Team Chabuk-National Desk: દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. રોજ હજારો લોકો કોરોના સામે હારી રહ્યા છે. કોરોના સામે લોકો લાચાર બની ગયા છે. કોરોનાની ચેઈન તોડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ભલે લૉકડાઉન ન લગાવી રહી હોય પરંતુ ગામડાઓ અને જિલ્લા તંત્રએ સ્વૈચ્છિક લૉકડાઉનનું શસ્ત્ર ઉગામ્યું છે. સ્થાનિક તંત્ર પણ તેનું કડક અમલીકરણ કરાવી કોરોના સામે લડવા મક્કમ છે.
હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ગર્ભવતી મહિલા આકરા તાપમાં લોકોને કોરોના વાયરસ અંગે માહિતગાર કરી રહી છે અને ઘરમાં રહેવાની સલાહ આપી રહી છે. ગર્ભવતી મહિલાના હાથમાં લાકડી છે અને આજુબાજુમાં આર્મીના જવાનો પણ જોવા મળી રહ્યા છે.
दंतेवाड़ा की DSP शिल्पा साहू के जज्बे को सलाम, 5 माह की गर्भवती होने के बाद भी कोरोना काल में सड़कों पर कर रही ड्यूटी@INCMP |@DGP_MP |#ShilpaSahu |#coronavirus pic.twitter.com/qmFzZfXnYQ
— humsamvet (@humsamvet) April 20, 2021
વીડિયો અંગે તપાસ કરતાં સામે આવ્યું કે, હાથમાં લાકડી લઈને આકરાં તાપમાં ઉભા રહેલાં આ મહિલા કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ તેઓ દંતેવાડાના DSP શિલ્પા સાહૂ છે. જેઓ મધ્યપ્રદેશના બસ્તર જિલ્લાના દંતેવાડાના નાગરિકોને ચુસ્ત લૉકડાઉનનું પાલન કરાવવા માટે ગર્ભવતી હોવા છતાં રસ્તા પર ઉતર્યા છે. દાવો કરાયો છે કે, શિલ્પા સાહૂને પાંચ મહિનાનો ગર્ભ છે.
શિલ્પા સાહૂને સલામ
DSP શિલ્પા સાહૂનો આ જુસ્સો અને કર્મનિષ્ઠાને લોકો સલામ કરી રહ્યા છે. શિલ્પા સાહૂએ પણ લોકોને અપીલ કરી છે કે, પોલીસ લોકોની સુરક્ષા માટે સડકો પર છે લોકોએ જાતે પણ સુરક્ષિત રહેવા માટે ઘરમાં જ રહે. તેમણે લોકોને કહ્યું કે, બહુ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળો. બિનજરૂરી બહાર નીકળનારા લોકો પોતાની સાથે પોતાના પરિવારને પણ જોખમમાં મુકી રહ્યા છે. લોકોએ સમજવું જોઈએ કે કોરોના વાયરસની ચેઈન તોડવા માટે લૉકડાઉન દરમિયાન ઘરમાં રહેવું કેટલું જરૂરી છે. આ ઉપરાંત તેમણે લોકોને માસ્ક પહેરવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવા તેમજ સોશિયલ ડિસ્ટંસનું પાલન કરવા પણ અપીલ કરી હતી. બસ્તર જિલ્લામાં હાલ લૉકડાઉન છે. 15 એપ્રિલે જાહેર કરાયેલું લૉકડાઉન 22 એપ્રિલ સુધી લાગુ રહેશે. 22 એપ્રિલ બાદ લૉકડાઉન હળવું કરાશે.
શિલ્પાના પતિ પણ DSP
શિલ્પા સાહૂના પતિ દેવાંશ સિંહ રાઠૌર પણ DSP છે. એક ઈન્ટરવ્યૂમાં દેવાંશ રાઠૌરે કહ્યું હતું કે, તે બંનેની મુલાકાત ટ્રેનિંગ દરમિયાન થઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.
દેવાંશ રાઠૌર અને શિલ્પા સાહૂને શરૂઆતમાં નક્સલ પ્રભાવિત જિલ્લામાં જ તૈનાત કરાયા હતા. પતિ-પત્ની બંને સાથે જ નક્સલી વિરૂદ્ધના ઓપરેશનમાં જતા હતા. દેવાંશ બસ્તર બટાલિયનને લીડ કરતાં હતા જ્યારે શિલ્પા દંતેશ્વરી ફાઈઠરને લીડ કરતી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત