Team Chabuk-National Desk: દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ગત્ત વર્ષ જેવો માહોલ થઈ ગયો છે. આ કારણે જ રાજ્યોમાં કામ કરતા પરપ્રાંતિય લોકો ફરી પોતાના વતન જવા માટે ઉપડવા લાગ્યા છે. તેમને ભય સતાવી રહ્યો છે કે ક્યાંક ગત્ત વર્ષની જેમ લોકડાઉન લગાવી દેવામાં આવશે તો ફરી પોતે ફસાઈ જશે.
કોરોના વાઈરસના કેસમાં આવેલા ભયજનક ઉછાળાના કારણે પરપ્રાંતિય લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. દિલ્હીથી મુંબઈ, લખનઉથી કલકત્તા સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પુણે અને દિલ્હીમાંથી લોકોના વતન જવાની તસવીરો સામે આવી તો હવે મુંબઈમાં પણ આ જ સ્થિતિ છે.
મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતના મજૂરોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે. દરેક વ્યક્તિ પોતાના ઘરે પરત ફરવા માગે છે. કારણ કે તેમને ડર સતાવી રહ્યો છે કે ક્યાંક લોકડાઉન ન લાગી જાય. મજૂરો મીડિયા સાથેની વાતચીતમાં જણાવી રહ્યા છે કે, ગત વખતે લાગેલા લોકડાઉનના કારણે ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા હતા, ઉપરથી ચાલીને જવાની નોબત આવી પડી હતી.
રેલવે સ્ટેશન પર એકાએક મજૂરોની ભીડ વધતી જોતા રેલવે પ્રશાસન સક્રિય થઈ ગયું છે. દરેક વ્યક્તિને માહિતી આપવામાં આવી રહી છે. દરેકને જાણકારી આપવામાં આવી રહી છે જેથી કોઈ ભ્રમિત ન થાય.
દિલ્હીના આનંદ વિહાર બસ સ્ટેશનની બહાર પણ બિહારથી આવેલા મજૂરો મોટી સંખ્યામાં વતન જવા માટે ઉમટી પડ્યા હતા. આ મજૂરોની પણ એ જ કહાની છે કે, ગત વખતના લોકડાઉનમાં ફસાઈ ગયા હતા આ વખતે કોઈ રિસ્ક લેવા નથી માગતા. આ કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પુણેના રેલવે સ્ટેશનમાં પણ મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો એકત્રિત થયા છે. આ મજૂરો બિહાર, યૂપી અને બંગાળના છે.
કોરોના વાઈરસના કેસની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. નવો સ્ટ્રેન ભય ફેલાવી રહ્યો છે. ઘણા રાજ્યોએ નાઈટ કરફ્યૂ અને વીકેન્ડ લોકડાઉન લગાવી દીધું છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી જેવા રાજ્યોમાં રાતના કરફ્યૂ લગાવી દેવામાં આવે છે.
એવામાં લોકો એવું વિચારી રહ્યું છે કે ક્યાંક ગત વર્ષની જેમ લોકડાઉન ન લગાવી દે. ગત્ત દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓની સાથે બેઠક કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, સંપૂર્ણ લોકડાઉનની હાલમાં જરૂર નથી. નાઈટ કરફ્યૂ યોગ્ય છે અને ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત