંધીએ કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, સરદાર પટેલ એક વ્યક્તિત્વ ન હતા, તેઓ હિન્દુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. તેઓ ખેડૂતોના હિત માટે કામ કરતા. સરદાર પટેલ વગર અમૂલ પેદા થઈ શક્તુ ન હોત. એક તરફ બીજેપી તેમની મૂર્તિ ઉભી કરે છે, અને બીજી તરફ જે એવા કાયદા લાવ્યા જે ખેડૂતોની વિરુદ્ધમાં હોય. ત્રણ કાયદા લાવ્યા, જેની સામે ખેડૂતો લડ્યા. અને બીજેપીનુ કહેવુ છે કે ખેડૂતો માટે લડે છે. બધાનું વ્યાજ માફ થશે, પરંતું ખેડૂતોનું નહિ થાય. સરદાર પટેલ હોત તો કોનું વ્યાજ માફ થાત. એક તરફ મૂર્તિ બનાવે છે, અને બીજી તરફ તેમની જ વિચારધારા પર આક્રમણ કરે છે.
ગુજરાતની તમામ સંસ્થાઓને બીજેપીએ કેપ્ચર કરી છે. ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયું છે. બધા પ્રકારનું ડ્રગ્સ મુન્દ્રા પોર્ટથી નીકળી રહ્યું છે, પરંતુ સરકાર કોઈ કાર્યવાહી નથી કરી રહી. ગુજરાત મોડલમાં બે-ચાર ઉદ્યોગપતિઓનું રાજ છે. આ ઉદ્યોગપતિઓને જે પણ જમીન જોઈએ બે મિનિટમાં સરકાર આપે છે. પરંતું ગુજરાતનો ગરીબ-આદિવાસી હાથ છોડીને જમીન આપે તો કંઈ મળતુ નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
