Team Chabuk-Political Desk: ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવનું કોરોનાના કારણે નિધન થઈ ગયું છે. રાજીવ સાતવ છેલ્લા ઘણા દિવસોથી કોરોના સામેનો જંગ લડી રહ્યા હતા. પરંતુ આજે તેઓ કોરોના સામેનો આ મુશ્કેલ જંગ હારી ગયા અને 46 વર્ષની નાની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. રાજીવ સાતવના નિધનથી કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. 22 એપ્રિલે રાજીવ સાતવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેઓને સારવાર હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલમાં પણ છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત સતત લથડી રહી હતી.
કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા બાદ રાજીવ સાતવે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો, 22 એપ્રિલે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તેમની તબિયત સુધરી રહી હતી. પરંતુ અચાનક કેટલાક દિવસથી તેમની તબિયત બગડવા લાગી હતી અને અંતે તેમણે આજે રવિવારે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
46 વર્ષની ઉંમરે રાજીવ સાતવનું નિધન થતાં રાષ્ટ્રીય કોંગ્રેસને એક મોટી ખોટ પડી છે. રાજીવ સાતવના નિધન બાદ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું કે, મારા મિત્ર રાજીવ સાતવના નિધનથી હું ખૂબ દુઃખી છું. તેમણે કોંગ્રેસના આદર્શોને જીવંત રાખ્યા હતા. આપણા બધા માટે આ મોટું નુકસાન છે. તેમના પરિવાર પ્રત્યે હું શોકની લાગણી વ્યક્ત કરું છું.
I’m very sad at the loss of my friend Rajeev Satav. He was a leader with huge potential who embodied the ideals of the Congress.
— Rahul Gandhi (@RahulGandhi) May 16, 2021
It’s a big loss for us all. My condolences and love to his family. pic.twitter.com/mineA81UYJ
In Rajeev Satav we have lost one of our brightest colleagues. Clean of heart, sincere, deeply committed to the ideals of the Congress & devoted to the people of India.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 16, 2021
I have no words, just prayers for his young wife & children. May they have the strength to carry on without him pic.twitter.com/Z1q6UPmkbK
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ ટ્વિટ કરીને રાજીવ સાતવને શ્રદ્ધાંજલિ આપી છે. સુરજેવાલાએ લખ્યું કે, નિશબ્દ ! આજે એક એવો સાથી ગુમાવ્યો જેણે સાર્વજનિક જીવનનું પ્રથમ ડગલું યુવા કોંગ્રેસમાં મારી સાથે રાખ્યું અને આજ દિન સુધી મારી સાથે ચાલ્યા પરતું આજે… રાજીવ સાતવની સાદગી, બિન્દાસ હાસ્ય, જમીન સાથે જોડાયેલા, નેતૃત્વ અને પાર્ટી સાથેની નિષ્ઠા અને મિત્રતા કાયમ યાદ રહેશે. અલવિદા મારા દોસ્ત ! જ્યાં પણ રહો, ચમકતા રહો !!!
निशब्द !
— Randeep Singh Surjewala (@rssurjewala) May 16, 2021
आज एक ऐसा साथी खो दिया जिसने सार्वजनिक जीवन का पहला कदम युवा कांग्रेस में मेरे साथ रखा और आज तक साथ चले पर आज…
राजीव सातव की सादगी, बेबाक़ मुस्कराहट, ज़मीनी जुड़ाव, नेत्रत्व और पार्टी से निष्ठा और दोस्ती सदा याद आयेंगी।
अलविदा मेरे दोस्त !
जहाँ रहो, चमकते रहो !!! pic.twitter.com/5N94NggcHu
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ટ્વિટર પર લખ્યું કે, રાજ્યસભાના સાંસદ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવજીનો સૌમ્ય અને સરળ સ્વભાવ, સાદગી અને પક્ષ પ્રત્યેનું નિષ્ઠાવાન નેતૃત્વ હંમેશા યાદ રહેશે. સાતવજીનું નિધન પૂરાય નહીં તેવી ખોટ છે. ઇશ્વર તેમની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ પ્રદાન કરે.
राज्यसभा सांसद, @INCGujarat के प्रभारी राजीव सातव जी का सौम्य और सालस स्वभाव, सादगी और पक्ष के प्रति निष्ठावान नेतृत्व हमेशा याद रहेगा।
— Amit Chavda (@AmitChavdaINC) May 16, 2021
सातवजी का निधन @INCIndia के लिए अपूरणीय क्षति है। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करे एवं परिवार को इस दुख की घड़ी में संबल प्रदान करे। pic.twitter.com/6gT6ExUeIU
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ ટ્વિટ કરીને લખ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવજી આપણી વચ્ચે નથી રહ્યા. ભગવાન રાજીવ સાતવજીના પવિત્ર આત્માને શાંતિ આપે. મને વ્યક્તિગત રીતે રાજીવ સાતવજી ખૂબ સહયોગ આપતા હતા, તમને કાયમ યાદ રાખીશ. ઓમ શાંતિ.
कांग्रेस पार्टी के वरिष्ठ नेता, गुजरात कांग्रेस के प्रभारी एवं राज्यसभा सदस्य श्री राजीव सातव जी हमारे बीच नहीं रहें। भगवान राजीव सातव जी की पवित्र आत्मा को शांति दे। मुझे व्यक्तिगत रूप से राजीव सातव जी बहुत सहयोग करते थे, आपको हमेशा याद रखूँगा। ॐ शान्ति 🥲
— Hardik Patel (@HardikPatel_) May 16, 2021
રાજીવ સાતવના નિધન બાદ અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલે પણ તેઓને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
देश के युवा RS सांसद, @INCGujarat प्रभारी, @INCIndia के अग्रिम कार्यकर्ता और मेरे स्नेही @satavrajeev जी के निधन से निःशब्द हूँ l
— Arjun Modhwadia (@arjunmodhwadia) May 16, 2021
देश ने युवा आवाज खोई है और हमने एक स्नेही को।
राजीव जी के परिवारके साथ मेरी संवेदना है l ईश्वर आपको इस क्षति की आपूर्ति करने के लिए शक्ति दे। RIP pic.twitter.com/OGZnzj0lCm
स्तब्ध !
— Shaktisinh Gohil (@shaktisinhgohil) May 16, 2021
कर्मठ, ज़िम्मेदार, सांसद, प्रिय साथी राजीव सातव जी का इस तरह असमय जाना, अपूर्णीय क्षति है। आज एक ऐसा साथी खो दिया जिसने हर कदम में मेरा साथ रखा और आज तक साथ चले पर आज नहीं रहे। उनकी सादगी, मुस्कराहट, ज़मीनी जुड़ाव, नेत्रत्व और पार्टी से निष्ठा और दोस्ती सदा याद आयेंगी। pic.twitter.com/IzglePVoyc
રાજકીય કારકિર્દી
રાજીવ સાતવની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી હતી. તેઓ રાહુલ ગાંધીની ખૂબ નજીક હતા. મહારાષ્ટ્રના વતની રાજીવ સાતવ ધારાસભ્યથી લઈને લોકસભા અને રાજ્યસભા સાંસદ સુધીના પદ પર રહી ચુક્યા છે. તેમનો જન્મ 21 સપ્ટેમ્બર 1974ના દિવસે મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. તેઓ મહારાષ્ટ્ર કોંગ્રેસના કદ્દાવર નેતા હતા. રાજીવ સાતવ 2008 થી 2010 સુધી મહારાષ્ટ્ર યુવા કોંગ્રેસ અને 2010 થી 2014 સુધી રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા છે. રાજીવ સાતવ પ્રથમ વખત 2009 થી 2014 સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાં સભ્ય તરીકે રહ્યા. 2014માં હિંગોલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત મેળવી. ત્યારબાદ તેઓ એપ્રિલ 2020માં રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત