Homeતાપણુંરાજ્યની આ બેઠક પર હવે ભાજપ-આપ વચ્ચે મુકાબલો, મતદાન પહેલા કોંગ્રેસ-NCPએ બેઠક...

રાજ્યની આ બેઠક પર હવે ભાજપ-આપ વચ્ચે મુકાબલો, મતદાન પહેલા કોંગ્રેસ-NCPએ બેઠક ગુમાવી, જાણો શું છે કારણ ?

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કૉંગ્રેસ એનસીપીને મોટો ઝટકો લાગ્યો છે. દાહોદના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં દેવગઢ બારિયા બેઠક પર NCPના ઉમેદવાર ગોપસિંહ લવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ-NCPના ગઠબંધનને આંચકો લાગ્યો છે. NCPના ઉમેદવાર ગોપસિંહ લવારે મેદાન છોડી દેતા હવે ભાજપ અને AAP વચ્ચે ચૂંટણી જંગ જામશે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને ત્રણ બેઠક પર કોંગ્રસ અને એનસીપી વચ્ચે ગંઠબંધન થયું હતું. જેમાં નરોડા, ઉમરેઠ, દેવગઢ બારિયાનો સમાવેશ થાય છે. ત્યારે હવે NCPના ઉમેદવાર ગોપસિંહ લવારે ફોર્મ પરત ખેંચતા દેવગઢ બારિયામાં ચુંટણીની અંતિમ ઘડીએ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે ગઠબંધન અંગે કોંગ્રેસનાં જગદીશ ઠાકોર અને એનસીપીના જયંત બોસ્કીએ પત્રકાર પરીષદમાં માહિતી આપી હતી. વધુમાં વફાદારીથી લડવા અંગેના નિવેદનો પણ આપ્યા હતા.

ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાંના કાર્યક્રમને લઇને આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે કેટલા ઉમેદવારો પોતાના ફોર્મ પરત લે છે ? તે બાદ 93 બેઠક પર યોજાનારી વિધાનસભાની ચુંટણીનું ચિત્ર સામે આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments