Homeસિનેમાવાદ‘પુસ્તક માત્ર સુંઘીને વાંચી લે.’ KBCના નવા પ્રોમોથી વિવાદ

‘પુસ્તક માત્ર સુંઘીને વાંચી લે.’ KBCના નવા પ્રોમોથી વિવાદ

Team Chabuk-Cinema Desk: કોન બનેગા કરોડપતિ શૉને (KBC) લઈ વિવાદ પેદા થયો છે. મીડ બ્રેઈન એક્ટિવેશન પર આવતા એક એપિસોડને લઈ ચેનલની ઓફિશ્યલિ વેબસાઈટ પર એક પ્રોમો પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન એક બ્લાઈંડફોલ્ડ કરેલી છોકરીની સામે ઉભા છે. એ છોકરી દાવો કરે છે કે એ પુસ્તકને માત્ર સૂંઘીને જ વાંચી લે છે. આ પ્રોમોને જોતા જ ફેડરેશન ઓફ ઈન્ડિયા રેશનાલિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ નરેન્દ્ર નાયકે ચેનલને એક પત્ર લખ્યો છે.

આ ઓપન લેટરમાં લખવામાં આવ્યું છે કે મીડ બ્રેઈન એક્ટિવેશનનો ઉપયોગ વાલીઓને મૂર્ખ બનાવવા માટે કરવામાં આવે છે. આ પ્રકારની વસ્તુઓને રાષ્ટ્રીય ચેનલ પર પ્રસારિત કરવાથી સમગ્ર દેશ હાસ્યાસ્પદ ઠરી શકે છે. આ પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ચેનલે આ ભાગને પોતાના એપિસોડમાંથી તાત્કાલિક કાપી નાખ્યો છે.

ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલી રિપોર્ટ પ્રમાણે ચેનલે તુરંત આ પત્રને લઈ ગંભીરતાથી કાર્યવાહી કરતા સ્પેશિયલ એપિસોડના કેટલાક સીન્સને હટાવી દીધા છે. આ કારણે સમગ્ર શોને પુન: સંકલિત કરવો પડ્યો છે. સાથે જ ઓફિશ્યલ નિવેદન જાહેર કરી ચેનલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આગળથી લોકોની સંવેદનાઓ અને ભાવનાઓનું ધ્યાન રાખવામાં આવશે અને આ પ્રકારનું કોઈ વિષયવસ્તુ પ્રગટ કરવામાં નહીં આવે જેનાથી દર્શકોને ખોટી માહિતી સાંપડે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments